ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પહેલા RBI એ નિરાશ કર્યા અને હવે HDFC એ આપ્યો મોટો ઝટકો

RBI એ રેપોરેટમાં લોકો કર્યા નિરાશા HDFC બેન્કે લોન ધારકોને મોટો ઝડકો આપ્યો MCLR રેટમાં 0.05 ટકાનો વધારો  HDFC Bank :RBI એ એકવાર ફરીથી રેપો રેટમાં કાપ નહીં કરીને લોકોને નિરાશ કરી નાખ્યા. જ્યારે હવે દેશની સૌથી મોટી પ્રાઈવેટ...
03:18 PM Dec 09, 2024 IST | Hiren Dave
RBI એ રેપોરેટમાં લોકો કર્યા નિરાશા HDFC બેન્કે લોન ધારકોને મોટો ઝડકો આપ્યો MCLR રેટમાં 0.05 ટકાનો વધારો  HDFC Bank :RBI એ એકવાર ફરીથી રેપો રેટમાં કાપ નહીં કરીને લોકોને નિરાશ કરી નાખ્યા. જ્યારે હવે દેશની સૌથી મોટી પ્રાઈવેટ...

 HDFC Bank :RBI એ એકવાર ફરીથી રેપો રેટમાં કાપ નહીં કરીને લોકોને નિરાશ કરી નાખ્યા. જ્યારે હવે દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંકે પોતાના ગ્રાહકોને જોરદાર ઝટકો આપ્યો છે. HDFC Bank અમુક પીરિયડ માટે લોન પર MCLR રેટમાં વધારો ઝીંકી દીધો છે. MCLR રેટમાં 0.05 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બેંકના આ ઝટકા બાદ ઓવરનાઈટ પીરિયડ માટે લોન રેટ 9.15 ટકાની જગ્યાએ વધીને 9.20 ટકા થઈ ગયો છે. નવા વ્યાજ દર 7 ડિસેમ્બરથી લાગૂ થઈ ગયા છે.

HDFC બેંકના ગ્રાહકોને મોટો ઝટકો

બેંકે ઓવરનાઈટ પીરિયડના વ્યાજ દરોમાં ફેરફાર કરતા તેને 9.15 ટકાથી વધારીને 9.20 ટકા કરી નાખ્યો છે. બેંકના આ નિર્ણયથી HDFC પાસેથી હોમ લોન, કાર લોન લેનારા ગ્રાહકોના ઈએમઆઈ પર અસર જોવા મળશે. MCLR વધવાથી ફ્લોટિંગ લોનના વ્યાજ દર વધી જાય છે. જેના કારણે વર્તમાન ગ્રાહકોના EMI વધી જાય છે. અત્રે જણાવવાનું કે બેંકે ફક્ત ઓવરનાઈટ MCLR માં ફેરફાર કર્યો છે. બાકી પીરિયડના લોન દરોને સ્થિર રાખવામાં આવ્યા છે. MCLR રેટ વધવાથી વર્તમાન ગ્રાહકોના હોમ લોન, કાર લોન, પર્સનલ લોનના વ્યાજ દર વધી ગયા. જ્યારે જે લોકો બેંક પાસેથી લોન લેવા માંગે છે તેમને પણ હવે મોંઘી લોન મળશે.

આ પણ  વાંચો -શેરબજાર ખૂલતા જ કડકો , રિલાયન્સ, TCS સહિત આ શેરો તૂટયા

PayZapp વોલેટવાળાને પણ ઝટકો

આ પહેલા બેંકે પોતાના PayZapp વોલેટ યૂઝર્સને પણ ઝટકો આપ્યો છે. 6 ડિસેમ્બરના રોજ બેંકે નોટિફિકેશન મોકલીને આ અંગે જાણકારી આપી અને કહ્યું કે PayZapp Walletમાં ક્રેડિટ કાર્ડ(Credit Card) થી પૈસા લોડ કરવામાં આવશે તો 2.5 ટકા પ્લસ GST ચાર્જ ભરવો પડશે. જો કે PayZapp વોલેટમાં યુપીઆઈ કે ડેબિટ કાર્ડ દ્વારા પૈસા એડ કરવામાં કોઈ ચાર્જ ભરવો પડશે નહીં. પહેલા આ ચાર્જ 1.5 ટકા હતો. જે 6 ડિસેમ્બરથી વધીને 2.5 ટકા થઈ ગયો.

Tags :
HDFC Bankhdfc bank home loanHDFC CAR Loanhdfc home loan interest rate hikehdfc loan interest ratehfdc bank emi calculatorhome loan emi calculation
Next Article