FASTag Rules for Disabled : દિવ્યાંગજનો માટે FASTag ના બદલાયા નિયમ, હવે નહીં કરાવવું પડે વારંવાર આ કામ
દિવ્યાંગજનો માટે ટોલ પ્લાઝા પર મળતી ખાસ સુવિધા સાથે જોડાયેલા FASTagમાં હવે મહત્વનો ફેરફાર થયો છે. અગાઉ જે પ્રક્રિયા વારંવાર કરવી પડતી હતી તેમાં હવે રાહત મળી શકે છે. જોકે દરેક દિવ્યાંગ વ્યક્તિ માટે એકસરખી વેલિડિટી રહેશે નહીં. દિવ્યાંગતાનું પ્રમાણ, વાહનની નોંધણી અને જરૂરી દસ્તાવેજો અહીં મહત્વની ભૂમિકા ભજવશે.
Advertisement
FASTag Rules for Disabled : દિવ્યાંગજનોને ટોલ ટેક્સમાં મળતી છૂટ માટેના FASTag (FASTag Rules for Disabled) અંગે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ હવે FASTagની વેલિડિટી દિવ્યાંગતાના પ્રમાણના આધારે નક્કી થશે. આ ફેરફારનો મુખ્ય હેતુ પાત્ર દિવ્યાંગજનો માટે ટોલ પ્લાઝા પરથી પસાર થવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

