ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

DA hike news : કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, DAમાં થઈ શકે છે 3 ટકાનો વધારો

ટૂંક સમયમાં જાહેર થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો મળશે.
12:45 PM Sep 08, 2025 IST | Mihir Solanki
ટૂંક સમયમાં જાહેર થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો મળશે.
7th Pay Commission

જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી કે નિવૃત્ત પેન્શનર છો, તો તમારા માટે એક મોટી અને ખુશખબર આવી રહી છે. દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થતાં જ, સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA) માં વધારાની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, દશેરા અને દિવાળીના તહેવારો પહેલાં જ દેશભરના કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળી શકે છે. મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો થવાની સંભાવના છે, જેનો સીધો લાભ 1.2 કરોડથી વધુ લોકોને થશે.

વર્તમાન સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને 55% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જો સરકાર દ્વારા 3% નો વધારો જાહેર કરવામાં આવે તો, આ ભથ્થું વધીને 58% થઈ જશે. આ વધારો કર્મચારીઓ અને પેન્શનરો બંનેના માસિક પગાર અને પેન્શનમાં સ્પષ્ટપણે જોવા મળશે. અહેવાલો અનુસાર, આ વધારાની ઔપચારિક જાહેરાત ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં થઈ શકે છે.

DA NEWS

સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે. પહેલો વધારો જાન્યુઆરીથી લાગુ થાય છે અને તેની જાહેરાત ફેબ્રુઆરી-માર્ચમાં થાય છે, જ્યારે બીજો વધારો જુલાઈથી લાગુ થાય છે અને તેની જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન કરવામાં આવે છે. આ ખાસિયતને કારણે, આ વધારો હંમેશા પાછલી તારીખથી (જૂલાઈથી) લાગુ થશે અને કર્મચારીઓને આ સમયગાળાનું એરિયર પણ મળશે, જે તેમના માટે એક વધારાનો આર્થિક લાભ સાબિત થશે.

મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે થાય છે? (DA hike news)

મોંઘવારી ભથ્થાની ગણતરી મુખ્યત્વે ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW) ના આધારે થાય છે. છેલ્લા 12 મહિનાની સરેરાશ કાઢીને, 7મા પગાર પંચના ફોર્મ્યુલા મુજબ તેનું ટકાવારી પ્રમાણ નક્કી કરવામાં આવે છે. આ જ કારણ છે કે મોંઘવારી ભથ્થું સીધું મોંઘવારી સાથે જોડાયેલું છે.

DA HIKE NEWS

આ રીતે થાય છે DAની ગણતરી

જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રુ.18,000 હોય, તો જુલાઈ 2025 થી તેના માસિક પગારમાં લગભગ રુ.540 નો વધારો થશે, જે વાર્ષિક ધોરણે રુ.6,480 નો લાભ આપશે. તેવી જ રીતે, જે કર્મચારીનો પગાર રુ.30,000 છે, તેમને હવે મોંઘવારી ભથ્થા તરીકે રુ.9,990 ના બદલે રુ.10,440 મળશે. જ્યાં એક તરફ મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળવાની છે, ત્યાં બીજી તરફ કર્મચારીઓની નજર 8મા પગાર પંચ પર પણ ટકેલી છે. જોકે, હાલ સરકારનું ધ્યાન તહેવારો પહેલાં કર્મચારીઓને તાત્કાલિક રાહત આપવા પર કેન્દ્રિત છે.

આ પણ વાંચો :  Gold Price Today : ચંદ્રગ્રહણ બાદ સોના-ચાંદીના ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો આજનો લેટેસ્ટ રેટ

Tags :
7th pay commission newsCentral government DADA Hike NewsPensioner DA news
Next Article