Zomato CEO resignation : દીપેન્દ્ર ગોયલે ઝોમેટો CEO પદેથી આ કારણથી આપ્યું રાજીનામું
- Zomato ના દીપેન્દ્ર ગોયલે CEO પદ પરથી આપ્યું રાજીનામું (Zomato CEO resignation )
- દીપેન્દ્ર ગોયલે શેરધારકોને પત્ર લખીને આપ્યું રાજીનામું
- આલ્બિંદર ધીંડસા નવા CEO તરીકે પદભાર સંભાળશે
ફૂડ ડિલિવરી દિગ્ગજ ઝોમેટો (Zomato) ની પેરેન્ટ કંપની 'એટરનલ' (Eternal) માં મોટા નેતૃત્વ પરિવર્તનની જાહેરાત કરવામાં આવી છે. કંપનીના સ્થાપક દીપેન્દ્ર ગોયલે ગ્રુપ CEO પદેથી રાજીનામું આપી દીધું છે. શેરધારકોની મંજૂરી બાદ આ નિર્ણય લેવાયો છે. હવે દીપેન્દ્ર ગોયલના સ્થાને બ્લિંકિટ (Blinkit) ના સ્થાપક આલ્બિંદર ધીંડસાને એટરનલના નવા ગ્રુપ CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Zomato ના દીપેન્દ્ર ગોયલે CEO પદ છોડ્યું! હવે શું છે તેમનો નવો પ્લાન?
શું દીપેન્દ્ર ગોયલ Zomato પછી કંઈક મોટું લાવશે? તમને શું લાગે છે? કોમેન્ટમાં જણાવો!#Zomato #DeepinderGoyal #Blinkit #AlbinderDhindsa #StartupIndia #BusinessNews #Eternal #CorporateNews #StockMarketIndia… pic.twitter.com/9lj9Xx1tJu— Gujarat First (@GujaratFirst) January 21, 2026
Zomato CEO resignation : દીપેન્દ્ર ગોયલનું રાજીનામું અને નવી ભૂમિકા
દીપેન્દ્ર ગોયલે શેરધારકોને પત્ર લખીને આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ હવે વાઇસ ચેરમેન તરીકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા આપશે. ગોયલના મતે, તેઓ હવે એવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જેમાં વધુ જોખમ હોય અને જે એક લિસ્ટેડ કંપનીના માળખાની બહાર રહીને વધુ સારી રીતે કરી શકાય. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે એટરનલને હવે એવા નેતૃત્વની જરૂર છે જે શિસ્તબદ્ધ હોય અને મુખ્ય વ્યવસાય પર સંપૂર્ણ ધ્યાન આપી શકે.
કોણ છે નવા ગ્રુપ CEO આલ્બિંદર ધીંડસા?
નવા ગ્રુપ CEO તરીકે નિયુક્ત થયેલા આલ્બિંદર ધીંડસા (આલ્બી) કંપનીના તમામ મહત્વના બિઝનેસ નિર્ણયો માટે જવાબદાર રહેશે. બ્લિંકિટને એક્વિઝિશન બાદ સફળતાપૂર્વક 'બ્રેક-ઈવન' સુધી પહોંચાડવામાં તેમનો મુખ્ય ફાળો રહ્યો છે. ધીંડસાના નેતૃત્વમાં હવે બ્લિંકિટ અને ક્વિક કોમર્સ વર્ટિકલ કંપનીની ટોચની પ્રાથમિકતા બની રહેશે.
એટરનલના ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને નફો
નેતૃત્વ પરિવર્તનની સાથે કંપનીએ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (Q3) ના પરિણામો પણ જાહેર કર્યા છે. કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 73% વધીને ₹102 કરોડ થયો છે, જે ગયા વર્ષે ₹59 કરોડ હતો. સૌથી નોંધપાત્ર ઉછાળો કંપનીની આવકમાં જોવા મળ્યો છે. કામગીરીમાંથી થતી આવક 201% ના તોતિંગ ઉછાળા સાથે ₹16,315 કરોડ પર પહોંચી ગઈ છે, જે અગાઉના વર્ષે માત્ર ₹5,405 કરોડ હતી.
આ પણ વાંચો : Silver Price Hike Today : ચાંદી રૂ. 3.25 લાખને પાર! શું હજુ પણ ભાવ વધશે? જુઓ એક્સપર્ટનો રિપોર્ટ


