ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gold Price All Time High : ટેરિફ વોર વચ્ચે સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો નવો ભાવ

સોના-ચાંદીના ભાવ આસમાને (Gold Price All Time High) અમદાવાદમાં સોનું ઓલટાઈમ હાઈ સોનાનો ભાવમાં રૂ800 નો વધારો વૈશ્વિક સ્તરે સોનું બે સપ્તાહની ટોચે Gold Price All Time High: વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ ડોલર અને રૂપિયો નબળો પડતાં કિંમતી...
06:27 PM Aug 28, 2025 IST | Hiren Dave
સોના-ચાંદીના ભાવ આસમાને (Gold Price All Time High) અમદાવાદમાં સોનું ઓલટાઈમ હાઈ સોનાનો ભાવમાં રૂ800 નો વધારો વૈશ્વિક સ્તરે સોનું બે સપ્તાહની ટોચે Gold Price All Time High: વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ ડોલર અને રૂપિયો નબળો પડતાં કિંમતી...
Gold-Price AllTime-High

Gold Price All Time High: વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ ડોલર અને રૂપિયો નબળો પડતાં કિંમતી ધાતુના ભાવમાં તેજી આવી છે. સ્થાનિક બજારમાં આજે સોના-ચાંદીના (Gold Price All Time High)ભાવ આસમાને પહોંચ્યા હતા. અમદાવાદમાં પણ સોના-ચાંદીના ભાવ રેકોર્ડ સર્વોચ્ચ ટોચે નોંધાયા હતા.

 

અમદાવાદમાં સોનું ઓલટાઈમ હાઈ

અમદાવાદમાં આજે સોનું ફરી નવી ટોચે પહોંચ્યું હતું. સોનાનો ભાવ રૂ. 800 વધી રૂ. 104600 પ્રતિ 10 ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જે અગાઉ શનિવારે રૂ. 103800 પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદી પણ રૂ. 1000 ઉછળી રૂ. 1,18,000 પ્રતિ કિગ્રાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. એમસીએક્સ સોના-ચાંદીમાં પણ આજે તેજી જોવા મળી હતી.

આ પણ  વાંચો -Share market Down : ટેરિફ વોર વચ્ચે શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ આટલા પોઈન્ટ તૂટયો

વૈશ્વિક સ્તરે સોનું બે સપ્તાહની ટોચે

વૈશ્વિક સ્તરે ડોલર નબળો પડતાં તેમજ ફુગાવો વધવાની વકી વચ્ચે સોના-ચાંદીમાં ધૂમ ખરીદી નોંધાઈ હતી. સ્પોટ ગોલ્ડ આજે 0.1 ટકા ઉછળી 3399.60 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ક્વોટ થઈ રહ્યું હતું. જે ઈન્ટ્રા ડે 3401.73 ડોલર પ્રતિ ઔંસની બે સપ્તાહની ટોચે પહોંચ્યું હતું. ડોલર ઈન્ડેક્સ 0.1 ટકા ઘટ્યો હતો.

આ પણ  વાંચો -Report : અમેરિકા જોતું રહી જશે અને ભારત 2038 સુધીમાં બની જશે વિશ્વની..!

સોના-ચાંદીના ભાવમાં ઉછાળાના કારણો

 

અમદાવાદ ચોક્સી મહાજનના આંકડા પ્રમાણે, ઓગસ્ટમાં અત્યારસુધીમાં સોનાનો ભાવ રૂ. 3200 પ્રતિ 10 ગ્રામ વધ્યો છે. જ્યારે ચાંદી રૂ. 6000 પ્રતિ કિગ્રા મોંઘી થઈ છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં આગામી સમયમાં સોના-ચાંદીમાં વધુ તેજી નોંધાય તેવી શક્યતા કોમોડિટી નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Tags :
Gold-Price AllTime-HighGold-Silver Price TodayGujrata FirstHiren davePrecious metalsriseSilver Price
Next Article