જાણી લો...સોનાના ભાવ ઘટવાના મહત્વના 3 કારણો, શું ખરેખર ઘટશે સોનાના ભાવ ?
- માત્ર 1 જ દિવસમાં 1600 રુપિયાનો ઘટાડો
- કેન્દ્રીય બેન્કોએ સોનાની ખરીદી ઓછી કરી
- ગોલ્ડ ઈટીએફના રોકાણમાં વધારો થઈ રહ્યો છે
Gold price fall: જેટલું પણ સોનું છે તમારી પાસે એટલું વેચી નાંખો એવું કોઈ તમને કહે તો તમે કહેશો કે 10 ગ્રામ સોનાનો ભાવ 93,000 સુધી પહોંચી ગયો છે. શા માટે વેચવું... પણ જો સોનામાં હજૂ પણ વળતર મળે તેવી આશા રાખી હશે તો આ આશા ઠગારી નીવડી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો પર જે રીતે ટેરિફ લાદ્યો છે તે બાદ સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં સોનાના 10 ગ્રામના ભાવમાં 500થી 540 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.
માત્ર 1 જ દિવસમાં 1600 રુપિયાનો ઘટાડો
શુક્રવારે 4 એપ્રિલે સોનાના ભાવમાં માત્ર 1 જ દિવસમાં 1600 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકન નિષ્ણાંતો અનુસાર સોનાના ભાવમાં આગામી સમયમાં 38 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. જો આવું થશે તો ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત 56000 સુધી પહોંચી શકે છે.
સોના ભાવ ઘટવાના મહત્વના 3 કારણો
સોના ભાવ ઘટવાના અન્ય કારણોમાં (1)વિશ્વભરમાં સોનાનું ઉત્પાદન વધ્યું છે. (2)કેન્દ્રીય બેન્કોએ સોનાની ખરીદી ઓછી કરી છે. (3)ગોલ્ડ ઈટીએફના રોકાણમાં વધારો થઈ રહ્યો છે. ગોલ્ડના ઈન્વેસ્ટર અને બાયર્સે એ જાણવું જરૂરી છે કે સોનાના બજારમાં ઉથલ પાથલ જરૂર થશે.
આ પણ વાંચોઃ Gold price : એક લાખ છોડો! 55000 પર આવશે સોનું, ભાવમાં થશે 40 ટકા સુધીનો ધરખમ ઘટાડો!
સોનાના ભાવમાં આશરે 38% સુધી ઘટાડાની આગાહી
અમેરિકાની જાણીતી સંસ્થા મોર્નિંગસ્ટારના વિશ્લેષક જોન મિલ્સે કરેલ આગાહી અનુસાર આગામી વર્ષોમાં સોનાના ભાવમાં આશરે 38% સુધી ધટાવાની સંભાવના છે. હાલમાં 24 કેરેટ સોનું ભારતીય બજારમાં 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને વૈશ્વિક બજારમાં 3,100 ડોલર પ્રતિ ઔંસ ઉપર વેચાઈ રહ્યું છે. જો 40% ઘટાડો થાય તો ભારતમાં (gold price india)તેનો ભાવ 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે.
સોનામાં આવી શકે છે અધધધ ઘટાડો! । Gold prices to fall below Rs 56,000? | Gujarat First#GoldPrice #Gold #GoldRateDrop #GoldBelow56K #InvestmentAlert #GoldMarketTrend #GujaratFirst pic.twitter.com/iKGcfep8xe
— Gujarat First (@GujaratFirst) April 6, 2025
બેંક ઓફ અમેરિકાનું અનુમાન
2024માં સોનાના ક્ષેત્રમાં મર્જર અને એક્વિઝિશન 32% વધ્યું છે, જે બજારનાં ટોચના સ્તરે હોવાની સંભાવના દર્શાવે છે. સોનાના ETFમાં જે વધારો થયો છે તે અગાઉના ભાવ ઘટાડાના પેટર્ન સાથે મળે છે, જેના કારણે ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. પરંતુ કેટલીક મોટી ફાઈનાન્સિયલ સંસ્થાઓ હજુ પણ સોનાના ભાવ વધશે એવી ધારણા રાખે છે. બેંક ઑફ અમેરિકાનું અનુમાન છે કે સોનું આગામી બે વર્ષમાં 3,500 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે. ગોલ્ડમેન સૅક્સ મુજબ, સોનાની કિંમત વર્ષના અંત સુધીમાં 3,300 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.
આ પણ વાંચોઃ Tariff યુદ્ધે વૈશ્વિક નાણાકીય બજારોને હચમચાવ્યું, આર્થિક મંદીના એંધાણ


