Budget 2026 : Share Market માં નારાજગી, Sensex-Nifty ડાઉન
- Budget 2026 બાદ સેન્સેક્સ-નિફ્ટી ભારે ડાઉન ગયા
- મોટા ભાગના શેરો રેડ ઝોનમાં બંધ થયા હોવાનું સામે આવ્યું
- મોટી કંપનીઓના શેરોમાં પણ મોટા ગાબડા પડ્યા હોવાનું જાણવા મળ્યું
Budget 2026 Effect On Share Market : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2026-27 માટેનું દેશનું બજેટ રજૂ કર્યું છે. જો કે, શેરબજાર આ બજેટથી બિલકુલ ખુશ નહોતું, જેના કારણે ગભરાટ ફેલાયો છે. રવિવારે, BSE સેન્સેક્સ 1,546.84 પોઈન્ટ (1.88%) ના મોટા કડાકા સાથે 80,722.94 પર બંધ થયો છે, અને NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ 495.20 પોઈન્ટ (1.96%) ના કડાકા સાથે 24,825.45 પર બંધ થયો છે. બજેટના દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું, અને બજેટ ભાષણ પછી થોડા સમય માટે તેમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ પછી ઘટાડો શરૂ થયો, જેના કારણે રોકાણકારોને ફટકો પડ્યો હતો.
આ પણ વાંચો ------- Budget 2026 : બજેટમાં મહત્ત્વની જાહેરાતો વચ્ચે શેર બજારમાં જબરદસ્ત વધઘટ, જાણો માર્કેટનું વલણ
મોટા ભાગના શેરોમાં રેડ ઝોનમાં જોવા મળ્યા (Budget 2026 Effect On Share Market)
આજના ટ્રેડિંગ દરમિયાન એક સમયે, સેન્સેક્સ લગભગ 2,300 પોઈન્ટ ઘટીને 79,899.42 ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યા હતા. આજે સેન્સેક્સ 82,726 પોઈન્ટના ઈન્ટ્રાડેના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 50 માં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે 24,571 પોઈન્ટ સાથે ઈન્ટ્રાડે નીચલા સ્તર પર પહોંચ્યો હતો. રવિવારે, સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર ચાર શેરો જ લીલા નિશાન સાથે બંધ થયા હતા, જ્યારે બાકીના 26 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. તેવી જ રીતે, આજે, નિફ્ટી 50 શેરોમાંથી માત્ર છ શેરો વધારા સાથે બંધ થયા હતા, જ્યારે બાકીના 44 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.
SBI શેરોમાં ગાભા નીકળી ગયા
બજેટના દિવસે, સેન્સેક્સ કંપનીઓમાં TCS ના શેરો 1.92 ટકાના સૌથી વધુ વધારા સાથે બંધ થયા હતા, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરોમાં 5.61 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. આજે મોટા લોસ સાથે બંધ થયેલા આ શેરો બજેટ ભાષણ પહેલા નોંધપાત્ર વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જો કે, બજેટનું ભાષણ આગળ વધતાં બજારમાં ઘટાડો ચાલુ થયો હતો. આજના વેપાર દરમિયાન, એક ક્ષણ આવી જ્યારે બજારે ઈન્ટ્રાડે નીચલા સ્તરને સ્પર્શ્યા પછી મજબૂત રિકવરી કરી હતી. જો કે, અંતે સેન્સેક્સ અને નિફ્ટી રેડઝોનમાં બંધ થયા હતા.
આ પણ વાંચો ------ Budget 2026 Smartphone Prices :ફોન સહિતની ગેજેટ્સ પરની કસ્ટમ ડ્યુટી ઘટી, પણ શું ગ્રાહકોને ફાયદો મળશે?


