Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

David Rubenstein on India: ભારત બનશે વિશ્વની સૌથી મોટી Economy, ચીન-અમેરિકા પાછળ રહેશે

કાર્લિલ ગ્રુપના સહ-સંસ્થાપક ડેવિડ રુબેનસ્ટીને આગાહી કરી છે કે ભારત આગામી 20 થી 30 વર્ષમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન તેમણે જણાવ્યું કે ભારતની યુવા વસ્તી અને ઝડપી વિકાસ દર તેને ચીન અને અમેરિકાથી આગળ લઈ જશે. તેમણે ભારતમાં ખાનગી ઈક્વિટી રોકાણ વધારવા અને નીતિઓમાં સુધારાની પણ સલાહ આપી છે.
david rubenstein on india  ભારત બનશે વિશ્વની સૌથી મોટી economy  ચીન અમેરિકા પાછળ રહેશે
Advertisement

. અમેરિકાની ઈક્વિટી કંપની કાર્લિલ ગ્રુપના સહ-સંસ્થાપક રુબેનસ્ટીનની આગાહી
. ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે: ડેવિડ રુબેનસ્ટીન
. આપણા જીવતા જીવ જ ભારત વિશ્વની સૌથી મોટી ઈકોનોમી બની શકે છે: રુબેનસ્ટીન

David Rubenstein on India: અમેરિકાની મોટી પ્રાઈવેટ ઈક્વિટી કંપની કાર્લિલ ગ્રુપના સહસંસ્થાપક ડેવિડ રુબેનસ્ટીને (David Rubenstein) કહ્યુ છે કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી બેથી ત્રણ દશકાઓમાં વિશ્વની સૌથી મોટી ઈકોનોમી બની શકે છે. તેમણે આ વાત દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) માં એક ઈન્ટરવ્યૂમાં કહી છે.

Advertisement

રુબેનસ્ટીને કહ્યુ છે કે મને લાગે છે કે આપણા જીવતા જીવ જ ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. હું કહીશ કે કદાચ 20થી 30 વર્ષમાં આ થઈ શકે છે.

Advertisement

ભારતની હાલની સ્થિતિ

ભારત હાલ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દુનિયામાં સૌથી ઝડપથી તે આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા પણ ભારત જ છે. જલ્દી જર્મનીને પાછળ છોડીને ભારત ત્રીજા ક્રમાંકે પહોંચે તેવી શક્યતા છે. હાલ અમેરિકા વિશ્વની સૌથી મોટી ઈકોનોમી છે. તેના પછી ચીન બીજા ક્રમાંકે છે. ભારતની ઝડપી પ્રગતિથી તે અમેરિકા અને ચીન બંનેને પાછળ છોડી દેશે. તેમણે ભારતની યુવા વસ્તીનો ફાયદો પણ ગણાવ્યો, જે લાંબા સમયમાં ઘણી મદદ કરશે.

આ પણ વાંચો: IMFએ માન્યું- ગ્લોબલ ઈકોનૉમીનું એન્જિન છે ભારત, શું ગ્રોથનું અનુમાન બદલાશે?

રુબેનસ્ટીને ભારતને શું સલાહ આપી?

રુબેનસ્ટીને ભારતીય નીતિ નિર્ધારકોને કહ્યુ છે કે ગ્લોબલ પ્રાઈવેટ ક્રેડિટ અને પ્રાઈવેટ ઈક્વિટીને પશ્ચિમી રોકાણની જેમ ન જોવે. પ્રાઈવેટ ઈક્વિટીનો અર્ત છે કંપની એવી ફર્મોમાં નાણાં લગાવે છે, જે હાલ શેરબજારમાં લિસ્ટેડ નથી. પ્રાઈવેટ ક્રેડિટનો અર્થ છે કે કંપની સીધી લોન આપે છે, બેંક દ્વારા નહીં.

રુબેનસ્ટીને કહ્યુ છે કે જો આ બજારોને વધવા દેવામાં આવે, તો સારી મૂડીવાળા ભારતીય ઉદ્યમી ભારતમાં આવશે અને ઘણાં લોકો ભારતમાં જ રહીને કામ કરશે. આ ગ્રુપે ભારતના વિભિન્ન સેક્ટરની કંપનીઓમાં 8 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે.

આ પણ વાંચો: IMFએ માન્યું- ગ્લોબલ ઈકોનૉમીનું એન્જિન છે ભારત, શું ગ્રોથનું અનુમાન બદલાશે?

અમેરિકા-ભારતના સંબંધો પર ટીપ્પણી

રુબેનસ્ટીને કહ્યુ છે કે અમેરિકા અને ભારતના સંબંધોને લઈને કોઈ ચિંતા નથી. તેમણે કહ્યુ છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામાન્ય રીતે ભારત સાથે અમેરિકાના સંબંધોને લઈને ઘણાં સકારાત્મક રહ્યા છે. તેમણે પોતાના એક ઘણાં ઘનિષ્ઠ સહયોગીને રાજદૂત બનાવીને મોકલ્યા છે.

ટ્રમ્પ-જિનપિંગના સંબંધ મજબૂત

રુબેનસ્ટીને કહ્યુ છે કે ટ્રમ્પની ચીનની નીતિઓનો ઉદેશ્ય ચીનને નુકશાન પહોંચાડવાનો ન હતો, પરંતુ વ્યાપારમાં અસંતુલનને ઠીક કરવાનો હતો. ચીને અન્ય બજારોમાં વધારે વેચાણ કરીને પોતાનું વાર્ષિક સરપ્લસ એક ટ્રિલિયન ડોલરથી વધારે કર્યું છે. પરંતુ ટ્રમ્પ માટે ચીન એટલો મોટો મુદ્દો નથી જેટલો રશિયા-યુક્રેનનો મામલો છે. તેમણે કહ્યુ છે કે ટ્રમ્પને લાગે છે તેમના અને શી જિનપિંગના સારા સંબંધો છે અને તે આ વર્ષે ઓછામાં ઓછા બે વખત મળશે. કદાચ કોઈ સમજૂતી પણ થઈ જાય.

આ પણ વાંચો: જાપાનને પાછળ પાડી ભારત $ 4.18 ટ્રિલિયનની ચોથી સૌથી મોટી ઈકોનોમી, જાણો 2030 સુધીનું લક્ષ્ય 

Tags :
Advertisement

.

×