Crude Oil Price Hike: તેલના ભાવમાં આગ ઝરતી તેજી! બ્રેન્ટ ક્રૂડની સદી પાર, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થશે?
- જૂન 2022 પછી પ્રથમ વખત તેલ સર્વોચ્ચ સપાટીએ
- બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 119 ડોલરને પાર પહોંચ્યું
- ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની આશંકા
- મોંઘવારીના મોરચે સામાન્ય જનતાને લાગશે ઝટકો
- વૈશ્વિક તણાવને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ
Crude Oil Price Hike : છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના (Crude Oil) ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, બ્રેન્ટ ક્રૂડનો (Brent Crude) ભાવ પ્રતિ બેરલ 119 ડોલરની સપાટીને વટાવી ગયો છે. આ કિંમતો જૂન 2022 પછીની સૌથી ઉંચી સપાટી છે. આ ભાવવધારા પાછળ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલો લાંબો સંઘર્ષ અને મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલી ભૌગોલિક-રાજકીય અસ્થિરતા મુખ્ય કારણો માનવામાં આવે છે.
Crude Oil Price Hike : ભારત પર તેની અસર
ક્રૂડ ઓઈલ પ્રાઈસ હાઈક (Crude Oil Price Hike) ની સૌથી વધુ અસર ભારત જેવા દેશો પર પડી શકે છે, જે પોતાની જરૂરિયાતનું લગભગ 85% તેલ આયાત કરે છે. જ્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધે છે, ત્યારે દેશની આયાત પાછળનો ખર્ચ (Import Bill) વધી જાય છે. આનાથી ડોલરની સામે રૂપિયો નબળો પડે છે અને રાજકોષીય ખાધમાં વધારો થાય છે. જો આ તેજી લાંબો સમય ટકી રહેશે, તો સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવા માટે મજબૂર બનશે.
મોંઘવારીનો બેવડો માર
ઈંધણના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટ કોસ્ટ (Transport Cost) એટલે કે પરિવહન ખર્ચમાં સીધો વધારો થાય છે. ટ્રક અને અન્ય માલવાહક વાહનોનું ભાડું વધતા શાકભાજી, દૂધ, અનાજ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે. આ ઉપરાંત, વિમાનના ઈંધણ (ATF) ના ભાવ વધવાથી હવાઈ મુસાફરી પણ મોંઘી બની શકે છે. મધ્યમ વર્ગના પરિવારો માટે આ સ્થિતિ 'પડ્યા પર પાટુ' સમાન સાબિત થઈ શકે છે, કારણ કે ફુગાવો (Inflation) વધવાથી લોકોની ખરીદશક્તિ ઘટે છે.
ભવિષ્યનું અનુમાન
તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક (OPEC) દ્વારા ઉત્પાદન કાપ ચાલુ રાખવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં (Supply Chain) અવરોધો આવતા ભાવ હજુ પણ વધી શકે છે તેવી નિષ્ણાતોની ધારણા છે. જો બ્રેન્ટ ક્રૂડ $125 ની સપાટી વટાવશે, તો વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની આશંકા પણ સેવાઈ રહી છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધો પર છે, કારણ કે તેના પર જ તેલના પુરવઠાનો આધાર રહેલો છે.
આ પણ વાંચો : Alexei Mordashov : રશિયન લક્ઝૂરી જહાજે 'હોર્મુઝ'માં બ્લોકેડની ઐસીતૈસી કરી !


