Srinivas Narayanan : માતા-પિતાની સેવા કરવા OpenAI ની નોકરીને મારી ઠોકર !
- Srinivas Narayanan એ મોટી નોકરીમાંથી રાજીનામું આપી દીધું
- માતા-પતિની સેવાચાકરી કરવા માટે નિર્ણય લીધો હોવાનું જણાવ્યું
- કળિયુગમાં આ પ્રકારની ઘટના જવલ્લેજ બનતી હોય છે
Srinivas Narayanan : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની OpenAI માં B2B એપ્લિકેશન્સ માટેના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) શ્રીનિવાસ નારાયણને તેમની નોકરી છોડવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષના કાર્યકાળ બાદ, તેઓ તેમના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે. તેમણે કંપનીને આ નિર્ણયની જાણ કરી દીધી છે. તેઓ આગામી પગલું ભરતા પહેલા તેમના વૃદ્ધ માતાપિતા સાથે થોડો સમય વિતાવવા માટે ભારત પાછા ફરશે.
Srinivas Narayanan, AI માં નોંધપાત્ર અનુભવ મેળવ્યો
નારાયણને IIT મદ્રાસમાં અભ્યાસ કર્યો છે, અને પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે IBM ના સંશોધન કેન્દ્રમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ઘણી મોટી ટેક કંપનીઓમાં કામ કર્યું હતું. ધીમે ધીમે, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર અનુભવ મેળવ્યો, અને મજબૂત પ્રતિષ્ઠા સ્થાપિત કરી, જેના કારણે તેઓ વરિષ્ઠ હોદ્દા પર પહોંચ્યા હતા.
After 3 incredible years, I am leaving OpenAI at the end of next week.
I shared my decision with the OpenAI leadership team at the start of the month and here is a shorter version of what I shared with my team earlier this week.
===
Hi Team,
I have decided to leave OpenAI. The…— Srinivas Narayanan (@snsf) April 17, 2026
આ પણ વાંચો ---------------- Electronic Goods Price Hike : ચાર મહિનામાં ત્રીજી વખત મોંઘા થશે ઈલેક્ટ્રોનિક સામાન, જાણો શું છે કારણ?
Srinivas Narayanan, ટીમનું નેતૃત્વ લીધું
OpenAI પહેલા, તેમણે લગભગ 10 વર્ષ સુધી મેટામાં કામ કર્યું હતું, જ્યાં તેમણે ફેસબુક ફોટો અને AI સિસ્ટમ્સ પર કામ કર્યું હતું. બાદમાં OpenAI માં CTO તરીકે, તેમણે ChatGPT, API પ્લેટફોર્મ અને એન્ટરપ્રાઇઝ ટૂલ્સ પર કામ કરતી ટીમોનું નેતૃત્વ કર્યું હતું. તેમણે એક એવી ટીમ બનાવી જેણે સંશોધનને વાસ્તવિક ઉત્પાદનોમાં પરિવર્તિત કર્યું હતું. તેમના કાર્યથી વિશ્વભરના લાખો વપરાશકર્તાઓ પ્રભાવિત થયા અને કંપનીના વિકાસમાં મદદ મળી હતી.
માતા-પિતાને પ્રાથમિકતા
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં, નારાયણને કંપની અને ટીમનો આભાર માન્યો અને પોતાની સફરને ખૂબ જ ખાસ ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેઓ હમણાં કોઈ નવું કામ શરૂ કરશે નહીં. પહેલા, તેઓ ભારત પાછા ફરવા માંગે છે, અને તેમના માતાપિતા સાથે સમય વિતાવવા માંગે છે. તે પછી જ તેઓ તેમના આગામી પગલાં વિશે વિચારશે. તેમણે કહ્યું કે, આ સમય તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને તેઓ તેને તેમના પરિવાર સાથે વિતાવવા માંગે છે.
આ પણ વાંચો ---------------- Madhavpriyadasji Swami: સનાતન સંસ્કૃતિ અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય સાધતા વિશ્વવંદનીય સંત, માધવપ્રિયદાસજી સ્વામી


