EPFO: શું ATM માંથી PF ની 50% રકમ જ ઉપાડી શકાશે? જાણો કેટલા પગાર પર ઉપાડી શકશો કેટલી રકમ ?
- હવે ભવિષ્ય નિધિનાં (EPFO) પૈસા ATM થી ઉપાડવાની સુવિધા મળશે
- EPFO સભ્યો કુલ PF રકમનાં માત્ર 50 ટકા જ ઉપાડી શકશે : સૂત્ર
- માસિક પગાર રૂ.15 હજારથી વધુ છે તો PF ખાતામાંથી રૂ.7 લાખ સુધીની રકમ મળી શકશે : સૂત્ર
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સચિવ સુમિત્રા ડાવરે એક દિવસ પહેલા જણાવ્યું હતું કે, ભવિષ્ય નિધિનાં પૈસા ATM થી ઉપાડવાની સુવિધા આવતા વર્ષ સુધીમાં શરૂ કરવામાં આવશે. આ માહિતી સામે આવતા જ EPFO સભ્યોમાં ખુશીની લહેર દોડી છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે EPFO નાણા ઉપાડવાની સુવિધા હેઠળ, ભવિષ્ય નિધિનાં સભ્યો અથવા ગ્રાહકો બેંકિંગ જેવી સુવિધાઓ મેળવી શકશે.
આ પણ વાંચો - 7 Crore EPF ખાતાધારકો માટે આવી ખુશખબર
EPFO સભ્યો માટે રોકડ ઉપાડવાની નવી પ્રક્રિયા શરૂ થશે
સૂત્રો અનુસાર, ATM માંથી PF ની રકમ ઉપાડવા માટે સમર્પિત કાર્ડ ઇશ્યૂ કરવામાં આવી શકે છે. સુમિત્રા ડાવરાનાં (Sumitra Daware) જણાવ્યા અનુસાર, આ માટે હાર્ડવેર અપડેટ કરવામાં આવશે અને ત્યાર બાદ નવી સિસ્ટમનો પ્રારંભ થશે. જણાવી દઈએ કે, EPFO સભ્યોને હાલમાં ક્લેમ સેટલમેન્ટ માટે 7 થી 10 દિવસ સુધી રાહ જોવી પડે છે.
EPFO સભ્યો કુલ PF રકમનાં માત્ર 50 ટકા જ ઉપાડી શકશે!
સૂત્રોનાં જણાવ્યા અનુસાર, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનનાં (EPFO) સભ્યો માટે આ મહત્ત્વપૂર્ણ માહિતી છે કે તેઓ ATM જેવા કાર્ડથી તેમના PF ખાતાની કુલ જમા રકમમાંથી માત્ર 50 ટકા સુધી જ ઉપાડી શકશે.
આ પણ વાંચો - સ્કૂલો બાદ હવે RBI ને ઉડાવી દેવાની ધમકી!
#WATCH | Delhi | On PF withdrawal through ATMs, Secretary of Ministry of Labour and Employment, Sumitra Dawra says, “We are upgrading the IT system of our PF provision. We have already seen some improvements. The speed and auto-settlement of claims have increased, and unnecessary… pic.twitter.com/sT8KemnIF8
— ANI (@ANI) December 11, 2024
મૃતક EPFO સભ્યનાં વારસદારો ATM માંથી PF ના પૈસા ઉપાડી શકશે
શ્રમ સચિવે એવી પણ માહિતી આપી હતી કે મૃતક EPFO સભ્યોનાં નોમિની પણ ATM દ્વારા તેમની એમ્પ્લોયી ડિપોઝિટ લિન્ક્ડ ઇન્શ્યોરન્સ (EDLI) ક્લેમની રકમ ઉપાડી શકશે. નોકરીદાતાઓ આ વીમા યોજનામાં યોગદાન આપે છે.
કેટલા પગાર પર ઉપાડવા માટે કેટલી રકમ ઉપલબ્ધ થશે?
સૂત્રો અનુસાર, જે સભ્યોનો સરેરાશ માસિક પગાર રૂ. 15 હજારથી વધુ છે તેઓ તેમના પીએફ ખાતામાંથી રૂ. 7 લાખ સુધીની રકમ મેળવી શકે છે. આ સિવાય, જેમની સરેરાશ માસિક આવક રૂ. 15 હજારથી ઓછી છે, તેમને ATM માંથી રૂ. 5.5 લાખ સુધી ઉપાડવાની સુવિધા આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો - જેટલા પૈસા હોય તે આ શેરમાં રોકી દો, નિષ્ણાંતો પણ કરી રહ્યા છે પડાપડી