G7 Oil Release : વિશ્વભરમાં વધતા ઈંધણના ભાવ અને ડીઝલની અછત વચ્ચે G7 દેશોએ મોટો નિર્ણય લીધો છે. G7 દેશો દ્વારા ઇમરજન્સી રિઝર્વમાંથી કુલ 100 મિલિયન બેરલ સુધીના ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો બજારમાં લાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા International Energy Agency (IEA)ના સંકલન હેઠળ કરવામાં આવશે.
20 દિવસમાં ડીઝલનો મોટો જથ્થો
G7ના નિર્ણય મુજબ રિઝર્વ રિલીઝની શરૂઆત તાત્કાલિક થશે અને પ્રક્રિયા ચાર મહિના સુધી ચાલશે. ખાસ કરીને શરૂઆતના 20 દિવસમાં ડીઝલનો નોંધપાત્ર જથ્થો બજારમાં લાવવામાં આવશે. હેતુ ડીઝલ સપ્લાય પર રહેલા દબાણને ઘટાડવાનો અને વૈશ્વિક Energy Marketમાં સ્થિરતા લાવવાનો છે. IEA આ પ્રક્રિયાની દેખરેખ રાખશે.
અમેરિકામાં ડીઝલના ભાવ રેકોર્ડ પર
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને યુરોપમાં ડીઝલના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. 2 ઓક્ટોબરે અમેરિકામાં ડીઝલનો સરેરાશ ભાવ 6.37 ડોલર પ્રતિ ગેલન હતો, જ્યારે 22 સપ્ટેમ્બરે તે 6.52 ડોલર પ્રતિ ગેલનના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. વૈશ્વિક સપ્લાયમાં વિક્ષેપને કારણે Refined Fuel Market પર દબાણ વધ્યું છે.
ક્રૂડ ઓઇલ બજારમાં તાત્કાલિક હલચલ
G7ની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય ઓઇલ માર્કેટમાં પણ હલચલ જોવા મળી. મીડિયા રિપોર્ટસ અનુસાર બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે યુરોપિયન ગેસઓઇલ ફ્યુચર્સમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો. જોકે, આ ઘટાડો લાંબા ગાળે કેટલો ટકશે તે વૈશ્વિક સપ્લાય અને ભૌગોલિક પરિસ્થિતિ પર નિર્ભર રહેશે.
ભારતના પેટ્રોલ-ડીઝલ પર શું અસર?
G7નો નિર્ણય વૈશ્વિક બજારમાં સપ્લાય વધારવા માટે મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તરત જ ઘટી જશે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ભાવ, રૂપિયાની કિંમત, રિફાઇનિંગ ખર્ચ અને સ્થાનિક માર્કેટિંગ નિર્ણય સહિતના અનેક પરિબળો ભારતના પંપ ભાવને અસર કરે છે. તેથી ભારતીય ગ્રાહકો માટે સીધી ભાવ ઘટાડાની અસર અંગે હજુ રાહ જોવી પડશે.
G7એ સભ્ય દેશો વચ્ચે Energy અને Petroleum Productsના Export પર પ્રતિબંધ ન મૂકવાની પણ પુષ્ટિ કરી છે. સાથે જ રિફાઇનરી મેન્ટેનન્સનું સંકલન કરીને શક્ય હોય ત્યાં ઉત્પાદન ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : LoRa Device : ન મોબાઇલ, ન Wi-Fi... છતાં સંદેશા મોકલતા આતંકીઓ, જાણો શું છે LoRa ડિવાઇસ?