Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

G7 Emergency Meeting: મધ્ય પૂર્વમાં યુદ્વની સ્થિતિ વચ્ચે ક્રુડ ઓઇલ $100ને પાર પહોંચતા હાહાકાર, G7 દેશોની ઇમરજન્સી બેઠક

વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલની કિંમતોએ સદી ફટકારતા અર્થતંત્રોમાં ફફડાટ ફેલાયો છે. મધ્ય પૂર્વના અશાંત વાતાવરણ વચ્ચે સપ્લાય ખોરવવાની ભીતિએ હવે દુનિયાના સાત શક્તિશાળી દેશોએ હરકતમાં આવવું પડ્યું છે. વ્યુહાત્મક તેલ ભંડારોના દરવાજા ખોલીને કિંમતોને કાબૂમાં લેવા માટેની એક ગુપ્ત રણનીતિ પર મહોર લાગી શકે છે. શું આ કટોકટી બેઠક સામાન્ય જનતાના ખિસ્સા પરનો બોજ હળવો કરી શકશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.
g7 emergency meeting  મધ્ય પૂર્વમાં યુદ્વની સ્થિતિ વચ્ચે  ક્રુડ ઓઇલ  100ને પાર પહોંચતા હાહાકાર  g7 દેશોની ઇમરજન્સી બેઠક
Advertisement
  • મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે ક્રુડ ઓઇલ  $100 ને પાર (G7 Emergency Meeting on Oil Prices)
  • G7 દેશોના નાણામંત્રીઓ યોજશે ઇમરજન્સી બેઠક
  • વ્યુહાત્મક તેલ અનામત મુક્ત કરવા પર થશે ચર્ચા
  • વૈશ્વિક બજારમાં તેલની અછત નિવારવા લેવાશે નિર્ણય

મધ્ય પૂર્વ (Middle East) માં યુદ્વના લીધે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વૈશ્વિક ઉર્જા બજાર (Global Energy Market) માં ભારે ખળભળાટ મચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલ (Crude Oil) ના ભાવ પ્રતિ બેરલ $100 ની સપાટી વટાવી જતાં વિશ્વભરના અર્થતંત્રો પર મોંઘવારીનું જોખમ તોળાઈ રહ્યું છે. આ કટોકટીનો ઉકેલ લાવવા માટે સાત વિકસિત દેશોના જૂથ (G7) ના નાણામંત્રીઓ એક મહત્વપૂર્ણ ઇમરજન્સી બેઠક (Emergency Meeting) યોજવા જઈ રહ્યા છે.

Advertisement

G7 Emergency Meeting on Oil Prices : વતી જતી કિંમતો ચિંતાનો વિષય

રોકાણકારોમાં એવી દહેશત છે કે જો સંઘર્ષ વધુ વકરશે તો તેલ પુરવઠાના મુખ્ય માર્ગો (Key Supply Routes) ખોરવાઈ શકે છે. આ સ્થિતિમાં વિશ્વભરમાં ક્રુડ તેલની ભારે અછત સર્જાઈ શકે છે. ખાસ કરીને યુરોપ અને એશિયાના દેશો કે જેઓ આયાત પર નિર્ભર છે, તેમના માટે આ સ્થિતિ પડકારજનક બની શકે છે.

Advertisement

વ્યુહાત્મક તેલ અનામતનો ઉપયોગ

G7 દેશોના નાણામંત્રીઓ આ બેઠકમાં પોતાના વ્યૂહાત્મક તેલ અનામત (Strategic Oil Reserves) માંથી તેલનો જથ્થો બજારમાં મુક્ત કરવો કે નહીં તે અંગે ગંભીર ચર્ચા કરશે. આ પ્રક્રિયામાં આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (International Energy Agency - IEA) ની ભૂમિકા પણ મહત્વની રહેશે. જો અનામત તેલ મુક્ત કરવામાં આવે, તો બજારમાં સપ્લાય વધશે અને કિંમતોને અંકુશમાં રાખવામાં મદદ મળશે, જેથી સામાન્ય ગ્રાહકોને મોંઘવારીના મારથી બચાવી શકાય.

આ પણ વાંચો:  White Phosphorus Use Lebanon: લેબનોનમાં ઈઝરાયેલનો રહેણાંક વિસ્તારોમાં વ્હાઇટ ફોસ્ફરસ બોમ્બથી કર્યો હુમલો, જાણો કેટલું છે ખતરનાક!

Tags :
Advertisement

.

×