ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Closing Bell:દિવસ ભરની વધ ઘટ બાદ લાલ નિશાનમાં બંધ!

Closing Bell : સ્થાનિક શેરબજારમાં(Closing Bell) સંઘર્ષ ચાલુ રહ્યો અને અંતે બુધવારે તે ઘટાડા સાથે બંધ થયો. કારોબારના અંતે, BSE સેન્સેક્સ 72.56 પોઈન્ટ ઘટીને 74,029.76 પર બંધ થયો. એ જ રીતે, NSEનો નિફ્ટી પણ 27.4 પોઈન્ટ ઘટીને 22,470.50 પર બંધ...
04:37 PM Mar 12, 2025 IST | Hiren Dave
Closing Bell : સ્થાનિક શેરબજારમાં(Closing Bell) સંઘર્ષ ચાલુ રહ્યો અને અંતે બુધવારે તે ઘટાડા સાથે બંધ થયો. કારોબારના અંતે, BSE સેન્સેક્સ 72.56 પોઈન્ટ ઘટીને 74,029.76 પર બંધ થયો. એ જ રીતે, NSEનો નિફ્ટી પણ 27.4 પોઈન્ટ ઘટીને 22,470.50 પર બંધ...
share market closing today

Closing Bell : સ્થાનિક શેરબજારમાં(Closing Bell) સંઘર્ષ ચાલુ રહ્યો અને અંતે બુધવારે તે ઘટાડા સાથે બંધ થયો. કારોબારના અંતે, BSE સેન્સેક્સ 72.56 પોઈન્ટ ઘટીને 74,029.76 પર બંધ થયો. એ જ રીતે, NSEનો નિફ્ટી પણ 27.4 પોઈન્ટ ઘટીને 22,470.50 પર બંધ થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટાટા મોટર્સ, આઇટીસી, બજાજ ફાઇનાન્સ વધ્યા હતા.

કયા ક્ષેત્રમાં કેવી હિલચાલ થઈ?

સમાચાર અનુસાર, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો છે. ક્ષેત્રીય મોરચે, ઓટો, બેંક, ફાર્મામાં અડધા ટકાનો વધારો જોવા મળ્યો, જ્યારે મેટલ, આઇટી, રિયલ્ટી, ટેલિકોમ, પીએસયુ બેંક, મીડિયામાં 0.5-3 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

લાલ નિશાનમાં બંધ માર્કેટ

ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 12 માર્ચે વધારા સાથે ખુલ્યા હતા પરંતુ ટૂંક સમયમાં જ તેમના બધા ફાયદા ગુમાવી દીધા અને ઘટાડામાં સરી ગયા હતા. બીજી બાજુ 11 માર્ચે, બજાર બીજા એક અસ્થિર ટ્રેડિંગ સત્રમાં ફ્લેટ બંધ થયું. ગઈકાલે, મેટલ, રિયલ્ટી, ટેલિકોમ, ઓઇલ અને ગેસ શેરોમાં ખરીદી વચ્ચે નિફ્ટી 22,500 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

આ પણ   વાંચો -Stock Market: સેન્સેક્સ-નિફ્ટીનું મંદ વલણ યથાવત,આ શેરમાં સૌથી મોટો કડાકો

આજે એશિયન બજારોમાં તેજી

બુધવારે મોટાભાગના એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ યોજનાઓ અને સંભવિત મંદીની ચિંતાઓને કારણે વોલ સ્ટ્રીટમાં અસ્થિરતા જોવા મળી હતી.જાપાનનો નિક્કી ઇન્ડેક્સ સપાટ હતો પરંતુ તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.69% વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.18% વધ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 1.6% ઘટ્યો.

આ પણ   વાંચો -ટ્રમ્પની ટેરિફ નીતિઓએ ઉભું કર્યું આર્થિક સંકટ! અમેરિકા સહિત વિશ્વ પર...

ગઈકાલે બજારનો ટ્રેન્ડ કેવો રહ્યો?

છેલ્લા ટ્રેડિંગ સત્રમાં એટલે કે મંગળવાર (11 માર્ચ) ના રોજ, સ્થાનિક શેરબજારમાં અસ્થિર વેપાર જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ 73,743.88 પર ખુલ્યો અને દિવસ દરમિયાન 74,195.17 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. અંતે તે 12.85 રૂપિયા (૦.02%) ના ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયો.નિફ્ટી 50 22,345.95 પર ખુલ્યો અને 22,522.10 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. આ પછી, તે આખરે 37.60 પોઈન્ટ એટલે કે 0.17% વધીને 22,497 પર બંધ થયો.

Tags :
closing bellClosing Bell todayNiftynifty todaySensexsensex closing todayshare Market closing todayshare market latest newsshare market newsshare-marketstock market update today
Next Article