ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bitcoin: બાપ રે !બિટકોઈન પહેલીવાર $110,000 ને પાર,જાણો શું છે તેજીનું કારણ

બિટકોઈને આજે નવો ઈતિહાસ રચ્યો બિટકોઈન $110,000ને પાર બિટકોઈમાં 2.2 ટકાનો ઉછાળો   Bitcoin All Time High:વિશ્વની સૌથી જૂનીસૌથી લોકપ્રિય અને સૌથી મોંઘી ક્રિપ્ટોકરન્સી બિટકોઈને (Bitcoin All Time Hig) આજે નવો ઈતિહાસ રચ્યો છે.ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન બિટકોઈનની કિંમત પહેલીવાર $110,000ને...
08:07 PM May 22, 2025 IST | Hiren Dave
બિટકોઈને આજે નવો ઈતિહાસ રચ્યો બિટકોઈન $110,000ને પાર બિટકોઈમાં 2.2 ટકાનો ઉછાળો   Bitcoin All Time High:વિશ્વની સૌથી જૂનીસૌથી લોકપ્રિય અને સૌથી મોંઘી ક્રિપ્ટોકરન્સી બિટકોઈને (Bitcoin All Time Hig) આજે નવો ઈતિહાસ રચ્યો છે.ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન બિટકોઈનની કિંમત પહેલીવાર $110,000ને...
bitcoin price today

 

Bitcoin All Time High:વિશ્વની સૌથી જૂનીસૌથી લોકપ્રિય અને સૌથી મોંઘી ક્રિપ્ટોકરન્સી બિટકોઈને (Bitcoin All Time Hig) આજે નવો ઈતિહાસ રચ્યો છે.ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન બિટકોઈનની કિંમત પહેલીવાર $110,000ને પાર પહોંચી ગઈ હતી.એશિયામાં વેપારની શરૂઆતમાં બિટકોઈનની કિંમત 2.2% ઉછળીને $110,707 સુધી પહોંચી હતી.ભારતીય ચલણમાં આ રકમ આશરે 94,83,145 રૂપિયા થાય છે. એટલે કે એક બિટકોઈનની કિંમતમાં તમે એક કિલો સોનું ખરીદી શકો છો. MCX પર સોનાનો ભાવ હાલમાં 10 ગ્રામ દીઠ આશરે 96,000 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.બિટકોઈનને લઈને રોકાણકારોમાં ફરી એકવાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અમેરિકામાં એક મહત્વપૂર્ણ સ્ટેબલકોઈન બિલ પાસ થવાથી આશા છે કે ક્રિપ્ટો વેપાર કરનારાઓ માટે નિયમો વધુ સ્પષ્ટ થશે.

બિટકોઈનમાં ઉછાળો કેમ આવ્યો?

બિટકોઈનની આ રેકોર્ડ તેજી બિટકોઈન પિઝા ડેના દિવસે જ આવી છે, જેને દર વર્ષે 22 મેના રોજ મનાવવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, 2010માં એક પ્રોગ્રામરે 10,000 બિટકોઈન આપીને બે પિઝા ખરીદ્યા હતા. બિટકોઈનની કિંમતમાં તેજીનું એક મુખ્ય કારણ અમેરિકન ઉદ્યોગપતિ માઈકલ સાયલરની કંપની સ્ટ્રેટેજી છે, જેણે બિટકોઈનમાં 50 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત અન્ય ઘણા લોકો પણ ડિજિટલ એસેટ્સમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે બિટકોઈનની માંગમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ  વાંચો -શું ફરી સોનું 1 લાખને પાર કરશે? અમેરિકાની આ એજન્સીએ કરી મોટી ભવિષ્યવાણી!

જાણકારોએ શું કહ્યું?

ફાલ્કનએક્સ લિમિટેડના ગ્લોબલ કો-હેડ ઓફ માર્કેટ્સ જોશુઆ લિમે જણાવ્યું કે, "બિટકોઈન ધીમે-ધીમે વધી રહ્યો છે અને નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. SPAC અને PIPE ડીલ્સને કારણે બિટકોઈનની માંગમાં કોઈ ઘટાડો થયો નથી. Coinbase પર સ્પોટ કિંમતોમાં આનો પ્રભાવ જોવા મળી રહ્યો છે." કેટલીક નાની કંપનીઓ અને ક્રિપ્ટોની દુનિયાના કેટલાક દિગ્ગજો દ્વારા બનાવવામાં આવેલી નવી પબ્લિક કંપનીઓ પણ બિટકોઈન ખરીદી રહી છે. આ કંપનીઓ કન્વર્ટિબલ બોન્ડ્સ અને પ્રીફર્ડ સ્ટોક્સ વેચીને પૈસા એકત્ર કરી રહી છે.

આ પણ  વાંચો-Pakistan Food Crisis: પાક.માં લાખો લોકો ભૂખમરાના ભયનો કરી રહ્યા છે સામનો, UN રિપોર્ટમાં ખુલાસો

ટ્રમ્પના શપથ પછી ક્રિપ્ટો માર્કેટમાં તેજી આવી

જેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ વર્ષ 2025 ની શરૂઆતથી, ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજી આવી છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ બિટકોઇન છે, જેની કિંમત બમણાથી વધુ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાજ્યાભિષેક પછી ક્રિપ્ટોની કિંમત વધી રહી છે. ટ્રમ્પ પહેલાથી જ ક્રિપ્ટો ફ્રેન્ડલી માનવામાં આવે છે

Tags :
AI in cryptoBitcoinbitcoin all time highbitcoin new highBitcoin newsBitcoin PriceBitcoin price todaybitcoin record highbitcoins todayBusiness NewsCrypto investmentCrypto marketcrypto market newscrypto tradingCryptocurrenciesDonald TrumpEthereumfuture of cryptoMeme coinsTrump crypto policies
Next Article