Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

1 જાન્યુઆરીથી બદલાશે તમારી લાઈફસ્ટાઈલ, ગેસથી લઈ ગાડીઓ સુધી બધું જ થશે મોંઘું!

1 જાન્યુઆરી 2026થી દેશમાં અનેક મોટા આર્થિક ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. 31 ડિસેમ્બર સુધીમાં પાન-આધાર લિંક નહીં કરનારના કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ ઉપરાંત, 8માં પગાર પંચનો સંભવિત અમલ, UPI અને સિમ વેરિફિકેશનના કડક નિયમો, ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર અને વાહનોની કિંમતમાં 3% સુધીનો વધારો મુખ્ય છે. આ ફેરફારો બેંકિંગ, ટેક્સ અને રોજિંદા ખર્ચને પ્રભાવિત કરશે.
1 જાન્યુઆરીથી બદલાશે તમારી લાઈફસ્ટાઈલ  ગેસથી લઈ ગાડીઓ સુધી બધું જ થશે મોંઘું
Advertisement
  • પાન-આધાર લિંક કરવાની છેલ્લી તક, નહીંતર કાર્ડ થશે નિષ્ક્રિય (Rule Changes January 2026)
  • 8માં પગાર પંચનો સંભવિત અમલ, કર્મચારીઓના પગારમાં થશે વધારો
  • નવા વર્ષથી અનેક કંપનીઓની ગાડીઓના ભાવમાં 3% સુધીનો વધારો
  • ઓનલાઈન ફ્રોડ રોકવા UPI અને સિમ કાર્ડના નિયમો વધુ કડક બનશે
  • ગેસ સિલિન્ડર (LPG) અને ફ્યુઅલના ભાવમાં થશે નવો ફેરફાર

Rule Changes January 2026 : વર્ષ 2025 હવે વિદાય લઈ રહ્યું છે અને 1 જાન્યુઆરીથી નવા વર્ષ 2026નો પ્રારંભ થશે. નવા વર્ષની શરૂઆત સાથે જ દેશમાં અનેક મોટા આર્થિક ફેરફારો થવા જઈ રહ્યા છે. બેંકિંગ, ટેક્સ, ગેસના ભાવ અને સરકારી કર્મચારીઓના પગાર સાથે જોડાયેલા આ નિયમો સીધી રીતે સામાન્ય માણસના બજેટને અસર કરશે.

PAN-Aadhaar લિંક કરવાની છેલ્લી તક

જો તમે હજુ સુધી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી કર્યું, તો ૩1 ડિસેમ્બર સુધીનો જ સમય છે. 1 જાન્યુઆરી 2026થી અનલિંક્ડ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જેના કારણે તમે આઈટીઆર રિફંડ, બેંકિંગ વ્યવહારો અને સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી શકો છો.

Advertisement

UPI fraud prevention rules

Advertisement

Rule Changes January 2026 : UPI અને ડિજિટલ પેમેન્ટના નિયમો થશે સખત

ઓનલાઈન ફ્રોડ રોકવા માટે સરકાર 1 જાન્યુઆરીથી UPI અને સિમ વેરિફિકેશનના નિયમો વધુ કડક બનાવવા જઈ રહી છે. WhatsApp અને Telegram જેવા પ્લેટફોર્મ પર થતી છેતરપિંડી રોકવા માટે મેસેજિંગ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

Rule Changes January 2026   : LPG, CNG અને PNGના ભાવમાં ફેરફાર

દર મહિનાની જેમ જ 1 જાન્યુઆરીએ પણ રાંધણ ગેસ (LPG), CNG અને PNGના ભાવની સમીક્ષા થશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવને આધારે ઘરેલુ ગેસ સસ્તો થશે કે મોંઘો તે નક્કી થશે. આ સિવાય એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ પણ બદલાશે, જેની અસર વિમાની ભાડા પર પડી શકે છે.

 LPG cylinder price January 2026

8મું પગાર પંચ અને નવો ટેક્સ કાયદો

7માં પગાર પંચની મુદત ૩1 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહી છે. એવી પ્રબળ શક્યતા છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી પ્રભાવી ગણાશે, જેનાથી સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો જોવા મળી શકે છે. આ ઉપરાંત, નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 પણ ચર્ચામાં છે, જેની પ્રક્રિયા 1 એપ્રિલ 2026થી અમલી બનશે પરંતુ તેની તૈયારીઓ જાન્યુઆરીથી શરૂ થશે.

મોંઘી થશે ગાડીઓ અને ખેડૂતો માટે નવા નિયમ

નવા વર્ષથી નિસાન, BMW, MG મોટર અને રેનો જેવી ઓટોમોબાઈલ કંપનીઓ વાહનોના ભાવમાં 3% સુધીનો વધારો કરવાની છે. બીજી તરફ, ખેડૂતો માટે પીએમ-કિસાન યોજનાનો લાભ લેવા માટે 'યુનિક કિસાન આઈડી' ફરજિયાત બની શકે છે. ફસલ વીમા યોજના હેઠળ હવે જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાનને પણ કવર કરવામાં આવશે.

આ પણ વાંચો : Business: વ્યાજમુક્ત, ગેરંટી વગર... સરકાર આપી રહી છે રૂ.5 લાખ સુધીની લોન

Tags :
Advertisement

.

×