ઈતિહાસનો સૌથી મોટો હિસાબ: 109 વર્ષ બાદ બ્રિટિશ સરકાર પાસેથી વ્યાજ સાથે વસૂલાશે દેવું
- બ્રિટિશ સરકારને ભારતીય વેપારીએ આપ્યું હતું દેવું, હવે 109 વર્ષે વસૂલાશે! (British Government War Loan)
- 1917માં પ્રથમ વિશ્વયુદ્ધ સમયે બ્રિટિશ સરકારે લીધું હતું મોટું દેવું
- સીહોરના શેઠ જુમ્માલાલ રૂઠિયા પાસેથી 35,000 રૂપિયા ઉધાર લીધા હતા
- પિતાના અવસાન બાદ પૌત્રને જૂની વસિયતમાંથી મળ્યા ઐતિહાસિક પુરાવા
- બ્રિટિશ હકુમતને લોન પરત મેળવવા કાનૂની નોટિસ આપવાની તૈયારી
British Government War Loan : જે બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય આથમતો નહોતો, તેને એક સમયે મધ્યપ્રદેશના એક ભારતીય વેપારી પાસે દેવું લેવાની જરૂર પડી હતી. સાંભળવામાં આશ્ચર્યજનક લાગે તેવી આ હકીકત 109 વર્ષ જૂના દસ્તાવેજો અને એક વસિયતનામું [Warrant/Will] કહી રહ્યા છે. મધ્યપ્રદેશના સીહોરમાં રહેતા રૂઠિયા પરિવારના હાથમાં એવા પુરાવા લાગ્યા છે જે સાબિત કરે છે કે બ્રિટિશ સરકારે તેમની પાસેથી મોટી રકમ ઉધાર લીધી હતી.
British Government War Loan : પ્રથમ વિશ્વયુદ્ધ અને 'વોર લોન'
વાત વર્ષ 1917ની છે, જ્યારે વિશ્વ પ્રથમ વિશ્વયુદ્ધ [World War I] ની લપેટમાં હતું. બ્રિટિશ શાસન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું. તે સમયે સીહોર અને ભોપાલ રિયાસતના સૌથી ધનાઢ્ય વેપારીઓમાંના એક શેઠ જુમ્માલાલ રૂઠિયા [Seth Jummalal Ruthia] પાસેથી બ્રિટિશ સરકારે 35,000 રૂપિયા ઉધાર લીધા હતા. તે સમયના હિસાબે આ રકમ કરોડો રૂપિયા સમાન હતી. આ ઉધાર રકમને 'વોર લોન' [War Loan] નામ આપવામાં આવ્યું હતું, જે ક્યારેય પરત કરવામાં આવી નહોતી.
In 1917, during World War I, Seth Jummalal Ruthia, a businessman from Sehore (Madhya Pradesh), gave a loan of 35000 rupees to the British government. Us time pe 35000 was a very big amount almost like a fortune.
According to the family, the British never repaid this money.… pic.twitter.com/K0hWQCxOio
— . (@MaxCrik8) February 25, 2026
પરિવાર હવે મોકલશે કાનૂની નોટિસ
એનડીટીવીના અહેવાલ મુજબ, શેઠ જુમ્માલાલના પૌત્ર વિવેક રૂઠિયાને આ લોન સંબંધિત દસ્તાવેજો પિતાના અવસાન બાદ જૂના રેકોર્ડ્સમાંથી મળી આવ્યા છે. દસ્તાવેજો સૂચવે છે કે ભોપાલ રિયાસતમાં વહીવટી પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત કરવા અને યુદ્ધના ખર્ચને પહોંચી વળવા આ લોન લેવાઈ હતી. હવે એક સદીથી વધુ સમય બાદ, વિવેક રૂઠિયા આ રકમ વ્યાજ સાથે વસૂલવા માટે બ્રિટિશ સરકારને કાનૂની નોટિસ [Legal Notice] મોકલવાની તૈયારી કરી રહ્યા છે.
બ્રિટિશ સરકાર દાવો સ્વીકારશે
શેઠ જુમ્માલાલનું અવસાન 1937માં થયું હતું, પરંતુ તેમનો પરિવાર આજે પણ કૃષિ, હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ [Real Estate] ક્ષેત્રે સક્રિય છે. જો બ્રિટિશ સરકાર આ દાવાને સ્વીકારે છે, તો તે ઈતિહાસનો સૌથી મોટો આર્થિક ન્યાય બની શકે છે.
આ પણ વાંચો : US Solar Tariff on India: ટ્રમ્પનો ભારતને આંચકો, સોલર નિકાસ પર 126% ટેક્સ


