CBDT એ ITR ફાઈલ કરવાની અંતિમ તારીખમાં કર્યો વધારો, જાણો નવી તારીખ
- CBDT એ ITR ફાઈલને લઈ આવ્યા સારા સમાચાર
- ITR ફાઇલ કરવાની તારીખ લંબાવી
- ITR ફોર્મમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો
ITR Filing : કેન્દ્ર સરકારે આવકવેરા રિટર્ન ફાઇલ (ITR Filing)કરનારાઓને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. CBDT એ નાણાકીય વર્ષ 2024-25 માટે આઈ.ટી.આર.ફાઇલ કરવાની તારીખ 31 જુલાઈ, 2025 થી વધારીને 15 સપ્ટેમ્બર, 2025 કરી છે. જોકે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે, પરંતુ આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 25 અને આકારણી વર્ષ 25-26 માટે રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવી છે.
કેમ તારીખ લંબાવવામાં આવી?
તમને જણાવી દઈએ કે સીબીડીટીએ આ નિર્ણય તાજેતરમાં આઈટીઆર ફોર્મમાં થયેલા મોટા ફેરફારો, સિસ્ટમ અપગ્રેડ અને ટીડીએસ (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) ક્રેડિટમાં થયેલી ભૂલોને કારણે લીધો છે. આ વિસ્તરણનો હેતુ કરદાતાઓને સાચા અને સરળ રિટર્ન ફાઈલ કરવા માટે વધારાનો સમય પૂરો પાડવાનો છે. આ વર્ષે ITR ફોર્મમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ સાથે આવકવેરા ફાઈલિંગ પોર્ટલ પર સિસ્ટમ અપગ્રેડનું કામ પણ કરવામાં આવ્યું છે. આ ટેકનિકલ ફેરફારોને કારણે કરદાતાઓને સમયસર સાચી માહિતી ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વધુમાં, ઘણા કરદાતાઓને TDS ક્રેડિટ મેચ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના પરિણામે ખોટો ટેક્સ ભરવાની સ્થિતિ ઊભી થતી હતી.
આ પણ વાંચો -Share Market Crash: મંગળવારે શેરબજારમાં અમંગળ,સેન્સેક્સમાં 800 પોઈન્ટ તૂટયો
કરદાતાઓ દંડ ભર્યા વગર રિટર્ન ફાઈલ કરી શકશે
જો કે નવી તારીખ અમલમાં આવ્યા પછી જો કોઈને કરદાતા 15 સપ્ટેમ્બર, 2025 સુધીમાં ITR ફાઈલ કરે છે તો તેને કોઈ દંડ ચૂકવવો પડશે નહીં. આનો અર્થ એ થયો કે હવે કરદાતાઓને તેમની કર જવાબદારીઓ પૂર્ણ કરવા માટે વધુ સમય મળ્યો છે અને તે પણ દંડ વિના. જો કે આ સમયમર્યાદા લંબાવવાથી ખાસ કરીને વ્યક્તિગત કરદાતાઓ અને નાના વ્યવસાયોને ફાયદો થશે જેમના ખાતાઓનું ઓડિટ ફરજિયાત નથી. એટલે કે, પગારદાર વર્ગ, ફ્રીલાન્સર્સ, નાના વેપારીઓ, વ્યાવસાયિકો વગેરેને આનો ફાયદો થશે.
આ પણ વાંચો -શું Elon musk ભારતને આપશે સસ્તુ internet, શું છે starlinkની પ્લાનિંગ?
5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2025 છે, જે મોટાભાગની સામાન્ય શ્રેણીઓને લાગુ પડે છે. આમાં મોટાભાગના પગારદાર કર્મચારીઓ અને બધા કરદાતાઓનો સમાવેશ થાય છે જેમના ખાતાઓનું ઓડિટ કરવું જરૂરી નથી. પગારદાર કર્મચારીઓને આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે 46 વધારાના દિવસ મળશે. જો છેલ્લી તારીખ સુધીમાં ITR ફાઇલ ન કરવામાં આવે તો 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.