Donald Trump Tariff: અમેરિકા-ભારત વચ્ચે વ્યાપાર યુદ્ધ? જાણો કઈ વસ્તુઓના ભાવ આસમાને પહોંચશે
- ભારત-અમેરિકા વચ્ચે વ્યાપારિક તણાવ ચરમસીમાએ (Trump 500% tariff impact)
- ટ્રમ્પના નવા ટેરિફ પ્રસ્તાવથી નિકાસ પર સંકટ
- બદામ, ફળો અને દારૂની આયાત થઈ શકે છે મોંઘી
- ભારતની 87 અબજ ડોલરની નિકાસ ઠપ થવાની ભીતિ
- નિષ્ણાંતોએ ભારતને વૈકલ્પિક બજારો શોધવા આપી સલાહ
Trump 500% tariff impact : ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધો હાલમાં નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 500% જેટલો જંગી ટેરિફ (Donald Trump tariff) લાદવાના પ્રસ્તાવને કારણે આર્થિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ 50% ટેરિફની વાત કરનાર ટ્રમ્પે હવે સીધો 500% નો આંકડો ટાંકીને ભારત સામે કડક વલણ અપનાવવાના સંકેત આપ્યા છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે ભારત અમેરિકા પાસેથી કઈ વસ્તુઓની આયાત કરે છે અને આ ટેરિફની શું અસર થશે.
modi_trump_gujarat_first
Trump 500% tariff impact : ભારત અમેરિકાથી શું મંગાવે છે?
ટ્રેડ ઇકોનોમિક્સના 2024 ના આંકડા મુજબ, ભારતે અમેરિકા પાસેથી આશરે 39 અબજ ડોલરનો સામાન ખરીદ્યો છે. જેમાં આપણી રોજબરોજની જીવનશૈલી સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ સામેલ છે:
- ડ્રાય ફ્રૂટ્સ અને ફળો: ભારત કેલિફોર્નિયાના બદામ માટેનું સૌથી મોટું બજાર છે. આ ઉપરાંત અખરોટ, પિસ્તા અને અમેરિકન સફરજનની આયાત આશરે ₹9,700 કરોડની થાય છે.
- દારૂ અને પીણાં: ભારતીય મેટ્રો શહેરોમાં પ્રીમિયમ અમેરિકન વ્હિસ્કી અને વાઇનની ભારે માંગ છે, જેનું આયાત મૂલ્ય અંદાજે ₹3,920 કરોડ છે.
- પ્રોસેસ્ડ ફૂડ: અમેરિકન બ્રાન્ડના બટાકા, વિદેશી શાકભાજી, ચોકલેટ અને નાસ્તામાં વપરાતા ઓટ્સ-સીરિયલ્સ હવે ભારતીય રસોડાનો ભાગ બની ગયા છે.
Trump 500% tariff impact : નિષ્ણાંતોની ચેતવણી
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) ના અજય શ્રીવાસ્તવના મતે, જો 500% ટેરિફ લાગુ થાય, તો ભારતની અમેરિકા ખાતેની 87.4 અબજ ડોલરની નિકાસ જોખમમાં મુકાઈ શકે છે. આટલી ઊંચી ડ્યુટીને કારણે ભારતીય ચીજવસ્તુઓ અમેરિકામાં એટલી મોંઘી થઈ જશે કે તેની માંગ શૂન્ય થઈ શકે છે.
વ્યૂહાત્મક સ્પષ્ટતા અને નવા બજારોની શોધ
નિષ્ણાંતોનું માનવું છે કે રશિયા પાસેથી તેલ ખરીદવા જેવા મુદ્દે ભારતે પોતાની સાર્વભૌમત્વ સ્પષ્ટપણે રજૂ કરવું પડશે. જોકે, ટ્રમ્પનો આ પ્રસ્તાવ અમેરિકી કોંગ્રેસ અને સેનેટમાંથી પાસ થવો મુશ્કેલ છે, છતાં ભારતે હવે અમેરિકા સિવાયના અન્ય વૈકલ્પિક બજારો શોધવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય બન્યું છે.
આ પણ વાંચો : Kailash Kolhi Murder Pakistan : માત્ર એક ઝૂંપડી માટે ગોળી મારી દીધી! પાકિસ્તાનમાં વધુ એક હિન્દુની હત્યા


