સોનું ખરીદવું છે? ધનતેરસ પર ભારતમાં ભાવ આસમાને, આ 10 દેશોમાં મળે છે સસ્તુ ગોલ્ડ
- ધનતેરસના દિવસે જાણો ભારત કરતા ક્યા મળે છે સસ્તુ સોનું (Cheapest Gold Rate Country,)
- ધનતેરસના દિવસે ભારતમાં સોનાના ભાવ છે આસમાને
- ધનતેરસના શુભ દિવસે સોનું ખરીદવુ ગણવામાં આવે છે ખુબ શુભ
Cheapest Gold Rate Country, : આજે, 18 ઓક્ટોબર 2025 ના રોજ સમગ્ર દેશમાં ધનતેરસનો પવિત્ર તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે આ શુભ અવસર પર સોનું (Gold) ખરીદવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. જોકે, ભારતમાં સોનાના વર્તમાન બજારભાવ આસમાને છે, જેના કારણે તે સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ રહ્યું છે.
ભારતમાં 24 કેરેટ સોનાનો દર રૂ.13,278 પ્રતિ ગ્રામ સુધી પહોંચી ગયો છે. પરંતુ તમારા માટે એક ખુશખબર છે! જો તમે આંતરરાષ્ટ્રીય દરે સોનું ખરીદવા માંગતા હો, તો દુનિયામાં એવા 10 દેશો છે જ્યાં સોનું ભારતીય દર કરતાં હજારો રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું મળી રહ્યું છે.
સોનાના ભાવમાં થઈ રહેલા વૈશ્વિક ઊતાર-ચઢાવ છતાં, આ દેશો સોનાના મામલે 'ખજાના' સમાન સાબિત થઈ શકે છે.
Cheapest Gold Rate Country
અહીં મળે છે ઓછા ભાવમાં સોનું (Cheapest Gold Rate Country)
1. ઇન્ડોનેશિયા (Indonesia) ઇન્ડોનેશિયામાં સૌથી સસ્તું સોનું મળે છે. 24 કેરેટ સોનાનો દર રૂ.11,262.74 પ્રતિ ગ્રામ છે. 22 કેરેટ સોનું રૂ.10,326.91 પ્રતિ ગ્રામના ભાવે મળી રહ્યું છે. આ ભાવ ભારત કરતાં ઘણા ઓછા છે.
2. તુર્કી (Turkey) તુર્કી સસ્તા સોના માટે જાણીતું બજાર છે. 24 કેરેટ સોનાની કિંમત રૂ.11,264.93 પ્રતિ ગ્રામ છે. 22 કેરેટ સોનું રૂ.10,331.66 પ્રતિ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે.
3. કોલંબિયા (Colombia) સોનાની ખાણોને કારણે કોલંબિયામાં ભાવ ઓછા છે. અહીં 24 કેરેટ સોનું રૂ.11,270.69 પ્રતિ ગ્રામના ભાવે મળે છે. 22 કેરેટ સોનાનો ભાવ રૂ.10,323.95 પ્રતિ ગ્રામ છે, જે સૌથી નીચો છે.
4. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) યુએસએ સ્પર્ધાત્મક ભાવો જાળવી રાખે છે. 24 કેરેટ સોનું રૂ.11,273.76 પ્રતિ ગ્રામ પર ઉપલબ્ધ છે. 22 કેરેટ સોનાનો દર રૂ.10,343.14 પ્રતિ ગ્રામ છે.
5. હોંગકોંગ (Hong Kong) હોંગકોંગ આંતરરાષ્ટ્રીય ખરીદદારોને આકર્ષે છે. 24 કેરેટ સોનાની કિંમત રૂ.11,277.44 પ્રતિ ગ્રામ નોંધાઈ છે. 22 કેરેટ સોનું રૂ.10,335.49 પ્રતિ ગ્રામ પર ઉપલબ્ધ છે.
Gold Price Comparison India
6. સ્વિટ્ઝર્લૅન્ડ (Switzerland) મજબૂત ચલણના કારણે સ્વિટ્ઝર્લૅન્ડમાં સોનું ઓછું ખર્ચાળ છે. અહીં 24 કેરેટ સોનું રૂ.11,281.07 પ્રતિ ગ્રામના દરે વેચાય છે. 22 કેરેટ સોનાનો દર રૂ.10,338.50 પ્રતિ ગ્રામ છે.
7. સિંગાપોર (Singapore) સિંગાપોર એક મજબૂત ટ્રેડિંગ હબ છે. 24 કેરેટ સોનું રૂ.11,288.56 પ્રતિ ગ્રામના ભાવે મળે છે. 22 કેરેટ સોનું રૂ.10,349.36 પ્રતિ ગ્રામના સ્પર્ધાત્મક ભાવે ઉપલબ્ધ છે.
8. ઓસ્ટ્રેલિયા (Australia) ઓસ્ટ્રેલિયા સોનાનું મુખ્ય ઉત્પાદક દેશ છે. સ્થાનિક પુરવઠાથી કિંમતો સ્થિર રહે છે. અહીં 24 કેરેટ સોનું રૂ.11,289.33 પ્રતિ ગ્રામ પર ઉપલબ્ધ છે. 22 કેરેટ સોનાનો દર રૂ.10,355.20 પ્રતિ ગ્રામ છે.
9. મલાવી (Malawi) મલાવીમાં સોનાની કિંમતો ભારત કરતાં ઘણી સસ્તી છે. 24 કેરેટ સોનું રૂ.11,321.30 પ્રતિ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે. 22 કેરેટ સોનાનો દર રૂ.10,370.31 પ્રતિ ગ્રામ છે.
10. દુબઈ (Dubai) 'સિટી ઓફ ગોલ્ડ' દુબઈ આકર્ષક સ્થળ છે. અહીં ઓછા ટેક્સ અને સ્પર્ધાત્મક ભાવો છે. 24 કેરેટ સોનું રૂ.11,484 પ્રતિ ગ્રામના ભાવે મળે છે. 22 કેરેટ સોનું રૂ.10,632 પ્રતિ ગ્રામના ભાવ પર ઉપલબ્ધ છે.
વિદેશથી સોનું ભારતમાં લાવવાના નિયમો (Cheapest Gold Rate Country)
જો તમે આ દેશોમાંથી સોનું ખરીદીને ભારતમાં લાવવા માંગતા હો, તો સરકારે કેટલાક સરળ નિયમો બનાવ્યા છે, જે મુસાફરની વિદેશમાં રહેવાની અવધિ અને લિંગ પર નિર્ભર કરે છે:
સોનું લાવવાની મુખ્ય શરત:
- મુસાફર વિદેશમાં ઓછામાં ઓછા એક વર્ષ (1 વર્ષ) થી વધુ સમય માટે રહેલો હોવો જરૂરી છે.
- સોનું ફક્ત જ્વેલરી (આભૂષણો) (Jewellery) ના સ્વરૂપમાં હોવું જોઈએ, ગોલ્ડ બાર કે સિક્કાના સ્વરૂપમાં નહીં.
શુલ્ક-મુક્ત (Duty-Free) મર્યાદા:
- પુરુષ પ્રવાસી: એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહેતા પુરુષ પ્રવાસી 20 ગ્રામ સુધી સોનું (આભૂષણ તરીકે) કોઈપણ શુલ્ક વિના ભારતમાં લાવી શકે છે.
- મહિલા પ્રવાસી: એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહેતી મહિલા પ્રવાસી 40 ગ્રામ સુધી સોનું (આભૂષણ તરીકે) કોઈપણ શુલ્ક વિના ભારતમાં લાવી શકે છે.
આ પણ વાંચો : ધનતેરસના દિવસે મોટો ઘટાડો: સોના-ચાંદીના ભાવ તૂટ્યા, જાણો 18 ઓક્ટોબરના રેટ