Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ration ATM માં ફીંગર પ્રિન્ટથી મળશે કરિયાણું, લાંબી કતારોની ઝંઝટમાંથી મુક્તિ

Ration ATM, નો અનોખો પ્રયોગ છત્તીસગઢમાં લાગુ કરવાની તૈયારી છે, આ સિસ્ટમ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની જેમ લાગુ કરવામાં આવશે, જ્યાં આ જ પ્રકારની સમાન મશીનો પહેલાથી જ કાર્યરત છે. નવી સિસ્ટમ લાગુ થયા પછી, લાભાર્થીઓ એટીએમ મશીનની જેમ જ તેમના ફિંગરપ્રિન્ટ્સ સ્કેન કરીને રાશન મેળવી શકશે. આનાથી પરંપરાગત દુકાનો પર નિર્ભરતા ઓછી થશે, અને પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે.
ration atm માં ફીંગર પ્રિન્ટથી મળશે કરિયાણું  લાંબી કતારોની ઝંઝટમાંથી મુક્તિ
Advertisement
  • Ration ATM, નો અનોખો પ્રયોગ છત્તીસગઢમાં લાગુ કરવાની તૈયારી
  • પૈસાના એટીએમની જેમ હવે કરિયાણું પણ મેળવાય તેવું આયોજન
  • ઓડિશા બાદ હવે અન્ય રાજ્યમાં આ રીતે પારદર્શી પ્રયાસ કરાશે

Ration ATM : છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સાંઈ સરકાર (Vishnu Deo Sai - Chhattisgarh Government) રાજ્યમાં સરકારી રેશન દુકાનોમાં થતી ગેરરીતિઓને રોકવા માટે એક મોટું પગલું ભરી રહી છે. સરકાર હવે "રેશન એટીએમ" નામનો પાયલોટ પ્રોજેક્ટ (Ration ATM - Pilot Project) શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ સિસ્ટમ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની જેમ લાગુ કરવામાં આવશે, જ્યાં આ જ પ્રકારની સમાન મશીનો પહેલાથી જ કાર્યરત છે.

Ration ATM, પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે

નવી સિસ્ટમ લાગુ થયા પછી, લાભાર્થીઓ એટીએમ મશીનની જેમ જ તેમના ફિંગરપ્રિન્ટ્સ સ્કેન કરીને રાશન મેળવી શકશે. આનાથી પરંપરાગત દુકાનો પર નિર્ભરતા ઓછી થશે, અને પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ------------ વૈશ્વિક મંદી વચ્ચે IMF એ નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો વૃદ્ધિ દર વધાર્યો

Ration ATM, લોકો આત્મનિર્ભર બનશે

રાજ્ય ખાદ્ય આયોગના અધ્યક્ષ સંદીપ શર્માના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આ પહેલી વાર રાશન એટીએમ મશીનો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. જે માટેનું એક સ્થાન પસંદ કરવામાં આવ્યું છે, અને મુખ્યાલયને દરખાસ્ત મોકલવામાં આવી છે. તેમનું કહેવું છે કે, આ પહેલ માત્ર કાળાબજારને જ નહીં પરંતુ લોકોને રાશન મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી પણ રાહત આપશે. વધુમાં, આ પગલું લોકોને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

રાયપુરથી યોજનાની શરૂઆત

સરકાર સૌપ્રથમ આ યોજનાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરશે. રાજધાની રાયપુરમાં એક સ્થાન પસંદ કરવામાં આવ્યું છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે આ યોજનાનો અમલ કરશે.

આ બાબતો પર રહેશે નજર

રાજ્યમાં અંદાજે 77 લાખ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકો છે, જેમને દર મહિને સબસિડીવાળા દરે રાશન પૂરું પાડવામાં આવે છે. રાજ્યમાં 13 હજારથી વધુ પીડીએસ દુકાનો કાર્યરત છે. રાશન એટીએમના અમલીકરણથી પીડીએસ દુકાનો પર કાળાબજારી પર કેવી અસર પડશે, અને લોકોને ખરેખર રાહત મળશે કે, કેમ તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો ------------ કેન્દ્રીય કર્મચારીઓની 'બલ્લે-બલ્લે': 8th Pay Commission માં પગાર વધારાનો માસ્ટરપ્લાન!

Tags :
Advertisement

.

×