Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PF Withdrawal UPI : હવે UPI દ્વારા મિનિટોમાં ઉપાડી શકાશે PF ના રુપિયા, જાણો કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન

PF Withdrawal UPI : દેશના કરોડો નોકરિયાત વર્ગ માટે પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) ને લઈને એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા તેના કરોડો સબ્સ્ક્રાઇબર્સ માટે એક ક્રાંતિકારી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. હવે પીએફ ખાતાધારકોએ પોતાના જ રુપિયા ઉપાડવા માટે અઠવાડિયા સુધી રાહ જોવી પડશે નહીં, પરંતુ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ના માધ્યમથી આ કામ મિનિટોમાં થઈ જશે.
pf withdrawal upi   હવે upi દ્વારા મિનિટોમાં ઉપાડી શકાશે pf ના રુપિયા  જાણો કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન
Advertisement
  • PF ના રુપિયા હવે UPI થી ઉપાડવા થશે સરળ!
  • EPFO 3.0 અંતર્ગત નવી આધુનિક સિસ્ટમનું સફળ ટેસ્ટિંગ
  • હવે ક્લેમ માટે અઠવાડિયાની રાહતનો અંત, મિનિટોમાં થશે કામ
  • KYC અને મોબાઈલ લિંકિંગ ફરજિયાત

PF Withdrawal UPI : દેશના કરોડો નોકરિયાત વર્ગ માટે પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) ને લઈને એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા તેના કરોડો સબ્સ્ક્રાઇબર્સ માટે એક ક્રાંતિકારી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. હવે પીએફ ખાતાધારકોએ પોતાના જ રુપિયા ઉપાડવા માટે અઠવાડિયા સુધી રાહ જોવી પડશે નહીં, પરંતુ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ના માધ્યમથી આ કામ મિનિટોમાં થઈ જશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ નવી ડિજિટલ સુવિધાનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ તેને સબ્સ્ક્રાઇબર્સ માટે લાઈવ કરી દેવામાં આવશે.

UPI દ્વારા PF ના રુપિયા ઉપાડવા અપનાવો 3 સ્ટેપ

STEP 1: સૌથી પહેલા EPFO Portal અથવા UMANG App માં તમારા UAN નંબર અને પાસવર્ડની મદદથી Login કરવાનું રહેશે. આ પછી KYC અને બેંક ડિટેલ્સ ચેક કરવાની રહેશે. અહીં તમને UPI ID લિંક કરવાનો ઓપ્શન પણ મળી શકે છે.

Advertisement

STEP 2: હવે PF Withdrawal અથવા Claim સેક્શનમાં જઈને જેટલી રકમ ઉપાડવી છે, તે પસંદ કરવાની રહેશે. આ પછી પોતાની UPI ID દાખલ કરીને OTP અથવા વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરવી પડશે.

Advertisement

STEP 3: વેરિફિકેશન અને અપ્રૂવલ પૂરું થયા પછી PF ના રુપિયા સીધા તમારા UPI સાથે જોડાયેલા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. એટલે કે Google Pay, PhonePe, Paytm કે અન્ય UPI એપ સાથે જોડાયેલા એકાઉન્ટમાં રુપિયા જલ્દી પહોંચી શકે છે. જો કે, હજી સુધી EPFO એ સત્તાવાર રીતે કોઈ ચોક્કસ એપનું નામ નથી જણાવ્યું. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ સુવિધા કરોડો યુઝર્સ માટે મોટો બદલાવ સાબિત થઈ શકે છે.

ક્લેમ રિજેક્શનથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

  • આ હાઈ-ટેક સુવિધાનો લાભ લેવા અને ઓનલાઈન ક્લેમ અટકી ન જાય તે માટે પીએફ ખાતાધારકોએ કેટલીક મહત્વની શરતોનું પાલન ફરજિયાત કરવું પડશે. જેનાથી સરળતાથી રુપિયા ઉપાડી શકાય.
  • સંપૂર્ણ KYC જરૂરી: પીએફ ખાતામાં આધાર (Aadhaar), પાન કાર્ડ (PAN) અને બેંક એકાઉન્ટની વિગતો સંપૂર્ણપણે અપડેટ થયેલી (KYC Verified) હોવી જોઈએ.
  • મોબાઈલ નંબર લિંકિંગ: ખાતાધારકનો સક્રિય મોબાઈલ નંબર તેના UAN નંબર અને આધાર કાર્ડ સાથે લિંક હોવો અનિવાર્ય છે, જેથી ઓટીપી મેળવવામાં કોઈ સમસ્યા ન નડે.
  • મેચિંગ એકાઉન્ટ વિગતો: જે UPI ID નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે એ જ બેંક ખાતા સાથે જોડાયેલી હોવી જોઈએ જે બેંક એકાઉન્ટ EPFOના રેકોર્ડમાં પહેલેથી નોંધાયેલું છે.

જો સબ્સ્ક્રાઇબર્સ દ્વારા કોઈ પણ વિગત અથવા બેંક એકાઉન્ટ નંબરમાં ભૂલ કરવામાં આવશે, તો ડિજિટલ ક્લેમ સિસ્ટમ દ્વારા તેને તુરંત જ રિજેક્ટ કરી દેવામાં આવશે.

Gold-Silver Price Today 22 May : સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આજના લેટેસ્ટ ભાવ જાણી લેજો, નહીં તો થશે મોટું નુકસાન!

Tags :
Advertisement

.

×