Budget 2025: સરકારે 1 કરોડથી વધારે 'ગિગ વર્કર્સ'ને આપ્યા ગુડ ન્યૂઝ, હવે ઈ-શ્રમ યોજના હેઠળ મળશે આ લાભો
- નાણાંમંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત
- 'ગિગ વર્કર્સ'ને આપ્યા ગુડ ન્યૂઝ
- હવે ઈ-શ્રમ યોજના હેઠળ મળશે આ લાભો
Budget 2025: મોદી 3.0 નું બજેટ (Budget 2025)રજૂ કરતી વખતે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (Nirmala sitharaman)જાહેરાત કરી હતી કે, ઈ-શ્રમ પોર્ટલ પર 1 કરોડ 'ગિગ વર્કર્સ' (Gig Workers)રજીસ્ટર્ડ હશે. આ કામદારોને ઓળખ કાર્ડ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. નાણામંત્રીએ બજેટ દરમિયાન કહ્યું હતું કે, 'ગિગ વર્કર્સ' ન્યુ એજ સર્વિસ ઈકોનોમી થકી અર્થતંત્રને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. બસ સરકારે આ બાબત ધ્યાનમાં રાખીને તેમના ઓળખ કાર્ડ અને ઈ-શ્રમ પોર્ટલ (e-shram portal)પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવાની વ્યવસ્થા કરી છે.
1 કરોડ ગિગ વર્કર્સને હેલ્થ કવરેજ મળશે
ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની સાથે, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 1 કરોડ ગિગ વર્કર્સને હેલ્થ કવરેજ આપવાની પણ વાત કરી છે. બીજું કે, ઓનલાઈન પ્લેટફોર્મ માટે કામ કરતા ગિગ વર્કર્સના વેલ્ફેર માટે હવે સોશિયલ સિક્યોરિટી સ્કીમની પણ ઘોષણા કરવામાં આવશે.
આ પણ વાંચો-High Return: બજેટ બાદ આ 10 શેરમાં રોકેટની સ્પીડે વધારો!
એજ્યુકેશન સર્ટિફિકેટ હોવું આવશ્યક રહેશે
ખાસ વાત એ છે કે, સરકારે ગિગ વર્કર્સ માટે 30,000 રૂપિયાનું UPI-લિંક્ડ ક્રેડિટ કાર્ડ આપવાની પણ વાત કરી છે.ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરવા માટેની વય મર્યાદા 16 થી 59 વર્ષની છે. રજીસ્ટ્રેશન માટે મોબાઇલ નંબર, આધાર કાર્ડ, બેંક ખાતું અને એજ્યુકેશન સર્ટિફિકેટ હોવું આવશ્યક છે.
શું છે રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા?
- ઈ-શ્રમ વેબસાઇટ register.eshram.gov.in પર મુલાકાત લો.
- હવે, હોમ પેજ પર રજીસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરો અને આધાર નંબર દાખલ કરો.
- ત્યારબાદ, આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર OTP આવશે, જે તમારે દાખલ કરવાનો રહેશે.
- આગળ હવે એક નવું પેજ ખુલશે, જેમાં તમારે બેંક ખાતાની વિગતો, શિક્ષણ અને સરનામું ભરવાનું રહેશે.
- આટલું કર્યા બાદ ફોર્મ હવે સબમિટ કરી દો. આ પછી તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.