ચીનની DeepSeek AI એ તબાહ કર્યું અમેરિકન બજાર , 1 ટ્રિલિયન ડોલરનું નુકસાન
- ચીનના નૈસ્ડેમ 100 ઇન્ડેક્સમાં 3 ટકાનો ઘટાડો
- 1 ટ્રિલિયન ડોલરનું અમેરિકન રોકાણકારોને નુકસાન
- ચીનની ટેક્નોલોજી સામે અમેરિકન ટેક્નોલોજી થઇ ફેલ
વોશિંગ્ટન : સોમવારે નૈસ્ડૈમ 100 ઇન્ડેક્સમાં 3 ટકાનો ઘટાડો આવ્યો છે, જે ગત્ત 6 અઠવાડીયામાં સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડો નૈસ્ડૈક 100 લગભગ સપાટ થઇ ગયો અને તેનું મુલ્ય શુક્રવારની તુલનામાં 1 ટ્રિલિયન ડોલર થઇ ગયું.
ચીનની DeepSeek AI એ અમેરિકી બજારમાં મોટી તબાહી મચાવી છે. સ્થિતિ એવી છે કે, એક દિવસમાં જ અમેરિકી શેર બજારમાં 1 ટ્રિલિયન ડોલરનું નુકસાન થઇ ગયું. ગત્ત બે વર્ષોથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી અમેરિકી શેરબજારના રોકાણકારો માટે વરદાન સાબિત થઇ રહી હતી.
આ પણ વાંચો : Infosys ના કો-ફાઉન્ડર વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ કેસ
2023 થી ભારે તેજી હતી
2023 ની શરૂઆતથી નૈસ્ડૈક 100 ઇન્ડેક્સમાં 91 ટકાનો વધારો થયો હતો, જેના કારણે $14 ટ્રિલિયનથી વધારેની સંપત્તી જોડાઇ અને મોટી ટેક કંપનીઓના માલિકોએ અબજો રૂપિયા કમાયા. જો કે ચીનની DEEPSEEK AI એ પોતાની નવી ટેક્નોલોજી ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું, લોકોના હોશ ઉડી ગયા. તે ઉપરાંત તેનો ખર્ચ એટલો ઓછો છે કે તેના કારણે બીજી મોટી AI કંપનીઓની ચિંતામાં વધારો કર્યો.
China's DeepSeek sparks fear and AI price war, raises investor concerns: UBS Report
Read @ANI Story | https://t.co/MB2X8gNDbJ#AI #DeepSeek #China #pricewar pic.twitter.com/g79jDEjwst
— ANI Digital (@ani_digital) January 28, 2025
ટ્રમ્પની યોજનાને થઇ શકે છે મોટુ નુકસાન
હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા AI માં 500 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત બાદ, S&P 500 ઇન્ડેક્સે એક નવો રેકોર્ડ બનાવ્યો. Nvidia કોર્પની પાસે સૌથી બેહતરીન ચિપ્સ હતા અને META Platforms INC, Open AI જેવી કંપનીઓ AI ના ક્ષેત્રમાં આગળ માનવામાં આવે છે.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પની પોલિસીથી પરેશાન અભિનેત્રી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી, કહ્યું હું બધુ જ કરવા તૈયાર પણ ટ્રમ્પ...
ચીની સ્ટાર્ટઅપના કારણે નુકસાન
જો કે ચીનની નવી AI સ્ટાર્ટઅપ DEEP SEEK એ આ તસ્વીરને બદલી દીધી. આ કંપનીનું AI પ્લેટફોર્મ ન માત્ર ટેક્નીકલ રીતે અમેરિકીઓને બરાબર અથવા બહેતર સાબિત થયું. પરંતુ તેને ઓછા ખર્ચ અને ખુબ જ ઓછા ખર્ચની સાથે કામ કરવામાં સક્ષમ બતાવવામાં આવી રહ્યું છે.
સતત ઘટી રહ્યું છે અમેરિકન બજાર
DEEPSEEK AI ના બજારમાં આવતાની સાથે જ સોમવારે નૈસ્ડૈક 100 ઇન્ડેક્સમાં 3 ટકાનો ઘટાડો આવ્યો જે ગત્ત 6 અઠવાડીયાનો સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડાથી નૈસ્ડૈક 100 લગભગ સપાટ થઇ ગયું અને તેનું મુલ્ય શુક્રવારની તુલનાએ 1 ટ્રિલિયન ડોલર ઘટી ગયું. Nvidia એ માર્ચ 2020 બાદથી સૌથી ખરાબ દિવસ જોયો, જ્યાં તેની બજાર મુલ્ય 600 બિલિયન ડોલર સુધી ઘટી ગયું.
આ પણ વાંચો : અમેરિકન નાગરિકોની સમૃદ્ધિ માટે વિદેશી દેશો પર ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે Trump!