Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Advice of BlackRock CEO: "આ ભારતનો યુગ, લાંબાગાળામાં સંપત્તિ બનાવવાની મોટી તક"

Advice of BlackRock CEO: બ્લોકરૉકના સીઈઓ લેરી ફિંકે 4 ફેબ્રુઆરીએ કહ્યુ કે શોર્ટ ટર્મમાં બજારમાં ઉતાર-ચઢાવ, ખબરો અને કેપિટલ ફ્લો પર ઘણું વધારે ધ્યાન આપવાથી રોકાણકારોનું ધ્યાન યોગ્ય તકોથી ભટકી જાય છે. તેમણે ઈકોનોમીના લાંબી અવધિના ગ્રોથની સાથેસાથે રોકાણ ચાલુ રાખવું જોઈએ.
advice of blackrock ceo   આ ભારતનો યુગ  લાંબાગાળામાં સંપત્તિ બનાવવાની મોટી તક
Advertisement

. લેરી ફિંકે ભારતીય અર્થતંત્રને વિશ્વ માટે એક મોટી તક ગણાવી
. ફિંકની સલાહ, ભારતનો સમય છે અને રોકાણકારોએ દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઈએ
. ફિંકે જણાવ્યું કે બેંક ડિપોઝિટ કરતા મૂડી બજારમાં લાંબા ગાળાનું રોકાણ અનેકગણું સારું વળતર આપે છે

Advice of BlackRock CEO : બ્લેકરૉકના સીઈઓ લેરી ફિંકે (BlackRock CEO Larry Fink) બુધવારે ઈન્વેસ્ટર્સને ખાસ સલાહ આપી છે. તેમણે કહ્યુ છે કે લાંબા ગાળાના રોકાણકારોએ શોર્ટ ટર્મના ઉતાર-ચઢાવ પર ધ્યાન આપવું જોઈએ નહીં. ફિંકે કહ્યુ છે કે આ ભારતનો યુગ છે અને ઈન્વેસ્ટર્સને મોટી વેલ્થ બનાવવા માટે સતત કેપિટલ માર્કેટ્સમાં પાર્ટિસિપેટ કરવા પર ફોકસ કરવું જોઈએ.

Advertisement

બજારના ઉતાર-ચઢાવ પર ધ્યાન આપવાથી તકો પરથી ધ્યાન ભટકી જાય છે

ફિંકે (BlackRock CEO Larry Fink) મુંબઈમાં 4 ફેબ્રુઆરીએ જિયો-બ્લેકરૉકના એક કાર્યક્રમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh AMbani) સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યુ કે શોર્ટ ટર્મમાં બજારમાં ઉતાર-ચઢાવ, ખબરો અને કેપિટલ ફ્લો પર વધુ ધ્યાન આપવાથી રોકાણકારોનું ધ્યાન યોગ્ય તકોથી ભટકી જાય છે. તેમણે ઈકોનોમીના લાંબી અવધિના ગ્રોથની સાથેસાથે રોકાણ ચાલુ રાખવું જોઈએ.

Advertisement

આ પણ વાંચો : Elon Musk: SpaceX અને xAI નો વિલય, જાણો આ ડીલની એલૉન મસ્કની કુલ સંપત્તિ પર અસર

કેપિટલ માર્કેટ્સમાં લાંબાગાળાના રોકાણથી ફાયદાની ફિંકે કરી વાત

ફિંકે (BlackRock CEO Larry Fink) કહ્યુ છે કે ઈન્વેસ્ટર તરીકે આપણું કામ દરેક ખબર અને દરેક જાણકારી પર રિએક્ટ કરવાનું નથી. તેમણે કહ્યુ છે કે આ જોવામાં આવ્યું છે કે લાંબી અવધિ માટે રોકાણ કરવાથી બેંક ડિપોઝિટમાં નાણાં રાખવાના મુકાબલે સારું રિટર્ન મળે છે. તેમણે કહ્યુ કે જો દેશ કેપિટલ માર્કેટ્સમાં પોતાના લોકોનું પાર્ટિસિપેશન વધારવામાં સફળ રહે છે, તેમને સારા પરિણામ મળે છે. આનાથી પરિવારોની પાસે ઈકોનોમિક ગ્રોથની સાથેસાથે રોકાણ ચાલુ રાખવાનો મોકો હોય છે.

આ પણ વાંચો : Anthropic ના નવા AI ટૂલથી ગ્લોબલ માર્કેટમાં હડકંપ, એક જ દિવસમાં $ 285 અબજ સાફ

રોકાણકારોને ભારતના ગ્રોથનો ફાયદો ઉઠાવવા પર ફોક્સ કરવું જોઈએ

રોકાણકારોને કેપિટલ માર્કેટ્સમાં રોકાણ માટે પ્રોત્સાહિત કરવાના મહત્વ પર ભાર મૂકતા ફિંચે કહ્યુ કે લાંબા ગાળા સુધી રોકાણ કરવા પર કમ્પાઉન્ડિંગ ફાયદો મળે છે. તેમણે કહ્યુ કે જો તમને ભારતના યુગમાં ભરોસો છે, તો તમારે લાંબાગાળાના રોકાણ બાબતે વિચરવું જોઈએ દેશના ગ્રોથની સાથે વધવું જોઈએ. તેમણે કહ્યુ કે ઈન્ડિયાની ગ્રોથ સ્ટોરીરોકાણકારો માટે એક મોટો મોકો છે.

માર્કેટની દરેક સાઈકલમાં રોકાણ જાળવનારા ફાયદામાં

ફિંકે (Larry Fink) કહ્યુ છે કે ચેલેન્જિઝ શોર્ટ ટર્મમાં બજારના ઉતાર-ચઢાવને સમજવામાં નથી, પરંતુ લાંબા ગાળાના રોકાણમાં ભરોસો બનાવી રાખવામાં છે. તેમણે એમ પણ કહ્યુ કે લાંબી અવધિના રોકાણે એ રોકાણકારોને શાનદાર પરિણામ આપ્યા છે, જે માર્કેટની સાઈકલ્સમાં પોતાના રોકાણને જાળવી રાખે છે.

આ પણ વાંચો : ભારત 8-10% ના દરે દોડશે, ડબલ ડિજિટ ગ્રોથ શક્ય: RIL Chairman Mukesh Ambani

Tags :
Advertisement

.

×