EPFO : Tatpar પોર્ટલનું નવું વર્ઝન 2.0 લોન્ચ કરાયું, જાણી લો નવા અપડેટ્સ વિશે વિગતવાર
- EPFO દ્વારા Tatpar પોર્ટલનું અપડેટેડ વર્ઝન 2.0 લોન્ચ કરવામાં આવ્યું
- કર્મચારીઓના પરિવારને કોઈ પણ પ્રકારના વિલંબ વિના પીએફ, પેન્શન અને વીમાના લાભો મળશે
- tatpar.org.in નું અપડેટેડ વર્ઝન 2.0 નું યુઝર ઈન્ટરફેસ અત્યંત સરળ છે
EPFO : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના tatpar.org.in નું અપડેટેડ વર્ઝન 2.0 લોન્ચ કર્યુ છે. આ પોર્ટલ ખાસ કરીને કર્મચારીઓના પરિવાર માટે બનાવવામાં આવ્યું છે. જેમાં મૃત કર્મચારીઓના પરિવારોને તાત્કાલિક PF રકમ અને અન્ય લાભો સત્વરે અને સરળતાથી મળી રહે તેવી સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
tatpar.org.in નું અપડેટેડ વર્ઝન
EPFO કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે tatpar.org.in કાર્યરત હતું. હવે તેનું અપડેટેડ વર્ઝન 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. આ અપડેટેડ પોર્ટલ ખાસ કરીને એવા કર્મચારીઓ કે જેમનું કોઈપણ કારણોસર મૃત્યુ થાય ત્યારે અસરગ્રસ્ત પરિવારને સરળતાથી અને સત્વરે કર્મચારીઓના PF, પેન્શન અને વીમા લાભો પૂરા પાડી શકાશે. જેથી કર્મચારીના મૃત્યુ કે કોઈ આકસ્મિક ઘટના બાદ પરિવારને શક્ય તેટલી વહેલી તકે નાણાકીય સહાય મળી રહેશે.
આ પણ વાંચોઃ 'હેલિકોપ્ટરનું હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ', કેદારનાથમાં ટળી એક મોટી દુર્ઘટના!
હાઉ ટુ યૂઝ ? (How to Use ?)
જ્યારે પણ કોઈ મૃત કર્મચારીના પરિવારના સભ્યો અથવા નોકરીદાતા કર્મચારીના મૃત્યુ વિશેની માહિતી tatpar.org.in ના અપડેટેડ વર્ઝન 2.0 પર અપલોડ કરવામાં આવશે ત્યારે EPFO ના પ્રાદેશિક કાર્યાલય દ્વારા સંબંધિત પરિવારનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવશે. ત્યારબાદ EPFO દ્વારા તાત્કાલિક લાભોનું વિતરણ, કર્મચારીઓનો PF, પેન્શન અને વીમા લાભો તાત્કાલિક પરિવારને આપવામાં આવશે. જેથી તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
અપડેટેડ વર્ઝનના ફાયદા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા tatpar.org.in નું અપડેટેડ વર્ઝન 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાથી મૃત કર્મચારીના પરિવારને તાત્કાલિક નાણાકીય સહાય મળી રહેશે. કર્મચારીઓના પરિવારને કોઈ પણ પ્રકારના વિલંબ વિના પીએફ, પેન્શન અને વીમાના લાભો મળશે.
આ પણ વાંચોઃ Heat Risk Management : ભારતે અપનાવ્યો ગરમીના જોખમ વ્યવસ્થાપન માટે -સક્રિય અને દૂરંદેશી અભિગમ