ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો

કેન્દ્ર સરકારે GST કલેક્શન આંકડા જાહેર કર્યા (GST Collection) ઓગસ્ટ મહિનામાં GST 1.86 લાખ કરોડ રૂપિયા વર્ષના સમાન સમયગાળા કરતા 6.5 ટકા વધુ એપ્રિલ 2025માં રેકોર્ડ કલેક્શન GST Collection : આજે સોમવારે કેન્દ્ર સરકારે GST કલેક્શન (GST Collection) ના...
07:24 PM Sep 01, 2025 IST | Hiren Dave
કેન્દ્ર સરકારે GST કલેક્શન આંકડા જાહેર કર્યા (GST Collection) ઓગસ્ટ મહિનામાં GST 1.86 લાખ કરોડ રૂપિયા વર્ષના સમાન સમયગાળા કરતા 6.5 ટકા વધુ એપ્રિલ 2025માં રેકોર્ડ કલેક્શન GST Collection : આજે સોમવારે કેન્દ્ર સરકારે GST કલેક્શન (GST Collection) ના...
GST Collection In August

GST Collection : આજે સોમવારે કેન્દ્ર સરકારે GST કલેક્શન (GST Collection) ના આંકડા રજૂ કર્યા હતાં. જે માસિક ધોરણે ઘટ્યું છે. પરંતુ સરેરાશ ધોરણે રૂ. 1.80 લાખની સપાટી જાળવી રાખી છે. ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન 1.86 લાખ કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 6.5 ટકા વધુ છે. ઓગસ્ટ 2024 માં 1.75 લાખ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન નોંધાયુ હતું. બીજી તરફ, જો આપણે પાછલા મહિનાની વાત કરીએ તો, જુલાઈ 2025 માં GST કલેક્શનથી સરકારી તિજોરીમાં 1.96 લાખ કરોડ રૂપિયા સામે નજીવો ઘટાડો નોંધાયો છે.

સ્થાનિક આવકમાં વધારો

સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, સ્થાનિક આવકમાં ઉછાળાને કારણે, ઓગસ્ટમાં કુલ GST Collection 1.86 લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચી ગયું. ગયા મહિને આ આવક 9.6 ટકા વધીને 1.37 લાખ કરોડ રૂપિયા થઈ હતી.જ્યારે ઈમ્પોર્ટ ડ્યુટી 1.2 ટકા ઘટી રૂ. 49,354 કરોડ થયુ હતું. જો આપણે GST રિફંડ પર નજર કરીએ તો, તે વાર્ષિક ધોરણે 20 ટકા ઘટી રૂ. 19,359 કરોડ થયુ છે.

આ પણ  વાંચો -Silver : હવે ચાંદીના ઘરેણાંનાં નિયમમાં મોટો ફેરફાર,જાણો ફાયદા

એપ્રિલ 2025માં રેકોર્ડ કલેક્શન

જો આપણે અત્યાર સુધીના સૌથી મોટા GST કલેક્શનના આંકડા પર નજર કરીએ, તો એપ્રિલમાં સૌથી વધુ જીએસટી કલેક્શન નોંધાયુ હતું. ત્યારે સરકારને GST કલેક્શન મારફત રૂ. 2.37 લાખ કરોડની કમાણી થઈ હતી. જે GST લાગુ થયા પછી અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન હતું. નોંધનીય છે, GST કાઉન્સિલની બેઠક બે દિવસ પછી ત્રમ સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. જેમાં GST સુધારા હેઠળ ટેક્સ સ્લેબમાં ઘટાડો કરવા તેમજ GSTના દરોને તર્કસંગત બનાવવા પર ચર્ચા થવાની છે.

આ પણ  વાંચો -ભારતનો GDP વૃદ્ધિદર 7.8 ટકા પહોંચ્યો, નક્કર અર્થવ્યવસ્થાના સંકેત

GSTમાં ફેરફારની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી GSTમાં સુધારાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સરકાર GSTમાં સુધારા લાવી રહી છે અને તેનાથી સામાન્ય માણસ પર કરનો બોજો ઘટશે. તેનો અમલ દિવાળી પહેલાં થવાનું વચન પણ આપ્યું હતું. નવી GST સિસ્ટમમાં, કર વ્યવસ્થાને સરળ બનાવવા માટે ફક્ત બે સ્લેબ 5% અને 18% લાગુ કરવાનો પ્રસ્તાવ છે.

Tags :
August GST CollectionBusiness NewsGood News For Modi GovtGovt Earning From GSTGSTGST collectionGST Collection In AugustGST CounsilGST MeetGST ReformsGujrata FiratHiren daveModi Govtpm narendra modiRevenue Rise
Next Article