Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indigo Airline Issue: ઈન્ડિગો એરલાઈન મુદ્દે કેન્દ્ર સરકારનું આકરૂં વલણ, સંતોષકારક જવાબ ન મળે તો કડક કાર્યવાહી

Indigo Airline Issue: ઈન્ડિગો એરલાઈન મુદ્દે કેન્દ્ર સરકારનું આકરૂં વલણ સામે આવ્યું છે. જેમાં DGCAની ઈન્ડિગોના CEOને નોટિસ ફટકારી છે. તથા કારણદર્શક નોટિસ આપીને જવાબ માગ્યો છે. તથા સંતોષકારક જવાબ ન મળે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ફ્લાઈટ્સ રદ, વિલંબ, ક્રૂ શોર્ટેજથી હાલાકી થઇ રહી છે. તેમજ FDTL અંગે અગાઉથી જાણ કરાઈ હતી.
indigo airline issue  ઈન્ડિગો એરલાઈન મુદ્દે કેન્દ્ર સરકારનું આકરૂં વલણ  સંતોષકારક જવાબ ન મળે તો કડક કાર્યવાહી
Advertisement
  • Indigo Airline Issue: DGCAની ઈન્ડિગોના CEOને નોટિસ
  • કારણદર્શક નોટિસ આપીને માગ્યો જવાબ
  • ફ્લાઈટ્સ રદ, વિલંબ, ક્રૂ શોર્ટેજથી હાલાકી

Indigo Airline Issue: ઈન્ડિગો એરલાઈન મુદ્દે કેન્દ્ર સરકારનું આકરૂં વલણ સામે આવ્યું છે. જેમાં DGCAની ઈન્ડિગોના CEOને નોટિસ ફટકારી છે. તથા કારણદર્શક નોટિસ આપીને જવાબ માગ્યો છે. તથા સંતોષકારક જવાબ ન મળે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ફ્લાઈટ્સ રદ, વિલંબ, ક્રૂ શોર્ટેજથી હાલાકી થઇ રહી છે. તેમજ FDTL અંગે અગાઉથી જાણ કરાઈ હતી.

DGCAએ ઈન્ડિગો એરલાઈનના CEOને કારણદર્શક નોટિસ ફટકારી

ઈન્ડિગો એરલાઈનના ઓપરેશનલ સંકટ મુદ્દે કેન્દ્ર સરકારે આકરૂં વલણ દર્શાવ્યું છે. DGCAએ ઈન્ડિગો એરલાઈનના CEOને કારણદર્શક નોટિસ ફટકારી છે. નિયમનકારે સમગ્ર કટોકટી માટે CEO ને જવાબદાર ગણાવ્યા છે અને તેમને 24 કલાકની અંદર નોટિસનો જવાબ આપવા કહ્યું છે. DGCA એ સ્પષ્ટ કર્યું છે કે જો નિર્ધારિત સમયમાં સંતોષકારક જવાબ નહીં મળે, તો એરલાઇન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

IndiGo outage: Passengers fume over slow check-ins

Advertisement

Indigo Airline Issue: ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા લાગુ કરવા માટે 'પર્યાપ્ત વ્યવસ્થા' કરવામાં નિષ્ફળ

આ નોટિસ ઇન્ડિગો ફ્લાઇટ્સમાં થયેલા મોટા વિલંબ, રદ અને અન્ય વિક્ષેપો અંગે જારી કરી છે, જેના કારણે દેશભરના એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાયા અને એરલાઇનને એક જ દિવસમાં લગભગ એક હજાર ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. DGCAના જણાવ્યા મુજબ, ઇન્ડિગો પાઇલટ્સ માટે સુધારેલી ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા લાગુ કરવા માટે 'પર્યાપ્ત વ્યવસ્થા' કરવામાં નિષ્ફળ ગઈ છે. આ ફેરફાર મહિનાઓ પહેલા સૂચિત કરવામાં આવ્યો હતો અને 1 નવેમ્બરથી અમલમાં આવ્યો હતો.

PM Modiએ આપ્યા કડક કાર્યવાહીના નિર્દેશ

PM Modiએ ઉડ્ડયન મંત્રાલયને આ મામલે કડક પગલાં લેવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. ઉડ્ડયન મંત્રાલયના પ્રધાન રામ મોહન નાયડુ અને અન્ય અધિકારીઓએ વડાપ્રધાનને વર્તમાન પરિસ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી છે. વડાપ્રધાને કહ્યું છે કે એરલાઇન્સ મુસાફરોની સુવિધા અને સલામતીની કોઈ પણ સંજોગોમાં અવગણના ન કરે. સંદેશ સ્પષ્ટ છે કે FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન) ભલે હાલ પૂરતો પાછો ખેંચી લેવામાં આવ્યો હોઈ શકે, પરંતુ ઇન્ડિગોએ પણ મુસાફરોની સગવડતાનું પાલન કરવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ માટે રચાયેલી ચાર સભ્યોની સમિતિનો અહેવાલ રજૂ થયા પછી જ મોટા પગલાં લેવામાં આવશે.

ઇન્ડિગો પર ભારે દંડ લાદવાનો સમાવેશ થઈ શકે છે

ઇન્ડિગો પર ભારે દંડ લાદવાનો સમાવેશ થઈ શકે છે. અન્ય કડક પગલાં પણ લેવાઈ શકે છે, જેમ કે ઇન્ડિગોને કેટલાક રૂટ પર તેની ફ્લાઇટ્સ ઘટાડવા માટે કહેવામાં આવી શકે છે, અને જો જરૂરી જણાય તો કેટલાક રૂટ પાછા ખેંચી પણ શકાય છે. આ ઉપરાંત, એવી પણ ચર્ચા છે કે સરકાર ઇન્ડિગોના સીઇઓને દૂર કરવા માટે પણ કહી શકે છે. સરકાર તરફથી આ સ્પષ્ટ સંદેશ હશે કે દેશ કોઈ પણ કંપનીના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. જોકે, આ કડક પગલાં પહેલાં, સરકારની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે આગામી બે થી ત્રણ દિવસમાં ઇન્ડિગોની બધી ફ્લાઇટ્સ સામાન્ય થઈ જાય, જોકે એરલાઇન હાલમાં ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સમય માંગી રહી છે.

આ પણ વાંચો: Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

Tags :
Advertisement

.

×