Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Electronic Goods Price Hike : ચાર મહિનામાં ત્રીજી વખત મોંઘા થશે ઈલેક્ટ્રોનિક સામાન, જાણો શું છે કારણ?

ઉનાળાની શરૂઆતમાં જ ગ્રાહકોને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. કાચા માલના વધતા ખર્ચ અને મેમરી ચિપ (Memory Chip) ની અછતને કારણે AC, ફ્રિજ અને સ્માર્ટફોનના ભાવમાં 15% સુધીનો વધારો ઝીંકાઈ રહ્યો છે. છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજો ભાવ વધારો છે. જો તમે નવી ખરીદી કરવાનું વિચારી રહ્યા હોવ, તો એપ્રિલના અંત પહેલા નિર્ણય લેવો હિતાવહ છે.
electronic goods price hike   ચાર મહિનામાં ત્રીજી વખત મોંઘા થશે ઈલેક્ટ્રોનિક સામાન  જાણો શું છે કારણ
Advertisement
  • ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ભાવ વધારાનો ઝટકો! (Electronic Goods Price Hike)
  • 4 મહિનામાં 3જી વખત મોંઘા થશે ફ્રિજ અને AC
  • સ્માર્ટફોનના ભાવમાં 10-15% સુધીનો તોતિંગ વધારો
  • મેમરી ચિપ (Memory Chip) ની અછતથી કંપનીઓની મુશ્કેલી વધી
  • ડોલર સામે રૂપિયો નબળો પડતા ઈમ્પોર્ટ કોસ્ટમાં વધારો

Electronic Goods Price Hike : જો તમે આ ઉનાળામાં નવું એસી (AC), રેફ્રિજરેટર કે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા ખિસ્સા પર મોટો બોજ નાખી શકે છે. આગામી દિવસોમાં ઈલેક્ટ્રોનિક સામાનના (Electronic Goods) ભાવમાં ફરી એકવાર વધારો થવા જઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે, છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજી વખત હશે જ્યારે કંપનીઓ ભાવ વધારવા જઈ રહી છે.

Shortage of memory chips causing electronic price increase.

Advertisement

Electronic Goods Price Hike : કઈ વસ્તુ કેટલી મોંઘી થશે?

ઉદ્યોગના નિષ્ણાતોના મતે એપ્રિલના અંત સુધીમાં સ્માર્ટફોન અને લેપટોપ જેવી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. સ્માર્ટફોનના (Smartphone Price Hike) ભાવમાં 10% થી 15% સુધીનો વધારો જોવા મળી શકે છે, જ્યારે લેપટોપ 8% થી 10% સુધી મોંઘા થઈ શકે છે. તેવી જ રીતે AC, ટીવી (TV), ફ્રિજ અને વોશિંગ મશીનના ભાવમાં 5% થી 7% નો વધારો થવાની શક્યતા છે.

Advertisement

ભાવ વધારા પાછળના મુખ્ય કારણો

કાચા માલના વધતા ભાવ અને મેમરી ચિપની (Memory Chip Shortage) અછત આ ભાવ વધારા પાછળના મુખ્ય કારણો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રોડક્ટ્સની વધતી માંગને કારણે ચિપની કિંમતો આસમાને પહોંચી છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયો નબળો (Weak Rupee) પડતા વિદેશથી આવતા પાર્ટ્સ મોંઘા થયા છે.

Impact of rising electronics prices on Indian consumers.

કંપનીઓનો પ્લાન: Haier India એ સંકેત આપ્યા

હાયર ઈન્ડિયા (Haier India) જેવી દિગ્ગજ કંપનીઓએ સંકેત આપ્યા છે કે 21 એપ્રિલથી પ્રોડક્ટ્સના ભાવમાં 4% થી 7% સુધીનો વધારો કરવામાં આવશે. અન્ય કંપનીઓ પણ કાચા માલના વધતા ખર્ચને પહોંચી વળવા ભાવ વધારવાની તૈયારીમાં છે. તેથી જો તમે ખરીદી કરવાનું વિચારી રહ્યા હોવ, તો જલ્દી નિર્ણય લેવો ફાયદાકારક રહેશે

આ પણ વાંચો : મોદી કેબિનેટનો મોટો ધડાકો: સરકારી કર્મચારીઓના પગારમાં વધારો, 2% DA Hike મંજૂર!

Tags :
Advertisement

.

×