EPFO UPI Withdrawal : નોકરિયાતો માટે જલસો, હવે ATM ની જેમ UPI થી ઉપાડો PF
- EPFO સભ્યો માટે ઐતિહાસિક નિર્ણય: હવે UPI થી નીકળશે PF ના પૈસા (EPFO UPI Withdrawal)
- એપ્રિલ 2026 થી પીએફના પૈસા ઉપાડવા ક્લેમ ફાઈલ કરવાની જરૂર નહીં પડે
- UPI પિન નાખતા જ ગણતરીની સેકન્ડોમાં પૈસા બેંક ખાતામાં જમા થશે
- ઓટો-સેટલમેન્ટની લિમિટ 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરાઈ
- ઈમરજન્સીમાં લગ્ન કે બીમારી માટે હવે 3 દિવસની રાહ જોવી નહીં પડે
EPFO UPI Withdrawal : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના કરોડો સભ્યો માટે એક ક્રાંતિકારી સુવિધા લાવવા જઈ રહ્યું છે. જો તમે પણ પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની લાંબી પ્રક્રિયાથી કંટાળી ગયા હોવ, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ છે. એપ્રિલ 2026 થી EPFO મેમ્બર્સ પોતાના પ્રોવિડન્ટ ફંડ (PF) નો અમુક હિસ્સો સીધો UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) દ્વારા ઉપાડી શકશે. આ રકમ ગણતરીની મિનિટોમાં જ સીધી તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે.
ATM PF Withdrawal
UPI થી PF ના પૈસા કેવી રીતે ઉપાડી શકાશે?
નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ સભ્યોએ ક્લેમ ફોર્મ ભરવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. મેમ્બર્સ પોતાના સ્માર્ટફોનમાં UPI પિનનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે ફંડ ઉપાડી શકશે. જોકે, આ માટે એક શરત એ રહેશે કે પીએફ ખાતામાં અમુક નક્કી કરેલી લઘુત્તમ રકમ (Minimum Balance) રાખવી પડશે, બાકીની રકમ તમે જરૂર પડે ત્યારે સીધી બેંકમાં ટ્રાન્સફર કરી શકશો. એકવાર પૈસા ખાતામાં આવી જાય પછી તમે તેનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટ, ATM ઉપાડ કે ડેબિટ કાર્ડ દ્વારા કરી શકો છો.
EPFO UPI Withdrawal : હાલની ક્લેમ પ્રોસેસ અને નવી સિસ્ટમમાં તફાવત
વર્તમાન સમયમાં પીએફના પૈસા ઉપાડવા માટે ઓનલાઇન ક્લેમ ફાઈલ કરવો પડે છે. ઓટો-સેટલમેન્ટ મોડ હોવા છતાં, પૈસા ખાતામાં આવતા લગભગ ત્રણ દિવસ જેટલો સમય લાગી જાય છે. EPFO પાસે દર વર્ષે 5 કરોડથી વધુ ક્લેમ આવે છે, જેના કારણે સિસ્ટમ પર મોટો લોડ રહે છે. આ કામગીરીના ભારણને ઘટાડવા અને સભ્યોને ઝડપી સેવા આપવા માટે જ આ નવી UPI આધારિત સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે.
ઓટો સેટલમેન્ટ લિમિટમાં પણ પાંચ ગણો વધારો
આ ઉપરાંત, સભ્યો માટે બીજી એક મોટી રાહતની પણ જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ઓટો-સેટલમેન્ટ હેઠળ માત્ર 1 લાખ રૂપિયા સુધીની જ ઉપાડ શક્ય હતી, જેને હવે વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ ફેરફારને કારણે બીમારી, લગ્ન, શિક્ષણ કે ઘર ખરીદવા જેવી તાત્કાલિક જરૂરિયાતો માટે સભ્યોને ત્રણ દિવસની અંદર જ મોટી રકમ મળી રહેશે.
EPFO ની સેવાઓ બેંકો જેવી બનશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, EPFO પાસે બેંકિંગ લાયસન્સ નથી, તેથી તે સીધેસીધું બેંકની જેમ ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપી શકતું નથી. પરંતુ કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે પીએફ ખાતાધારકોને બેંકો જેવી જ સરળ અને ઝડપી સેવાઓ મળે. એપ્રિલ 2026 થી શરૂ થનારી આ સુવિધા ડિજિટલ ઇન્ડિયા તરફનું એક મોટું પગલું સાબિત થશે.
આ પણ વાંચો : ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં નવો અધ્યાય ઉમેરાયો, Air India એ કર્યો કમાલ !


