Twitter નામને લઇને કાનુની લડાઇ શરૂ, જાણો શું છે સમગ્ર મામલો
- ટ્વિટરના નામને લઇે કાનુની વિવાદ છેડાયો
- સ્ટાર્ટઅપ કંપનીએ રિબ્રાન્ડીંગ માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો
- એલોન મસ્કની કંપનીએ સામે સોગંદનામું દાખલ કર્યું
- ટ્વિટરનું નામ બદલ્યા બાદ, આજે પણ લોકોમાં જુનૂૂં નામ લોકપ્રિય
Twitter Name Controversy With Bluebird : એલોન મસ્કની કંપની X Corp એ ટ્વિટર બ્રાન્ડના ટ્રેડમાર્કના ઉપયોગ અંગે સ્ટાર્ટઅપ સામે દાવો દાખલ કર્યો છે. મસ્કની કંપનીએ અગાઉના ટ્વિટર ટ્રેડમાર્ક રદ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે તે તેનો ઉપયોગ ફરીથી મેળવવા માંગે છે. તાજેતરમાં કંપનીએ ડેલવેર ફેડરલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, ટ્વિટર બ્રાન્ડ હજુ પણ જીવંત છે, અને તે કોઈના ઉપયોગ માટે નથી.
બ્લુબર્ડે અરજી દાખલ કરી
અમેરિકન સોશિયલ મીડિયા સ્ટાર્ટઅપ બ્લુબર્ડે ટ્વિટર ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા માટે અરજી કરી હતી, જેની સામે એલોન મસ્કની કંપની, એક્સ કોર્પે, ફેડરલ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં તેને ટ્રેડમાર્ક ચોરી કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. દરમિયાન, બ્લુબર્ડના સ્થાપક માઈકલ પેરોફે X ના દાવાનો જવાબ આપતા કહ્યું હતું કે, તેઓએ ટ્રેડમાર્ક કાયદાના આધારે ટ્વિટર બ્રાન્ડ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી, અને સફળ થવાની આશા રાખી હતી.
મસ્કે 2022 માં ખરીદ્યું હતુ
બ્લુબર્ડના સ્થાપકે તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે આગળ વધવા તૈયાર છે. આ ફરિયાદ અંગે X Corp અથવા તેના વકીલો દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. અત્રે નોંધવું રહ્યું કે, એલોન મસ્કે 2022 માં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર $ 44 બિલિયનમાં ખરીદ્યું હતું. બાદમાં તેનું નામ બદલીને X કરવામાં આવ્યું હતું.
X એ રિબ્રાન્ડિંગ પછી પોસ્ટ કર્યું
X કોર્પ. એ 2023 માં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, કંપની ટ્વિટર બ્રાન્ડ અને તેની બધી સુવિધાઓને ઓળખે છે. યુએસ રાજ્ય વર્જિનિયામાં કાર્યરત સ્ટાર્ટઅપ બ્લુબર્ડે 2 ડિસેમ્બરે યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસમાં X ના ફેડરલ ટ્વિટર ટ્રેડમાર્કને રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. અરજીમાં, બ્લુબર્ડે જણાવ્યું હતું કે, તેનો ઇરાદો ટ્વિટર ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાનો અને Twitter.New પ્લેટફોર્મ બનાવવાનો છે. સ્ટાર્ટઅપે ટ્વિટર માર્કને પોતાના નામે નોંધાવવા માટે એક અલગ અરજી પણ દાખલ કરી હતી.
સોગંદનામું દાખલ કર્યું
ટ્વિટર નામ માટે પેટન્ટ માટેની અરજી પૂર્વ ટ્વિટર ટ્રેડમાર્ક વકીલ સ્ટીફન કોટ્સ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જે હાલમાં બ્લુબર્ડના જનરલ કાઉન્સેલ છે. એલોન મસ્કની કંપની, X કોર્પ. એ ડેલવેર ફેડરલ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓએ ટ્વિટર નામ, અને તેના અધિકારોનો ત્યાગ કર્યો નથી. બ્રાન્ડનો ઉપયોગ અલગ અલગ રીતે થતો રહેશે.
ટ્રેડમાર્કના નિયમોનું ઉલ્લંઘન
X Corp. એ તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે, લાખો વપરાશકર્તાઓ હજુ પણ Twitter.com નામથી તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મને ઍક્સેસ કરે છે. લાખો વપરાશકર્તાઓ દરરોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને Twitter તરીકે ઓળખે છે, અને X એ Twitter ટ્રેડમાર્કનો ઉપયોગ ચાલુ રાખવાનો ઇરાદો ધરાવે છે. Twitter એક જાણીતી બ્રાન્ડ છે, અને X Corp ની માલિકીની છે. તેથી, તેનું રિબ્રાન્ડિંગ ટ્રેડમાર્ક નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે.
આ પણ વાંચો ------ Instagram Reels ની મજા હવે TV પર માણી શકાશે, જાણો નવી અપડેટ


