બોમ્બે HC માંથી RIL ને મોટી રાહત: ₹1,116 કરોડનો દંડ રદ્દ, ₹ 646 કરોડ પાછા મળશે
. BKC કન્વેન્શન સેન્ટર પ્રોજેક્ટમાં વિલંબ બદલ ફટકારેલો ₹1,116 કરોડનો દંડ હાઈકોર્ટે રદ કર્યો
. MMRDA એ રિલાયન્સ પાસેથી લીધેલા ₹646 કરોડ પાછા આપવા પડશે
. કોર્ટે નોંધ્યું કે કારણ બતાવો નોટિસ આપ્યા વગર અને સરકારી મંજૂરીઓમાં થતા વિલંબને ધ્યાને લીધા વગર દંડ વસૂલવો ખોટું છે
Bombay HC RIL: બોમ્બે હાઈકોર્ટે (Bombay HC) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ને મોટી રાહત આપતા 1116 કરોડ રૂપિયાની મોટી માંગને રદ્દ કરી છે. આ મામલો મુંબઈના બીકેસી (BKC) માં બની રહેલા કન્વેંશન કમ કમર્શિયલ પ્રોજેક્ટમાં કથિત વિલંબ સાથે જોડાયેલો હતો, જેના પર કંપની પાસેથી દંડ વસૂલાઈ રહ્યો તો. કોર્ટના આ નિર્ણયે આ આખા વિવાદને ઉલટાવી દીધો છે અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે યોગ્ય પ્રોસેસ અપનાવ્યા વગર આ પ્રકારની કાર્યવાહી ન્યાયસંગત માની શકાય નહીં.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ સુમન શ્યામની ખંડપીઠે આ આખી પ્રોસેસને મનસ્વી ગણાવી. કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો કે તે 646 કરોડ રૂપિયાની રકમ પાછી આપે, જે મુકેશ અંબાણી (Mukesh Ambani) ના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કથિત વિલંબ માટે વધુ પ્રીમિયમ પેનલ્ટી તરીકે જમા કરાવી હતી. કોર્ટે એ પણ કહ્યું હતું કે કંપની પાસેથી આ રકમ દબાણમાં જમા કરાવવામાં વી હતી. તેની સાથે જ પેનલ્ટી લગાવતા પહેલા કોઈ યોગ્ય કાણ બતાવો નોટિસ આપવામાં આવી ન થી, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘ છે. માટે આવા મામલાઓમાં કાયદાની યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે.
આ પણ વાંચો: ભારત 8-10% ના દરે દોડશે, ડબલ ડિજિટ ગ્રોથ શક્ય: RIL Chairman Mukesh Ambani
નાણાં પાછા આપવાનો આદેશ અને વ્યાજની શરત
મુંબઈ મેટ્રોપોલિટન રીઝન ડેવલપમેન્ટ અથોરિટી એટલે કે MMRDA ને કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને જમા કરવામાં આવેલી રકમ 90 દિવસની અંદર પાછી આપે. આ સમય સીમા આદેશની પ્રમાણિત નકલ મળ્યા બાદથી ગણવામાં આવશે. જો MMRDA નિર્ધારીત સમયમાં નાણાં પાછા નહીં આપે, તો આ રકમ પર વ્યાજ પણ આપવું પડશે. આ વ્યાજ તે હશે, જે લીઝ એગ્રીમેન્ટ પ્રમાણે રિલાયન્સને વિલંબથી પેમેન્ટ કરવા પર આપવું પડત. વિલંબ કરવા પર MMRDA ને વધુ આર્થિક બોજ ઉઠાવવો પડશે.
અન્ય કંપનીઓને પણ રાહત
કોર્ટે માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને જ રાહત આપી નથી, પરંતુ આ પ્રકારના મામલાઓમાં અન્ય કંપનીઓને પણ ફાયદો પહોંચાડયો. કોર્ટે MMRDA સનટેક રિયલ્ટી, શ્રી નમન હોટલ્સ પ્રાઈવેટ લિમિટેડ અને ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીને પણ તેના દ્વારા જમા કરવામાં આવેલી રકમ પાછી આપવાનો આદેશ કર્યો છે.
આ પણ વાંચો: Advice of BlackRock CEO: "આ ભારતનો યુગ, લાંબાગાળામાં સંપત્તિ બનાવવાની મોટી તક"
કોર્ટમાં રિલાયન્સની દલીલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી સિનિયર એડવોકેટ વિક્રમ નાનકરનીએ કોર્ટમાં કહ્યુ કે આખી માગણી ખોટા આધાર પર બનાવવામાં આવી હતી. તેમનું કહેવું હતું કે 2006ની લીઝ ડીડની શરતોને ઠીકથી સમજ્યા વગર જ આ દંડ લગાવવામાં આવ્યો. તેમણે સમજાવ્યું કે જ્યાં સુધી સંબંધિત સરકારી વિભાગ નિર્માણના પ્લાનને મંજૂરી નહીં આપે, ત્યાં સુધી કામ શરૂ જ નહીં કરી શકાય. તેવામાં નિર્માણ પૂર્ણ કરવાની સમયસીમાને આ મંજૂરીઓથી અલગ કરીને જોઈ શકાય નહીં.
કંપનીએ એ પણ કહ્યું કે આ પ્રોજેક્ટ માટે ઘણાં પ્રકારની સરકારી મંજૂરીઓ જરૂરી હતી. તેમાં પર્યાવરણ મંજૂરી, હવાઈ સુરક્ષા (એવિએશન હાઈટ)ની મંજૂરી, હાઈ-રાઈઝ કમિટીની મંજૂરી ને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટ મુંબઈની મંજૂરી પણ સામેલ હતી. આ તમામ મંજૂરીઓ અલગ-અલગ સમય પર મળી, તેના કારણે પ્રોજેક્ટ શરૂ થયો અને આગળ વધવામાં સમય લાગ્યો. આખરે આખા પ્રોજેક્ટ માટે કામ શરૂ કરવાની મંજૂરી (કમેન્સમેન્ટ સર્ટિફિકેટ) 2014માં મળ્યું.
આ પણ વાંચો: Sensex 1,07,000 પાર જશે! Morgan Stanley એ શેરબજાર માટે કરી મોટી આગાહી
વિવાદનો પ્રારંભ
આ આખા મામલામાં 2006ની એક સમજૂતીથી શરૂ થયો, જેમાં MMRDA એ BKC ની જમીન 80 વર્ષ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લીઝ પર આપી હતી. આ જમીન પર એક મોટું કન્વેન્શન અને કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું હતું. લીઝની શરતો પ્રમાણે, નિર્માણ ચાર વર્ષની અંદર પૂર્ણ થવાનું હતું.
MMRDA એ 2017માં એક નોટિસ જાહેર કરીને કહ્યું કે પ્રોજેક્ટમાં સાત વર્ષથી વધુનો વિલંબ થયો છે. આ આધારે તેના પર સંપૂર્ણ સમય માટે ભારે પેનલ્ટીની માગણી કરી દીદી. એટલે કે ઓથોરિટીનું માનવું હતું કે કંપની નક્કી સમયમાં કામ પૂર્ણ કરી શકી નહીં, માટે તેને દંડ આપવો જોઈએ.
આ નોટિસ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. ડિસેમ્બર,2017માં કોર્ટે કંપનીને રાહત આપતા કહ્યું કે તેની વિરુદ્ધ કોઈ બળજબરીથી કાર્યવાહી કરવામાં આવે નહીં. આનાથી કંપનીને તાત્કાલિક મોટી રાહત મળી અને મામલો કોર્ટમાં ચાલુ રહ્યો. ફેબ્રુઆરી, 2019માં રિલાયન્સે 646.77 કરોડ રૂપિયા MMRDA ને જમા કર્યા અને તેની સાથે 1312 કરોડ રૂપિયાની બેંક ગેરેન્ટી પણ આપી. આ પેમેન્ટ કથિત વિલંબના સમયગાળાને કવર કરવા માટે કરવામાં આવ્યું હતું. તેના પછી MMRDA એ પ્રોજેક્ટના એકહિસ્સા (44,621 વર્ગ મીટર) માટે આંશિક ઓક્યૂપેશન સર્ટિફિકેટ (OC) જાહેર કર્યું, જેનાથી તે હિસ્સાનો ઉપયોગ શક્ય થઈ શક્યો.
જૂન-2019માં MMRDA એ ફરી એકવાર નવો વિવાદ ઉભો કર્યો. તેણે વધારાના નિર્મિત ક્ષેત્રમાં વિલંબને ટાંકીને લગભગ 1116કરોડ રૂપિયાની નવી માગણી કરી. આ પ્રકારે તેણે રિલાયન્સને વધુ એક OC અરજી (1.24 લાખ વર્ગ મીટર માટે)ને રોકી દીધી અને કહ્યુ કે પહેલા બાકીની રકમ જમા કરો. આ નવા વિવાદ બાદ મામલો ફરીથી બોમ્બે હાઈકોર્ટ પાસે પહોંચ્યો. 2020માં કોર્ટે MMRDA ને નિર્દેશ આપ્યો કે તે વધારાના પેમેન્ટની શરત લગાવ્યા વગર રિલાયન્સને OC અરજી પર કાર્યવાહી કરે. એટલે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર વિવાદના આધારે પ્રોજેક્ટને રોકી શકાય નહીં.
આ પણ વાંચો: રશિયા પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી?: RIL વેનેઝુએલાથી સીધું OIL ખરીદશે, USની લીલીઝંડી


