મેટલના ભાવ અને ભૂરાજકીય તણાવની અસર
ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ માટે તાંબું (Copper), સ્ટીલ (Steel), એલ્યુમિનિયમ (Aluminium) અને ક્રૂડ ઓઇલ આધારિત કાચા માલની કિંમત વધી છે. સાથે કરન્સી માર્કેટ (Currency Market)માં ઉતાર-ચઢાવ, ફ્રેઇટ ચાર્જ (Freight Charges)માં વધારો અને પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ (Geopolitical Tension) પણ ખર્ચ વધારી રહ્યા છે. વર્ષ 2026માં આ ભાવવધારાનો ત્રીજો રાઉન્ડ હોવાનું જણાવાયું છે.
AC 8% સુધી મોંઘા થઈ શકે
એક રિપોર્ટ મુજબ, 1 ઓક્ટોબરથી એર કન્ડિશનરની કિંમતમાં તરત જ 5થી 8 ટકા સુધી વધારો થઈ શકે છે. જ્યારે વોશિંગ મશીન, રેફ્રિજરેટર અને LED TVના ભાવમાં 3થી 4 ટકા સુધી વધારો શક્ય છે. કેટલીક અન્ય કંપનીઓ હજુ કુલ ખર્ચની અસરનું મૂલ્યાંકન કરી રહી છે. બ્લૂ સ્ટાર (Blue Star), ગોદરેજ એપ્લાયન્સિસ (Godrej Appliances), હાયર (Haier), ડાઇકિન (Daikin) અને સુપર પ્લાસ્ટ્રોનિક્સ (Super Plastronics) જેવી કંપનીઓએ 4થી 10 ટકા સુધી ભાવ વધારાની પુષ્ટિ કરી છે અથવા તે લાગુ કરી દીધો છે. LG અને Bosch Home Comfort-Hitachiએ ACના ભાવમાં આશરે 5 ટકા વધારો કર્યો છે, જ્યારે Panasonic હજુ નિર્ણય પહેલાં સ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે.
કંપનીઓએ શું કારણ આપ્યું?
Blue Starના MD બી. થિયાગરાજને જણાવ્યું કે યુદ્ધના કારણે તાંબું, સ્ટીલ અને પ્લાસ્ટિક મોંઘાં થયા છે. ગયા ફેસ્ટિવ સીઝનની સરખામણીએ ખર્ચ લગભગ 15 ટકા વધ્યો છે, જોકે GSTના આશરે 10 ટકા ફાયદાથી ગ્રાહકો પર વાસ્તવિક અસર લગભગ 5 ટકા રહી શકે છે. Godrej Enterprises Groupના Appliance Business Head કમલ નંદીએ જણાવ્યું કે વિવિધ કેટેગરીમાં 5થી 7 ટકા ભાવવધારો થઈ શકે છે. કેટલીક બ્રાન્ડ ઓક્ટોબરથી તો કેટલીક નવેમ્બરથી વધારો લાગુ કરશે.
Haier Indiaના પ્રમુખ એન.એસ. સતીશે 1 ઓક્ટોબરથી Room ACમાં 5 ટકા અને LED TV તથા વોશિંગ મશીનમાં 2થી 3 ટકા વધારો કરવાની યોજના જણાવી છે. તેમના મુજબ જાન્યુઆરી સુધી કુલ ભાવવધારો 15 ટકા સુધી પહોંચી શકે છે. તેમણે જણાવ્યું કે તાંબાનો ભાવ 8,000-9,000 ડોલર પ્રતિ મેટ્રિક ટનથી વધીને 14,500 ડોલર થયો છે.
Daikin Indiaએ 16 સપ્ટેમ્બરે 8થી 10 ટકા ભાવવધારો જાહેર કર્યો હતો. કંપનીના CMD કનવલજીત જાવાના જણાવ્યા મુજબ તાંબાની કિંમતમાં 25થી 35 ટકા વધારો થયો છે. બીજી તરફ Thomson અને Kodak TV બનાવતી SPPL ઓક્ટોબર પછી TVના ભાવમાં 7 ટકા વધારો કરવાની તૈયારીમાં છે, જ્યારે હોમ એપ્લાયન્સમાં કંપની પહેલેથી જ 4થી 5 ટકા ભાવવધારો કરી ચૂકી છે.
આ પણ વાંચો : Global Debt 2026 : વિશ્વ પર દેવાનો પહાડ, કુલ દેવું 365 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું! શું મહામંદી આવશે?