Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

હડતાલથી ગભરાઇ ફૂડ ડિલિવરી એપની કંપનીઓ, અંતે રાઇડર્સની જીત

દિવસના 24 કલાકમાંથી મોટા ભાગના કલાકો રોડ રસ્તા પર વિતાવતા ગિગ વર્કર્સ અને ડિલિવરી રાઇડર્સ દ્વારા 31 ડિસેમ્બરના રોજ હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આ દિવસે ફૂડ અને ક્વિક કોમર્સમાં ડિલિવરી માટેની વધારે માંગ હોવાના કારણે કંપનીઓ હડતાલથી ફફડી ઉઠી હતી. અને રાઇડર્સ દ્વારા કરવામાં આવેલી માંગ પૈકી કેટલાક મુદ્દાઓ ત્વરિત માની લીધા હતા.
હડતાલથી ગભરાઇ ફૂડ ડિલિવરી એપની કંપનીઓ  અંતે રાઇડર્સની જીત
Advertisement
  • ફૂડ ડિલિવરી રાઇડર્સે પોતાની માંગને લઇને હડતાલની જાહેરાત કરી
  • વર્ષના અંતિમ દિવસે કમાણીને મોટો ફટકો પડતો અટકાવવા કંપનીએ જાહેરાતો કરી
  • કામ ચલાઉ જાહેરાતને પગલે કર્મચારીઓમાં કચવાટ

Food Delivery Gig Workers Strike Effect : અગાઉ ડિલિવરી રાઇડર્સે 31 ડિસેમ્બરે હડતાળની જાહેરાત કરી હતી. આ વચ્ચે ઝોમેટો અને સ્વિગીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વધુ સારા પગાર અને વીમા માટે વિરોધ કરી રહેલા ગિગ વર્કર્સ માટે માટે પ્રોત્સાહનો શરૂ કરવાની જાહેરાત કરી છે, સાથે જ પેઆઉટ વધારવાની પણ જાહેરાત કરી છે. 31 ડિસેમ્બર વર્ષના સૌથી વ્યસ્ત દિવસોમાંનો એક છે, અને જો ડિલિવરી રાઇડર્સ તેમની હડતાળ ચાલુ રાખે છે, તો કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે.

Advertisement

આ મુદ્દાઓ અંગે કાર્યવાહીની માંગ કરાઇ

ડિલિવરી રાઇડર્સનું કહેવું છે કે, 14 થી 16 કલાક રસ્તા પર વિતાવવા છતાં, તેઓ પૂરતું કમાઈ શકતા નથી, અને નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેઓએ એમ પણ કહ્યું કે, જ્યારે કોઈ ગ્રાહક ઓર્ડર રદ કરે છે, ત્યારે તેમણે નુકશાનનો સામનો કરવો પડે છે. ડિલિવરી રાઇડર્સ દ્વારા કામ પર સારી પરિસ્થિતિઓ, વીમો, પગાર વધારો, અને સામાજિક સુરક્ષાની માંગણી ઉઠાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

તમામને જોડાવવા અપીલ

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઓર્ડરનું પ્રમાણ વર્ષનું સૌથી વધુ છે. તેથી, આ હડતાળ ફૂડ ડિલિવરી અને Zomato, Swiggy, Blinkit, Zepto, Instamart જેવી ક્વિક કોમર્સ કંપનીઓ પર નોંધપાત્ર અસર કરી શકે છે. એક સંયુક્ત નિવેદનમાં, TGPWU, IFAT, અને Gig & Platform Service Workers Union ને 31 ડિસેમ્બર, 2025 ના રોજ હડતાળમાં જોડાવા માટે તમામ ગિગ, પ્લેટફોર્મ, એપ્લિકેશન-આધારિત અને ફ્રીલાન્સ રાઇડર્સને અપીલ કરી છે.

ઓર્ડર રદ કરવા પર દંડ હટાવાયો

આ વચ્ચે ઝોમેટો રાઇડર્સને પીક અવર્સ (સાંજે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી) દરમિયાન ઓર્ડર દીઠ રૂ. 120-150 ની કમાણી ઓફર કરી રહ્યું છે. ઓર્ડર વોલ્યુમના આધારે, સંભવિત કમાણી દરરોજ રૂ. 3,000 સુધી પહોંચી શકે છે. હાલમાં, ઓર્ડર રદ કરવા અને નકારવા માટે દંડ માફ કરવામાં આવ્યો છે. પરંતુ આ ફક્ત હાલ પુરતું હોવાનું જાણવા મળી રહ્યું છે.

બે દિવસમાં રૂ. 10 હજાર કમાવવાની તક

બીજી તરફ, સ્વિગીએ તેના ડિલિવરી રાઇડર્સને 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી વચ્ચે રૂ. 10,000 સુધી કમાવવાની તક પણ આપી છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ છ કલાકની પીક વિન્ડો (સાંજે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી) દરમિયાન રૂ.2,000 સુધી કમાવવાની તક છે.

આ પણ વાંચો --------  અપડેટ થજો નહીંતર પતી જશો!: AI થી ખતમ થનારી 40 જૉબ્સનું આવ્યું લિસ્ટ

Tags :
Advertisement

.

×