Economic Survey 2026: અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર વાતચીત આ વર્ષે પૂર્ણ થવાની શક્યતા
. અમેરિકા સાથે ચાલી રહેલી વ્યાપાર સમજૂતી આ વર્ષે પૂર્ણ થવાની સંભાવના
. અમેરિકાએ ભારતીય માલ પર 50% ટેરિફ લાદ્યો હોવા છતાં, દ્વિપક્ષીય વાટાઘાટો પોઝિટિવ રહી
. સર્વેમાં વર્ષ 2027 સુધી ભારતનો જીડીપી ગ્રોથ 6.8% થી 7.2% વચ્ચે રહેવાનો મજબૂત અંદાજ
Economic Survey 2026: અમેરિકા સાથે વ્યાપાર સમજૂતી માટે ચાલી રહેલી વાતચીત આ વર્ષે પૂર્ણ થવાની આશા છે. 29 જાન્યુઆરીએ નાણાંકીય વર્ષ 2025-26 માટે રજૂ કરવામાં આવેલા ઈકોનોમિક સર્વેમાં આ વાત કહેવામાં આવી છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે હાલ ભારતને બહારી દુનિયાથી કેટલીક ચિંતાઓ છે, પરંતુ કોઈ મોટી આર્થિક સમસ્યા નથી.
સર્વે મુજબ, ભારત માટે વૈશ્વિક પરિસ્થિતિઓ, વ્યાપક આર્થિક દબાણના સ્થાને બહારી અનિશ્ચિતતાઓમાં ફેરફાર થઈ રહ્યા છે. દેશના મુખ્ય ટ્રેડિંગ પાર્ટનર દેશોમાં ધીમી વૃદ્ધિ, ટેરિફના કારણે ટ્રેડમાં અડચણ અને કેપિટલના ફ્લોમાં અસ્થિરતા વખતોવખત નિકાસ અને રોકાણકારોની ધારણાં પર અસર પાડી શકે છે.
સર્વે મુજબ, આમ તો અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર ચાલી રહેલી વાતચીત આ વર્ષે પૂર્ણ થવાની આશા છે. તેનાથી બહારી મોરચા પર અનિશ્ચિતતા ઓછી થઈ શકે છે. ભારત અને અમેરિકા ગત વર્ષ માર્ચથી દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતી પર વાતચીત કરી રહ્યા છે. અત્યાર સુધી 6 રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે.
ગત વર્ષ ઓગસ્ટમાં જ્યારે અમેરિકાની સરકારે ભારતીય સામાનો પર ભારે ટેરિફ લગાવ્યો હતો, ત્યાર બાદથી વાતચીત ધીમી થઈ ગઈ હતી.
India-US trade deal could be finalised any day, say sources; highlight robustness in negotiations
Read @ANI Story | https://t.co/vLxH8cAm0x#US #DonaldTrump #FTA pic.twitter.com/6kPvcGW31r
— ANI Digital (@ani_digital) January 28, 2026
ટ્રમ્પ પણ આપી ચુક્યા છે સંકેત
તાજેતરમાં દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સમિટ દરમિયાન ભારતીય અખબારના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેની ડીલ પર કહ્યુ હતુ કે સૌથી પહેલા હું તમારા વડાપ્રધાન (નરેન્દ્ર મોદી)નું ઘણું સમ્માન કરું છું. તેઓ એક મહાન વ્યક્તિ છે અને મારા સારા મિત્ર છે. અમે ભારત સાથે એક સારી ડીલ કરીશું.
અમેરિકાએ લગાવ્યો છે 50 ટકા ટેરિફ
અમેરિકાએ ભારતીય સામાનો પર 25 ટકા ટેરિફ અને વધારાનો 25 ટકા દંડ એમ કુલ 50 ટકાનો ટેરિફ લગાવ્યો છે. અમેરિકાનું કહેવું હતું કે ભારત રશિયા પાસેથી ખનીજતેલ ખરીદી રહ્યું છે, માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. ડિસેમ્બર, 2025માં અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ કાર્યાલયના એક પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત લીધી હતી. આ ડેલિગેશનનું નેતૃત્વ ડેપ્યુટી યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ એમ્બેસેડર રિક સ્વિટ્ઝરે કર્યું હતું. આ ટેરિફ લગાવાયા બાદ અમેરિકાના અધિકારીઓનો બીજો ભારત પ્રવાસ હતો.
આ પણ વાંચો : ટેરિફ ટેન્શન વચ્ચે ભારત આવશે ટ્રમ્પ, અમેરિકાના રાજદૂતે ટ્રેડ ડીલ પર આપી મોટી અપડેટ
કેવો રહેશે જીડીપી ગ્રોથ?
આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ 2027 સુધી ભારતનો રિયલ જીડીપી ગ્રોથ 6.8 ટકાથી 7.2 ટકા વચ્ચે રહેવાનો અંદાજ છે. આ અનુમાન એ વાત પર આધારીત છે કે ઘરેલુ માંગ મજબૂત રહેશે અને ઈકોનોમી સ્થિર રહેશે, ભલે દુનિયાભરમાં આર્થિક સ્થિતિ અનિશ્ચિત બનેલી છે.
સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે ભારત આગામી વર્ષોમાં મજબૂત આર્થિક પાયા સાથે પ્રવેશ કરી રહ્યું છે. પાચં માસ બાદ ભારત હવે આખા વર્ષ માટે 7 ટકાથી વધારેના રિયલ ગ્રોથ રેટની આશા કરી રહ્યું છે અને આગામી વર્ષે પણ રિયલ ગ્રોથ 7 ટકા કે તેની આસપાસ રહેવાની સંભાવના છે.
વૈશ્વિક સંસ્થાઓનું અનુમાન
ગોલ્ડમેન સૈક્સ ગ્રુપનું અનુમાન છે કે માર્ચ સુધીમાં અમેરિકા-ભારત વ્યાપાર સમજૂતીની આશા છતાં, આગામી નાણાંકીય વર્ષમાં વિકાસદર ઘટીને 6.8 ટકા થઈ જશે.
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે યૂરોપ અને પશ્ચિમ એશિયા જેવા અન્ય મુખ્ય બજારોમાંથી મજબૂત માંગ આ ટેરિફોના પ્રભાવનેકેટલાક હદ સુધી ઘટાડી દેશે.
ભારત અને યૂરોપિયન યૂનિયનની વચ્ચે વ્યાપાર સમજૂતીઓને આખરી ઓપ આપવો આ પ્રવૃત્તિને દર્શાવે છે, જે વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં પરિવર્તનના સંકેત છે.
આ પણ વાંચો :'PM મોદીએ જાતે ફોન ન કર્યો, તો ટ્રમ્પે રોકી ટ્રેડ ડીલ', અમેરિકાના કૉમર્સ સેક્રેટરીનો દાવો


