Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

FPI Outflow April 2026: ભારતીય શેરબજારમાં યુદ્વનો ખૌફ! રોકાણકારોએ જંગી ભંડોળ પાછું ખેંચ્યું

ભારતીય શેરબજારમાં ચાલી રહેલી તેજીના વલણ વચ્ચે પણ વિદેશી રોકાણકારો (FPI) સતત પીછેહઠ કરી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં જ અબજો રૂપિયા પાછા ખેંચી લેવા પાછળ માત્ર યુદ્ધ જ નહીં, પણ અન્ય કેટલાક એવા પરિબળો જવાબદાર છે જે સોમવારે બજારમાં મોટો ઉથલપાથલ સર્જી શકે છે. રોકાણકારોની આ 'એક્ઝિટ' પાછળના રહસ્યો અને શાંતિ મંત્રણાની નિષ્ફળતાના સંકેતો શું છે તે જાણવું દરેક ટ્રેડર માટે અનિવાર્ય છે.
fpi outflow april 2026  ભારતીય શેરબજારમાં યુદ્વનો ખૌફ  રોકાણકારોએ જંગી ભંડોળ પાછું ખેંચ્યું
Advertisement
  • તેજી વચ્ચે વિદેશી રોકાણકારોએ (FPI) ભંડોળ પાછું ખેંચ્યું (FPI Outflow April 2026)
  • ઈરાન-અમેરિકા યુદ્ધ અને શાંતિ મંત્રણાની નિષ્ફળતાની અસર
  • આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ₹1.8 લાખ કરોડનો ઉપાડ
  • પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે રોકાણકારોનો મૂડ ખરાબ
  • સોમવારે બજાર ખુલતા સમયે મોટા ઘટાડાની શક્યતા

ભારતીય શેરબજારમાં (Indian Stock Market) ગયા અઠવાડિયે તેજીનો માહોલ હોવા છતાં વિદેશી રોકાણકારોનો (Foreign Portfolio Investors - FPI) મૂડ સુધરવાનું નામ નથી લઈ રહ્યો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને બદલાતા ભૌગોલિક-રાજકીય સમીકરણોને કારણે એપ્રિલના પ્રથમ 10 દિવસમાં જ વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી અંદાજે ₹48,213 કરોડ પાછા ખેંચી લીધા છે.

FPI Outflow April 2026 :  યુદ્ધવિરામની અસર બેઅસર

તાજેતરમાં અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચે યુદ્ધવિરામ પર સહમતી સધાઈ હતી, જેને કારણે બજારમાં ટૂંકા ગાળાની તેજી જોવા મળી હતી. જોકે, આ સંધિની વિદેશી રોકાણકારો (Investors) પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. માર્ચ મહિનામાં થયેલા રેકોર્ડ ₹1.17 લાખ કરોડના વેચાણ પછી એપ્રિલમાં પણ વેચવાલીનો આ દોર ચાલુ રહેતા બજારમાં ચિંતા વધી છે.

Advertisement

Advertisement

રોકાણકારો કેમ દૂર જઈ રહ્યા છે?

બજાર નિષ્ણાતોના (Market Experts) મતે, પશ્ચિમ એશિયામાં અસ્થિરતા અને ક્રૂડ ઓઈલના (Crude Oil) ભાવમાં સતત થતી વધઘટને કારણે FPI સેન્ટિમેન્ટ ખરડાયું છે. આ વર્ષે કુલ FPI ઉપાડનો આંકડો હવે ₹1.8 લાખ કરોડને પાર કરી ગયો છે. જોકે, ફેબ્રુઆરીમાં ₹22,615 કરોડના રોકાણ સાથે વાપસીના સંકેતો મળ્યા હતા, પરંતુ 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ સ્થિતિ સંપૂર્ણપણે પલટાઈ ગઈ છે.

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને સોમવારનો ખતરો

પાકિસ્તાનમાં (Pakistan) આયોજિત અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા કોઈ પણ પરિણામ વગર પૂરી થતા રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે. મંત્રણાની આ નિષ્ફળતાની સીધી અસર સોમવારે શેરબજારના (Stock Market) ઓપનિંગ પર જોવા મળી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી ભૌગોલિક સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વિદેશી રોકાણકારો ફરી સક્રિય થાય તેવી શક્યતા ઓછી છે.

આ પણ વાંચો:  શેરબજારમાં અત્યારે ભલે કડાકો હોય, પણ 2026 સુધીમાં સેન્સેક્સ 1.1 લાખના જાદુઈ આંકડાને સ્પર્શશે!

Tags :
Advertisement

.

×