Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

નવા વર્ષમાં સિગારેટ, પાન-મસાલાનું સેવન મોંઘુ પડશે, જાણો ક્યારથી ભાવ વધારો ઝીંકાશે

સરકાર દ્વારા સિગારેટ, પાન-મસાલા સહિતની તમાકુની પ્રોડક્ટ્સ પર વધારાનો ટેક્સ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે વ્યસન કરવું ભવિષ્યમાં મોંઘુ પડશે. ડિસેમ્બર માસમાં સરકાર દ્વારા બે બીલને મંજુરી આપવામાં આવી હતી. હવે સરકારે તેને લાગુ કરવા માટેના આયોજનની જાહેરાત કરી છે. આ નિર્ણયને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
નવા વર્ષમાં સિગારેટ  પાન મસાલાનું સેવન મોંઘુ પડશે  જાણો ક્યારથી ભાવ વધારો ઝીંકાશે
Advertisement
  • નવા વર્ષમાં સ્વાસ્થ્ય માટે નુકશાનકારક વસ્તુઓ પર મોંઘવારીનો માર
  • સરકારે નોટીફીકેશન જારી કરીને અગત્યની જાહેરાત કરી
  • આગામી સમયમાં વ્યસન કરવું તમારા ખીસ્સા પર ભારે પડશે

Cigarette And Pan-Masala Going To Costly : જો સિગારેટ, બીડી અને પાન મસાલા તમારા રોજિંદા જીવનનો ભાગ છે, અને તમે તેના વગર ખાલીપણાની લાગણી અનુભવો છો, તો આ સમાચાર તમારા માટે છે. આગામી થોડા અઠવાડિયામાં આ સેવનની આદત વધુ મોંઘી થવાની છે. સરકારે 1 ફેબ્રુઆરીથી તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી છે. વધુમાં, પાન મસાલા પર એક નવો સેસ લાદવામાં આવ્યો છે, જે 1 ફેબ્રુઆરીથી પણ લાગુ થશે. આનો અર્થ એ છે કે, સિગારેટ, બીડી અને પાન મસાલા જેવા તમાકુ ઉત્પાદનો 1 ફેબ્રુઆરીથી વધુ મોંઘા થશે.

લાગુ કરવામાં આવેલા ટેક્સની ટકાવારી

અત્રે નોંધનીય છે કે, તમાકુ અને પાન મસાલા પરના આ નવા કર GST દર ઉપરાંત લાગુ કરાશે, અને હાલમાં આવા પાપી માલ (Sin Goods) પર લાદવામાં આવતા કમ્પનસેશન સેસને બદલશે. સરકારી સૂચના અનુસાર, 1 ફેબ્રુઆરીથી, પાન મસાલા, સિગારેટ, તમાકુ અને તેના જેવા ઉત્પાદનો પર 40% GST દર લાગુ થશે, જ્યારે બીડી પર 18% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ પડશે.

Advertisement

સંસદમાં ડિસેમ્બર માસમાં બે બીલને મંજૂરી આપવામાં આવી હતી

સિગારેટ અને બીડી ઉપરાંત, પાન મસાલા પર પણ હેલ્થ અને નેશનલ સિક્ટોરીટી સેસ લાગુ કરવામાં આવનાર છે. તમાકુ અને સંબંધિત ઉત્પાદનો પર પણ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાગુ કરાશે. નાણા મંત્રાલયે નવા ચ્યુઇંગ ટોબેકો, જરદા સેન્ટેડ ટોબેકો અને ગુટખા પેકિંગ મશીનો (ક્ષમતા નિર્ધારણ અને ડ્યુટી વસૂલવા) નિયમો, 2026 ને પણ સૂચિત કર્યા છે. સંસદે ડિસેમ્બરમાં બે બિલને મંજૂરી આપી હતી, જેમાં પાન મસાલાના ઉત્પાદન પર નવો હેલ્થ અને નેશનલ સિક્ટોરીટી સેસ અને તમાકુ પર એક્સાઇઝ ડ્યુટી લાદવાની મંજૂરી આપવામાં આવી હતી.

Advertisement

અલગ-અલગ દર 1 ફેબ્રુઆરીથી બંધ કરાશે

બુધવારે, સરકારે આ વસૂલાત માટે 1 ફેબ્રુઆરીથી અસરકારક તારીખ તરીકે સૂચના આપી હતી. હાલનો GST વળતર સેસ, જે હાલમાં અલગ અલગ દરે વસૂલવામાં આવે છે, 1 ફેબ્રુઆરીથી બંધ થઈ જશે.

આ પણ વાંચો ------  LPG Cylinder Price: વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો હવે કેટલી છે કિંમત?

Tags :
Advertisement

.

×