Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Chandrakant Babubhai C.B. Patel: સમાજ અને પત્રકારત્વનો બુલંદ અવાજ, ચંદ્રકાંત બાબુભાઈ 'સી.બી.' પટેલ

બ્રિટનના એશિયન સમુદાય (Britain's Asian Community) માં એક મજબૂત અવાજ તરીકે જાણીતા સી.બી. પટેલની જીવનયાત્રા સિવિલ સર્વિસથી લઈને પત્રકારત્વ (Journalism) સુધી વિસ્તરેલી છે.
chandrakant babubhai c b  patel  સમાજ અને પત્રકારત્વનો બુલંદ અવાજ  ચંદ્રકાંત બાબુભાઈ  સી બી   પટેલ
Advertisement
  • Chandrakant Babubhai C.B. Patel: સી.બી. પટેલ: બ્રિટિશ એશિયન સમાજનો બુલંદ અવાજ
  • ગુજરાત સમાચારના પ્રણેતા, પત્રકારત્વ અને સેવાનો સંગમ
  • સી.બી. પટેલ: લંડનમાં ભારતીય સંસ્કૃતિના રક્ષક
  • સમાજ સેવક અને પત્રકાર, સી.બી. પટેલની પ્રેરણાદાયી સફર
  • જ્વેલ્સ ઓફ ગુજરાત, ચંદ્રકાંત બાબુભાઈ 'સી.બી.' પટેલ

Chandrakant Babubhai C.B. Patel: "નિષ્ઠા અને પરિશ્રમ જ્યારે પત્રકારત્વ સાથે જોડાય છે, ત્યારે તે સમાજ પરિવર્તનનું સબળ માધ્યમ બની જાય છે." આ વાક્યને જેમના જીવન અને કાર્યએ ચરિતાર્થ કર્યું છે, તેવું પ્રતિભાસંપન્ન નામ એટલે ચંદ્રકાંત બાબુભાઈ 'સી.બી.' પટેલ. ગુજરાતના આણંદ (Anand) જિલ્લાના ભાદરણ ગામના વતની એવા સી.બી. પટેલે સાત સમુદ્ર પાર બ્રિટન (UK) ની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને પત્રકારત્વનો ધ્વજ લહેરાવ્યો છે.

ABPL ગ્રુપના ચેરમેન (Chairman) તરીકે તેઓ છેલ્લા પાંચ દાયકાથી 'ગુજરાત સમાચાર' (Gujarat Samachar) અને 'એશિયન વોઈસ' (Asian Voice) દ્વારા બ્રિટિશ એશિયન સમુદાયના બુલંદ અવાજ (The Voice of the Society) બની રહ્યા છે. સિવિલ સર્વિસથી શરૂ થયેલી તેમની સફર પત્રકારત્વ અને સામાજિક સક્રિયતા સુધી વિસ્તરેલી છે. માર્ગારેટ થેચરથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સુધીના વૈશ્વિક નેતાઓ સાથેના તેમના સંબંધો અને લંડન-અમદાવાદ વચ્ચેની સીધી વિમાન સેવા શરૂ કરાવવા જેવી તેમની લડત તેમને સાચા અર્થમાં 'જ્વેલ્સ ઓફ ગુજરાત' (Jewels of Gujarat) ની શ્રેણીમાં મૂકે છે.

Advertisement

Chandrakant Babubhai C.B. Patel 01_GUJARAT_FIRST

Advertisement

Chandrakant Babubhai C.B. Patel: મુખ્ય પ્રદાન અને કારકિર્દી

મુખ્ય પ્રદાન અને કારકિર્દી (Career & Contributions)ની વાત કરીએ તો, ચંદ્રકાંત બાબુભાઈનું મૂળ વતન અને મૂળ (Native & Roots) આણંદ જિલ્લામાં આવેલું ભાદરણ ગામ છે. અને તમેનો જન્મ નડિયાદમાં થયો હતો.

Chandrakant Babubhai C.B. Patel: પત્રકારત્વ ક્ષેત્રે (In Journalism)

સંઘર્ષ અને પત્રકારત્વ (Struggle & Journalism)

શરૂઆત- સી.બી. પટેલ 1960 માં તાન્ઝાનિયા (Tanzania) ગયા અને બાદમાં 1966 માં ઈંગ્લેન્ડ સ્થાયી થયા.

ગુજરાત સમાચાર- 1976માં તેમણે 'ગુજરાત સમાચાર' (Gujarat Samachar) ની જવાબદારી સંભાળી હતી. અને તેને યુકે (UK) નું સૌથી મોટું એશિયન સાપ્તાહિક બનાવ્યું.

Chandrakant Babubhai C.B. Patel 02_GUJARAT_FIRST

તેઓ 'ગુજરાત સમાચાર' (Gujarat Samachar) અને 'એશિયન વોઈસ' (Asian Voice) સાપ્તાહિકોના માધ્યમથી જ્ઞાન અને જાગૃતિ (Awareness) ફેલાવવાનું કાર્ય કરે છે. તેમણે બ્રિટિશ પાસપોર્ટ ધારક ભારતીયોના હક માટે અને હરે કૃષ્ણ મંદિર (Hare Krishna Temple) ની સુરક્ષા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. 2003 માં લંડનથી અમદાવાદની સીધી ફ્લાઈટ (Direct Flights) શરૂ કરાવવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે.

આ પણ વાંચો--- Prof. Bipin Chandra Jethalal Sangankar: પ્રો.બિપિનચંદ્ર જેઠલાલ સાંગણકર, સરદાર પટેલના વારસાને જીવંત રાખનાર આદર્શ દેશભક્ત

Chandrakant Babubhai C.B. Patel: વિશેષ ઉપલબ્ધિઓ (Special Achievements)

ચંદ્રકાંતના રાજકીય સંબંધો (Political Relations) પણ ખાસ રહ્યા છે. તેઓ માર્ગારેટ થેચરથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) સુધીના નેતાઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ વેમ્બલી સ્ટેડિયમમાં તેમના નેતૃત્વના વખાણ કર્યા હતા.

સિદ્ધિઓની વાત કરીએ તો, ચંદ્રકાંત બાબુભાઈ 'સી.બી.' પટેલને મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા ગોલ્ડ મેડલ (Gold Medal) થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (Hindu Forum of Britain) અને સરદાર પટેલ મેમોરિયલ (UK) જેવી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર છે.

Chandrakant Babubhai C.B. Patel 03_GUJARAT_FIRST

સામાજિક અને રાજકીય પ્રભાવ (Social & Political Influence)

હિન્દુ ધર્મનું રક્ષણ: તેમણે લેચવર્થ હીથ (Letchmore Heath) ખાતેના હરે કૃષ્ણ મંદિરને બચાવવા માટે લડત આપી હતી.

ભારતીય સમુદાય માટે તેઓ હંમેશા કાર્યશીલ રહ્યા છે. વર્ષ 1981 માર્ગારેટ થેચરની પ્રથમ ભારત મુલાકાત વખતે તેઓ એકમાત્ર બ્રિટિશ ભારતીય પત્રકાર (British Indian Journalist) તરીકે તેમની સાથે હતા.

લંડન અને અમદાવાદ વચ્ચે સીધી હવાઈ સેવા (Direct Flight) શરૂ થાય તે માટે તેમણે વર્ષો સુધી ઝુંબેશ ચલાવી હતી જે 2003 માં સફળ રહી હતી.

જીવન મંત્ર (Mantra for Life)

તેમની ફિલોસોફી છે, "Stay there and fight. Don't lose. Success comes along the way." (ત્યાં ટકી રહો અને લડો. હારશો નહીં. સફળતા રસ્તામાં જ મળે છે).

આ પણ વાંચો--- Chandrika 'Rika' & Manhar 'Manu' Shah: ચંદ્રિકા 'રીકા' અને મનહર 'મનુ' શાહની સફળતાની કહાણી

Tags :
Advertisement

.

×