Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Dahyabhai Revabhai Patel: સોય વગરના ઇન્જેક્શન દ્વારા ફાર્મા ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર ગુજરાતી રતન એટલે ડાહ્યાભાઈ પટેલ

ગાંધીનગરના એક નાનકડા ગામથી અમેરિકા સુધીની સફર ખેડનાર ડાહ્યાભાઈ પટેલની વાર્તા સાચા અર્થમાં 'ઝવેરીમાંથી જગતનો તાત' જેવી પ્રેરણાદાયી છે. પોતાની બુદ્ધિમત્તા અને સખત મહેનતથી તેમણે તબીબી ક્ષેત્રે એક અદભૂત શોધ કરી છે.
dahyabhai revabhai patel  સોય વગરના ઇન્જેક્શન દ્વારા ફાર્મા ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર ગુજરાતી રતન એટલે ડાહ્યાભાઈ પટેલ
Advertisement
  • Dahyabhai Revabhai Patel: સોય વગરના ઇન્જેક્શનના સર્જક- ડાહ્યાભાઈ પટેલ
  • ચડાસણાથી કેલિફોર્નિયા: એક ગુજરાતીની વૈશ્વિક ઉડાન
  • પુત્રના આંસુમાંથી જન્મેલી ક્રાંતિકારી શોધ, J-Tip
  • તબીબી જગતમાં ક્રાંતિ, હવે ઇન્જેક્શનમાં દર્દ નહીં!
  • વિજ્ઞાન અને સેવાના પર્યાય, ડાહ્યાભાઈ રેવાભાઈ પટેલ

Dahyabhai Revabhai Patel: જ્યારે દ્રઢ મનોબળ અને સમાજ કલ્યાણની ભાવના એકસાથે મળે છે, ત્યારે ડાહ્યાભાઈ રેવાભાઈ પટેલ (Dahyabhai Revabhai Patel) જેવું વ્યક્તિત્વ સર્જાય છે. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના એક નાનકડા ગામ ચડાસણામાં જન્મેલા ડાહ્યાભાઈએ સાબિત કરી દીધું છે કે સાચું જ્ઞાન અને સંશોધન વૃત્તિ ભૌગોલિક સીમાઓને ઓળંગી શકે છે.

તેઓ માત્ર એક સફળ ઉદ્યોગસાહસિક જ નહીં, પરંતુ એક ક્રાંતિકારી સંશોધક પણ છે, જેમણે તબીબી જગતને J-Tip જેવી સોય વગરની ઇન્જેક્શન સિસ્ટમ (Needle-free Injection System) ભેટમાં આપી છે. એક પિતા તરીકે પોતાના સંતાનને ઇન્જેક્શનના દુખાવાથી બચાવવાની મથામણમાંથી જન્મેલો આ વિચાર આજે વિશ્વભરની હોસ્પિટલોમાં લાખો દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે. ભારતથી અમેરિકા સુધીના તેમના સંઘર્ષ અને સફળતાની આ ગાથા દરેક યુવા પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

Advertisement

Dahyabhai Revabhai Patel 01_GUJARAT_FIRST

Advertisement

Dahyabhai Revabhai Patel: બાળપણ અને પ્રારંભિક શિક્ષણ

ડાહ્યાભાઈનો જન્મ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ચડાસણા ગામ (Chadasana village in Gandhinagar district of Gujarat) માં શ્રીમતી નાથીબેન (Nathiben) અને રેવાભાઈ પટેલ (Revabhai Patel) ના ઘરે થયો હતો. તેમના પિતા ખેતીકામ (Farming) સાથે જોડાયેલા હતા. 9 ભાઈ-બહેનો સાથે રમત-ગમત અને મસ્તીમાં વીતેલું તેમનું બાળપણ, આજે પણ તેમના માનસપટ પર જીવંત છે.

Dahyabhai Revabhai Patel: શિક્ષણ અને કારકિર્દીની શરૂઆત

ડાહ્યાભાઈ પટેલના શિક્ષણ અને કારકિર્દી (When the Journey Started) ની વાત કરીએ તો, તેમણે ધોરણ 6સુધીનો અભ્યાસ ગામની જ પ્રાથમિક શાળા (Primary school) માં પૂર્ણ કર્યો હતો. કોલવડા હાઈસ્કૂલમાંથી ધોરણ 11પાસ કર્યું અને ત્યારબાદ અમદાવાદની એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (M.G. Science Institute of Ahmedabad) માંથી 1966 માં બી.એસસી. (કેમિસ્ટ્રી) (B.Sc.(Chemistry)) ની ડિગ્રી મેળવી.

અભ્યાસ બાદ તેમણે ત્રણ મહિના શિક્ષક તરીકે (As a teacher) સેવા આપી અને ત્યારબાદ અરવિંદ મિલ્સ ગ્રુપ (Arvind Mills Group) માં ટેક્સટાઇલ કેમિસ્ટ (Textile Chemist) તરીકે જોડાયા. 1969 સુધી તેમણે ત્યાં બ્લીચિંગ અને ફિનિશિંગ (Bleaching and finishing) વિભાગમાં સુપરવાઈઝર તરીકે કામ કર્યું.

Dahyabhai Revabhai Patel 02_GUJARAT_FIRST

Dahyabhai Revabhai Patel: અમેરિકા પ્રયાણ અને સંઘર્ષની ગાથા

પોતાના સહકર્મીની સલાહથી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા. ત્યાં તેમણે યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ (University of Massachusetts) ખાતે પ્લાસ્ટિક એન્જિનિયરિંગ (Plastics Engineering) માં માસ્ટર્સ કર્યું. અભ્યાસના ખર્ચ માટે તેમણે રાત-દિવસ મજૂરી કરી અને દેવું ચૂકવીને 1973માં પોસ્ટ-ગ્રેજ્યુએશન (Post-graduation) પૂર્ણ કર્યું.

આ પણ વાંચો------- Chandrika 'Rika' & Manhar 'Manu' Shah: ચંદ્રિકા 'રીકા' અને મનહર 'મનુ' શાહની સફળતાની કહાણી

Dahyabhai Revabhai Patel: ક્રાંતિકારી શોધ: J-Tip ની રચના

ડાહ્યાભાઈએ જ્યારે તેમના પુત્રને ઇન્જેક્શન લેતી વખતે રડતા જોયો, ત્યારે તેમને વિચાર આવ્યો કે શું સોય વગર દવા આપવી શક્ય છે?. સતત 20 વર્ષના સંશોધન અને વિકાસ (R&D) બાદ, વર્ષ 2001 માં તેમણે J-Tip નામનું સોય વગરનું ઇન્જેક્શન (Needle-free Injection System) લોન્ચ કર્યું.

Dahyabhai Revabhai Patel: સફળ બિઝનેસ

ડાહ્યાભાઈ રેવાભાઈ પટેલ આજે તેઓ નેશનલ મેડિકલ પ્રોડક્ટ્સ, ઇન્ક. (National Medical Products, Inc.) ના સ્થાપક અને ચેરમેન છે. ડાહ્યાભાઈ માત્ર એક સફળ બિઝનેસમેન જ નહીં, પણ ઉદાર દિલના સેવાભાવી વ્યક્તિ પણ છે.

Dahyabhai Revabhai Patel: NRP ચેરિટેબલ ટ્રસ્ટ

માતાની યાદમાં તેમણે આ ટ્રસ્ટ બનાવ્યું છે જે શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણીની વ્યવસ્થામાં મદદ કરે છે. આ સાથે જ તેઓ ધાર્મિક વૃત્તિમાં પણ અગ્રેસર રહ્યા છે. તેઓ ISKCON ફાઉન્ડેશનના વાઇસ ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. અને લોસ એન્જલસમાં 'હિરાબેન ડાહ્યાભાઈ પટેલ ફાઉન્ડેશન હિન્દુ ટેમ્પલ' (Hiraben Dahyabhai Patel Foundation Hindu Temple) ની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

Dahyabhai Revabhai Patel 03_GUJARAT_FIRST

Dahyabhai Revabhai Patel: પરિવાર

ડાહ્યાભાઈ પટેલના પરિવાર પર નજર કરીએ તો, તેમના પત્ની હિરાબેન 1963 થી તેમના જીવનના દરેક ઉતાર-ચઢાવમાં સાથી રહ્યા છે. તેમનો પુત્ર કૌશિક હાલમાં કંપનીમાં પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળે છે. અને પુત્રી રેખા પોતાની માર્કેટિંગ એજન્સી ચલાવે છે.

આમ ડાહ્યાભાઈ રેવાભાઈ પટેલના જીવનમાંથી કોઈ બોધપાઠ લેવો હોય તો, એક વાક્યમાં કહી શકાય કે, "પ્રામાણિક બનો અને સખત મહેનત કરો. સફળતાનો માર્ગ તમારા ઝુનૂન અને પરિશ્રમમાંથી જ પસાર થાય છે."

આ પણ વાંચો------ Chandrika 'Rika' & Manhar 'Manu' Shah: ચંદ્રિકા 'રીકા' અને મનહર 'મનુ' શાહની સફળતાની કહાણી

Tags :
Advertisement

.

×