Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India vs US Tariff: 'હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો', ટ્રમ્પે એપલના CEO ટિમ કૂકથી કરી ખાસ વાત

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં એપલના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે
india vs us tariff   હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો    ટ્રમ્પે એપલના ceo ટિમ કૂકથી કરી ખાસ વાત
Advertisement
  • ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે વેપાર વાટાઘાટો ચાલી રહી છે
  • ભારત સાથે ટેરિફ વાટાઘાટો ખૂબ સારી રીતે ચાલી રહી છે : ટ્રમ્પ
  • ટ્રમ્પે એપલને ભારતમાં ઉત્પાદન ન કરવા કહ્યું

India vs US Tariff : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં એપલના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલના ઉત્પાદનો બનાવો, તેઓ પોતે જ તેનું ધ્યાન રાખશે. આ સિવાય ટ્રમ્પે બીજો એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભારતે ઘણા યુએસ ઉત્પાદનો પર શૂન્ય ટેરિફ લાદવાની ઓફર કરી છે. એક અહેવાલ મુજબ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે કારણ કે ભારત આયાત કર પર કરાર ઇચ્છે છે.

ભારત સાથે ટેરિફ વાટાઘાટો ખૂબ સારી રીતે ચાલી રહી છે : ટ્રમ્પ

ગુરુવારે કતારમાં વ્યાપારી નેતાઓ સાથેના એક કાર્યક્રમમાં બોલતા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત સરકારે અમને એક સોદો ઓફર કર્યો છે જેના હેઠળ તેઓ મૂળભૂત રીતે અમારી પાસેથી કોઈ ટેરિફ વસૂલવા તૈયાર નથી. તેમણે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં પ્રગતિનો સંકેત આપ્યો. એક દિવસ પહેલા મિશિગનમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથે ટેરિફ વાટાઘાટો ખૂબ સારી રીતે ચાલી રહી છે. અને ટૂંક સમયમાં સોદો પૂર્ણ થશે.

Advertisement

ટ્રમ્પે એપલને ભારતમાં ઉત્પાદન ન કરવા કહ્યું

ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે નવી દિલ્હીના ઊંચા ટેરિફ ભારતમાં અમેરિકન વ્યવસાયોને અવરોધે છે. તેમણે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં ઉત્પાદન ન કરવા કહ્યું. તેમનો સંકેત એપલના અમેરિકામાં થઈ રહેલા ઉત્પાદન તરફનો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક ટેરિફ અભિયાનનો ઉદ્દેશ્ય યુએસ વેપાર ખાધ ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો છે. આ ટેરિફને કારણે, ભારતીય નિકાસકારો, ખાસ કરીને દરિયાઈ ખોરાક અને ધાતુની નિકાસ, સૌથી વધુ પ્રભાવિત થઈ છે.

Advertisement

90 દિવસ માટે ટેરિફ બંધ કરવામાં આવ્યો છે

અમેરિકાએ અગાઉ 10 એપ્રિલથી 9 જુલાઈ સુધી 90 દિવસ માટે ભારતીય નિકાસ પર વધારાની ડ્યુટી પર રોક લાગવી હતી કારણ કે વેપાર વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે કરાર થવાની આશા વધી હતી. ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલના રોજ લગભગ 60 દેશોની આયાત પર ટેરિફ લાદવાના નિર્ણયને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ઝીંગા અને સ્ટીલ જેવા ભારતીય માલ પર 26% ડ્યુટીનો સમાવેશ થાય છે.

શેરબજારમાં તોફાની તેજી

ગુરુવારે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો, પરંતુ અડધા દિવસના કારોબાર પછી, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં તીવ્ર ઉછાળો આવ્યો. એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE સેન્સેક્સ) ના 30 શેરોના સેન્સેક્સ ઇન્ડેક્સમાં 1000 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 300 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો.

આ પણ વાંચો: 'મંત્રી તરીકે તમે કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરો છો...', કર્નલ સોફિયા કુરેશી પર બોલવા બદલ SCએ MPના મંત્રીને ફટકાર લગાવી

Tags :
Advertisement

.

×