Adani Group Tax : ગૌતમ અદાણીએ સરકારની ભરી તિજોરી, જાણો કેટલો ટેક્સ ભર્યો?
- ગૌતમ અદાણી ગ્રુપે 75,000 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો
- નાણાકીય વર્ષ 2023-24માં તેમણે 58,104 રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો
- આ વખતે અદાણી ગ્રુપે 29% થી વધુ ટેક્સ ચૂકવ્યો છે
Adani Group Tax : દેશના ત્રીજા સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ અદાણી ગ્રુપે (Adani Group Tax)નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 74,945 કરોડ રૂપિયાનો કર ચૂકવ્યો હતો જે ગયા વર્ષ કરતા 29% વધુ છે. આમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બંને કરનો સમાવેશ થાય છે. આ સિવાય કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે કરવામાં આવેલી ચૂકવણીનો પણ તેમાં સમાવેશ થાય છે. ગયા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2023-24માં ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના જૂથે 58,104 કરોડ રૂપિયાનો કર ચૂકવ્યો હતો.
અદાણીએ 74,945 કરોડ રૂપિયાનો કર ચૂકવ્યો
જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારી તિજોરીમાં આ ફાળો લિસ્ટેડ કંપનીઓ દ્વારા આપવામાં આવ્યો છે. આમાંથી 28,720 કરોડ રૂપિયા પ્રત્યક્ષ કર તરીકે આપવામાં આવ્યા હતા. 45,407 કરોડ રૂપિયા પરોક્ષ કર તરીકે આપવામાં આવ્યા હતા. બાકીના 818 કરોડ રૂપિયા અન્ય યોગદાનમાં સામેલ છે. જૂથની લિસ્ટેડ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અદાણી ટોટલ ગેસ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ગ્રીન એનર્જી અને અંબુજા સિમેન્ટનો સમાવેશ થાય છે.
Adani Group contributes Rs 74,945 crore tax in FY25
"For fiscal year 2025, the Adani Group’s total contribution to the exchequer increased by 29 percent to Rs 74,945 crore, from Rs 58,104 crore in FY 2023–24, through its portfolio of listed entities. Of the total contribution of… pic.twitter.com/QI9RomFqAv
— ANI (@ANI) June 5, 2025
આ પણ વાંચો -RBI ની જાહેરાતના એક દિવસ પહેલા માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 300 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24600ને પાર
7 કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ
આ 7 કંપનીઓ સિવાય ગ્રુપની 3 અન્ય લિસ્ટેડ કંપનીઓ, ACC અને Sanghi Industries દ્વારા ચૂકવવામાં આવેલ ટેક્સનો પણ આ આંકડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અદાણી ગ્રુપે 'બેઝિસ ઓફ પ્રિપેરેશન એન્ડ એપ્રોચ ટુ ટેક્સ' નામનો એક દસ્તાવેજ પણ પ્રકાશિત કર્યો છે. આ દસ્તાવેજ ગ્રુપની 7 કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાં અદાણી ગ્રુપના વૈશ્વિક ટેક્સ અને અન્ય યોગદાનની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે
આ પણ વાંચો -India FDI : ભારતે પાકિસ્તાનને ફરી આપ્યો મોટો ઝટકો, લીધો આ મહત્વનો નિર્ણય
મુંબઈ મેટ્રો નેટવર્કના નિર્માણના ખર્ચ જેટલો ટેક્સ
નાણાકીય વર્ષ 2025માં સરકારને કર તરીકે ચૂકવવામાં આવેલા રૂ. 74,945 કરોડ સમગ્ર મુંબઈ મેટ્રો નેટવર્કના નિર્માણના ખર્ચ જેટલા છે જેનો ઉપયોગ લાખો લોકો મુસાફરી માટે કરે છે. આ રકમ એટલી બધી છે કે તેનાથી ઓલિમ્પિક રમતો પણ યોજી શકાય છે. ભારત 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે બોલી લગાવવાની તૈયારી કરી રહ્યું છે. એવો અંદાજ છે કે આ ઇવેન્ટનો ખર્ચ રૂ. 34,700 કરોડથી રૂ. 64,000 કરોડની વચ્ચે થશે.
આ પણ વાંચો -
શેરમાં વધારો
ગુરુવારે શેર બજારમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના શેરમાં વધારો જોવા મળ્યો છે. આ શેર ૦.૯૯% ના વધારા સાથે રૂ. ૨,૫૧૪.૦૦ પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા ૫ વર્ષમાં, કંપનીના શેરે ૧૫૪૭.૨૩ ટકા વળતર આપ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં, તેણે ૩૦૫૬.૪૫% વળતર આપ્યું છે.