Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'ડીપસીક'ને ટક્કર આપશે ChatGPTનું 'ડીપ રિસર્ચ' ટૂલ, ટેક્સ્ટની સાથે ઈમેજ-વીડિયોમાં માહિતી આપશે

ચાઈનીઝ AI ફર્મ 'ડીપસીક'એ ChatGPT સહિત અમેરિકાની માર્કેટમાં હલચલ મચાવી દીધી હતી. હવે તેના જવાબમાં અમેરિકન કંપની OpenAIએ પણ તેના ટૂલમાં એક મોટો ફેરફાર કર્યો છે.
 ડીપસીક ને ટક્કર આપશે chatgptનું  ડીપ રિસર્ચ  ટૂલ  ટેક્સ્ટની સાથે ઈમેજ વીડિયોમાં માહિતી આપશે
Advertisement
  • ચાઈનીઝ AI ફર્મ 'ડીપસીક'એ માર્કેટમાં હલચલ મચાવી હતી
  • અમેરિકન કંપની OpenAIએ પણ તેના ટૂલમાં મોટો ફેરફાર કર્યો
  • ChatGPTમાં આ અપગ્રેડથી ઘણાં કાર્યોમાં સરળતા વધી જશે

ચાઈનીઝ AI ફર્મ 'ડીપસીક'એ ChatGPT સહિત અમેરિકાની માર્કેટમાં હલચલ મચાવી દીધી હતી. હવે તેના જવાબમાં અમેરિકન કંપની OpenAIએ પણ તેના ટૂલમાં એક મોટો ફેરફાર કર્યો છે. ChatGPTમાં આ અપગ્રેડથી ઘણાં કાર્યોમાં સરળતા વધી જશે. ChatGPTએ કોમ્પલેક્સ વેબ કાર્યો સરળતાથી કરવા માટે નવું 'ડીપ રિસર્ચ' ટૂલ ઉમેર્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે તેની મદદથી, યુઝર્સ થોડીવારમાં મલ્ટીપલ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશે. તો ચાલો આપણે આ ટૂલ વિશે વિગતવાર જાણીએ.

ડીપ રિસર્ચ શું છે?

ડીપ રિસર્ચ એ OpenAIનો એક નવો AI એજન્ટ છે જે ગયા મહિને 'OpenAI for Enteprise Related Tasks' લોન્ચ કર્યા બાદ બજારમાં રજૂ કરાયો હતો. તે OpenAIના નવીનતમ o3 રિઝનિંગ મોડેલ પર કામ કરે છે. વેબ બ્રાઉઝિંગ અને ડેટા વિશ્લેષણ માટે આ એક સારો વિકલ્પ બની શકે છે. OpenAI દાવો કરે છે કે નવો AI એજન્ટ એક મોટો રિપોર્ટ બનાવવા માટે ઇન્ટરનેટ પર ટેક્સ્ટ, ઈમેજ અને PDF સર્ચ કરે છે અને તેને સમજી શકે છે.

Advertisement

તે કેવી રીતે કામ કરે છે?

આ ડીપ રિસર્ચ ટૂલ યૂઝર્સને એક પ્રોમ્પ્ટ આપીને કાર્ય કરે છે. આ પ્રોમ્પ્ટ પ્રશ્ન અથવા રિક્વેસ્ટ હોઈ શકે છે. ત્યારબાદ ડીપ રિસર્ચ ટૂલ ઇન્ટરનેટ પર માહિતી શોધશે અને યૂઝર્સને ડિટેઈલ ફિડબેક આપશે. આ ફિડબેકમાં ટેક્સ્ટ, ઈમેજ અને વીડિયો પણ સામેલ હોઈ શકે છે.

Advertisement

તેનાથી શું ફાયદો થશે?

  • આ ડીપ રિસર્ચ ટૂલના ઘણા ફાયદા છે. પ્રથમ, તે યૂઝર્સને કોમ્પલેક્સ અને મલ્ટીપલ કાર્યો ઑનલાઇન પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે.
  • યૂઝર્સને રિસર્ચ-આધારિત માહિતીનો ભંડાર ઝડપથી અને સરળતાથી શોધવામાં મદદ કરશે.
  • તે માહિતીને સમજવા અને વિશ્લેષણ કરવામાં પણ મદદ કરી શકે છે.
  • ફક્ત ટેક્સ્ટ નહીં પરંતુ ઈમેજ, વીડિયો અને ટેબલ ફોર્મેટમાં ડેટા આપશે, જેનાથી સમજવામાં ઘણી સરળતા રહેશે.

વિદ્યાર્થીઓ અને રિસર્ચર માટે 'બ્રહ્માસ્ત્ર'

યૂઝર્સ નવા ડીપ રિસર્ચ ટૂલનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. આ ટૂલ ખાસ વિદ્યાર્થીઓ, રિસર્ચર અને વ્યાવસાયિકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. કંપની માને છે કે આ ટૂલથી યૂઝર્સની ઓનલાઇન માહિતી સાથે કોમ્યુનિકેશન કરવાની રીતને બદલી શકાશે.

આ પણ વાંચો: Facebookના કેમેરા અને સ્પીકર્સવાળા AI ચશ્માની ડિમાન્ડ, 1 મિલિયનથી વધુ યુનિટ વેચાયા

Tags :
Advertisement

.

×