Elon Musk trillionaire: SpaceX ની કમાલ, વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બન્યા એલોન મસ્ક
એક એવી સંપત્તિ જેના આંકડા સાંભળીને ગણિતશાસ્ત્રીઓ પણ વિચારમાં પડી જાય. એક એવું નામ જેણે વિજ્ઞાન અને વેપારની સીમાઓ તોડી નાખી છે. આજે વિશ્વના નકશા પર એક નવો ઇતિહાસ લખાયો છે. ઘણા દેશોની કુલ અર્થવ્યવસ્થા પણ ટૂંકી પડે તેટલી ભવ્ય અને અકલ્પનીય સિદ્ધિ એક વ્યક્તિએ હાંસલ કરી છે. આખરે કોણ છે, એ શખ્સ જે હવે પૃથ્વી પરનો પહેલો ટ્રિલિયોનેર બની ગયો છે?
Advertisement
Elon Musk trillionaire: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. SpaceX ના ઐતિહાસિક IPO પછી તેમની કુલ સંપત્તિ 1 Trillion Dollar થી વધી ગઈ છે. આ સિદ્ધિ સાથે મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની ગયા છે. તેમની સંપત્તિ હવે અનેક દેશોની જીડીપી કરતા પણ વધુ થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં આ આંકડો ચર્ચાનો વિષય બન્યો છે.

