Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Elon Musk ની સૌથી મોટી જીત, કોર્ટે 55 બિલિયન ડોલરનું સેલેરી પેકેજ માન્ય રાખ્યું

એલોન મસ્કને ટેસ્લા કંપની દ્વારા મોટુ સેલેરી પેકેજ આપવામાં આવ્યું હતું. જે માટે માપદંડ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. જેના પર ખરા ઉતર્યા બાદ તેઓ તેના હકદાર બન્યા હતા. પરંતુ બાદમાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. અને નીચલી કોર્ટે મસ્કની વિરૂદ્ધમાં ચૂકાદો આપ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલે નીચલી અદાલતનો આદેશ રદ કરતા સેલેરી પેકેજનો ચૂકાદો મસ્કની તરફેણમાં આપ્યો છે.
elon musk ની સૌથી મોટી જીત  કોર્ટે 55 બિલિયન ડોલરનું સેલેરી પેકેજ માન્ય રાખ્યું
Advertisement
  • એલોન મસ્કની કોર્ટમાં મોટી જીત
  • મોટા સેલેરી પેકેજનો મામલે તેમની તરફેણમાં ચુકાદો
  • અગાઉ નીચલી કોર્ટે સેલેરી પેકેજ પર રોક લગાવી દીધી હતી

Court Restore Pay Package Of Elon Musk : વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે શુક્રવારે મોટી જીત મેળવી છે. ડેલવેર સુપ્રીમ કોર્ટે કંપનીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે 2018 માં ટેસ્લા દ્વારા આપવામાં આવેલા $55 બિલિયન પગાર પેકેજના ચુકાદો તેમની તરફેણમાં આવ્યો છે. અહેવાલ અનુસાર, કોર્ટના 49 પાનાના નિર્ણયમાં, ડેલવેર સુપ્રીમ કોર્ટે મેકકોર્મિકના 2024 ના નિર્ણયમાં ઘણી ભૂલો ટાંકી, અને જાહેર કર્યું કે 2018 ના પગાર પેકેજને પુનઃસ્થાપિત કરવું જોઈએ.

Advertisement

શું મામલો હતો ?

આ કેસમાં એલોન મસ્ક અને તેમની કંપની, ટેસ્લાના મોટા પગાર પેકેજનો મામલો હતો. 2018 માં, ટેસ્લાએ એલોન મસ્કને આશરે 55 બિલિયન ડોલરનું ખાસ પ્રોત્સાહક પેકેજ આપ્યું હતું. આ પૈસા ફક્ત ત્યારે જ મળવાના હતા, જો તે કંપનીને મોટી સફળતા તરફ દોરી જાય. તે સમયે ટેસ્લાની નાણાકીય સ્થિતિ આજની જેમ મજબૂત ન હતી. કંપની ઇલેક્ટ્રિક કાર ઉત્પાદનમાં સંઘર્ષ કરી રહી હતી, અને સતત પૈસા ખર્ચી રહી હતી. અહેવાલ અનુસાર, ટેસ્લાનું બજાર મૂલ્ય લગભગ 50 થી$75 બિલિયન ડોલર હતું. છતાં, બોર્ડે મસ્ક માટે ઊંચા લક્ષ્યો નક્કી કર્યા, અને જો તે તે પૂર્ણ કરે તો તેને પેકેજ આપવાનું વચન આપ્યું હતું.

Advertisement

ટેસ્લાના બજાર મૂલ્યમાં વધારો થયો

પછીના વર્ષોમાં ટેસ્લાની સ્થિતિમાં સુધારો થયો હતો. અને ઉત્પાદન અંગેની સમસ્યાઓ હળવી થઈ હતી, સાથે જ કારની માંગમાં અને તેના વેચાણ તથા શેરના ભાવમાં ઝડપથી વધારો થયો હતો. આનાથી ટેસ્લાના બજાર મૂલ્યમાં નોંધપાત્ર વધારો થયો, જેના કારણે મસ્ક પેકેજના તમામ લક્ષ્યોને પૂર્ણ કરી શક્યા હતા.

પેકેજ અન્યાયી રીતે સેટ કરવામાં આવ્યું

પરંતુ જાન્યુઆરી 2024 માં, એક શેરધારકે ડેલવેર કોર્ટમાં પેકેજને પડકાર્યું હતું. કોર્ટના ચાન્સેલર કેથલીન સેન્ટ જુડ મેકકોર્મિકે ચુકાદો આપ્યો કે, પગાર પેકેજ અન્યાયી રીતે સેટ કરવામાં આવ્યું હતું. તેણીએ દલીલ કરી કે, ટેસ્લા બોર્ડ મસ્કની ખૂબ નજીક હતું, અને આ નિર્ણય દબાણ હેઠળ લેવામાં આવ્યો હતો. તેથી, આખું પેકેજ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયથી એલોન મસ્ક ગુસ્સે થયા હતા. ત્યારબાદ તેમણે ટેસ્લાને ડેલવેરમાંથી બહાર કાઢવાનો, અને ટેક્સાસમાં તેને ફરીથી નોંધણી કરાવવાનો નિર્ણય લીધો હતો.

નિર્ણયને ઉલટાવી દીધો

હવે, ડેલવેર સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મૂળ નિર્ણયમાં ઘણી ભૂલો હતી, અને 2018 ના પગાર પેકેજને પુનઃસ્થાપિત કરવું જોઈએ.

એલોન મસ્કની કુલ સંપત્તિ કેટલી છે ?

એલોન મસ્ક ટ્વિટર અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક છે. ફોર્બ્સ અનુસાર, એલોન મસ્કની કુલ સંપત્તિ 679.4 બિલિયન ડોલર છે. ફોર્બ્સના રીઅલ-ટાઇમ ડેટા અનુસાર, તેમની કુલ સંપત્તિમાં આશરે 1.2 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો -----  Zohran Mamdani ની ટીમના મહત્વના સભ્યનું રાજીનામું, જૂની કરતૂત ભારે પડી

Tags :
Advertisement

.

×