Gold and silver price: ચાંદીએ તોડ્યા અત્યાર સુધીના બધા રેકોર્ડ! ભાવ 4 લાખ પાર, સોનામાં પણ જબરદસ્ત ઉછાળો
- Gold and silver price: ચાંદીએ બધા જૂના રેકોર્ડ તોડ્યા
- સોના-ચાંદી ખરીદતા પહેલા જાણો આજનો અપડેટ
- કિંમત 4 લાખને પાર, જાણો સોનાના અપડેટ
- ચાંદીની રૉકેટ સ્પીડ! 3 દિવસમાં મોટો ઉછાળો, સોનામાં પણ તેજી
Gold and silver price: જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમને આશ્ચર્યચકિત કરી શકે છે. સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ (Record) બનાવી રહ્યા છે. ભારતથી લઈને આંતરરાષ્ટ્રીય બજાર (International market) સુધી, કિંમતી ધાતુઓમાં પહેલા ક્યારેય ન હોય તેવો ઉછાળો જોવા મળી રહ્યો છે.
સોનાની વાત કરીએ તો, ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 71 હજાર રૂપિયા નજીક પહોંચી ગયું છે. જ્યારે ચાંદીની તો વાત જ થાય તેમ નથી. કારણ કે, પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ 4 લાખને પાર પહોંચી ગયો છે. બજારની ચર્ચા મુજબ જો આ વલણ યથાવત રહેશે તો આગામી દિવસોમાં ભાવ વધુ વધી શકે છે.
Gold and silver price: આંતરરાષ્ટ્રીય બજારમાં રેકોર્ડ વધારો
ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 5,591.61 ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો. સ્પોટ ગોલ્ડ 5,511.79 પ્રતિ ઔંસ પર ટ્રેડ (Trade) થતો જોવા મળ્યો. જેમાં 2.1% નો વધારો થયો. આ અઠવાડિયા (Week) માં અત્યાર સુધીમાં સોનાનો ભાવ 10% થી વધુ વધ્યો છે. અને સોમવારે પહેલીવાર 5,000 પ્રતિ ઔંસ સ્તરને પાર કરી ગયો છે.
ચાંદી પણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી. હાજર ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 118.061 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે સત્ર દરમિયાન 119.34 પ્રતિ ઔંસના નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર (All-time high) ને સ્પર્શ્યો હતો.
Gold and silver price: ભારતીય બજારમાં પણ ઐતિહાસિક ઉછાળો
બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange)(MCX) પર સોનાનો ભાવ 1 લાખ 66 હજાર 355 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જ્યારે ચાંદી 3 લાખ 86 હજાર 530 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો----- Digital Payment માં ભારતની મોટી છલાંગ, UPI નો ઉપયોગ 300 ટકા વધ્યો
Gold and silver price: બુલિયન બજારની સ્થિતિ
દિલ્હીના બુલિયન માર્કેટ (Bullion Market) માં ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. બુધવારે ચાંદી 15 હજાર રૂપિયા મોંઘી થઈ હતી. અને 3.85 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. આ સતત ત્રીજો દિવસ હતો જ્યારે ચાંદીમાં મોટો ઉછાળો નોંધાયો હતો. આ પહેલા 26 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં 40 હજાર 500 રૂપિયાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. વધતા ભાવની રેસમાં સોનું પાણ પાછળ નહોતું. 99.9% શુદ્ધતા ધરાવતા સોનામાં બુધવારે 5 હજારનો વધારો થયો હતો. આ સાથે જ સોનુ 1 લાખ 71 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ થઈ ગયો.
Gold and silver price: તેજી પાછળના મુખ્ય કારણો
1. યુએસ ફેડરલ રિઝર્વનો સંકેત:
યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ, વ્યાજ દરોને તટસ્થ રાખ્યા. ફેડ ચેર જેરોમ પોવેલે જણાવ્યું હતું કે, ફુગાવો હજુ પણ 2% લક્ષ્યથી ઉપર છે. આનાથી બજારની અનિશ્ચિતતામાં વધારો થયો અને રોકાણકારો સોના તરફ વળ્યા.
2. યુએસ-ઈરાન તણાવ:
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ કરાર પર વાટાઘાટો કરવા વિનંતી કરી અને ચેતવણી આપી કે ભવિષ્યમાં લશ્કરી કાર્યવાહી વધુ ગંભીર બની શકે છે. જવાબમાં, ઈરાને યુએસ, ઇઝરાયલ અને તેમના સાથીઓ સામે બદલો લેવાની ધમકી આપી. આ તણાવથી સોનાની માંગ વધુ મજબૂત થઈ.
3. સોનામાં રોકાણ કરતી ક્રિપ્ટો કંપનીઓ:
રોઇટર્સના અહેવાલ મુજબ, ક્રિપ્ટો (Crypto) કંપની ટેથર તેના પોર્ટફોલિયો (Portfolio) ના 10-15% ભૌતિક સોનામાં રોકાણ કરવાની યોજના ધરાવે છે. આનાથી સોનાના ભાવને વધારાનો ટેકો મળ્યો.
4. ડોલરમાં નબળાઈ:
યુએસ ડોલર (US dollar) માં ઘટાડાથી સોના અને ચાંદીના ભાવ મજબૂત થયા.
ચાંદી માટે એક અલગ વાર્તા સોનાના સસ્તા વિકલ્પો, પુરવઠાની અછત અને ઝડપથી વધતી ખરીદીને કારણે ચાંદીના ભાવ વધી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 60% થી વધુનો વધારો થયો છે.
આ પણ વાંચો------ IIP Growth: ડિસેમ્બરમાં 7.8%ના વધારા સાથે 26 માસના હાઈ પર IIP ગ્રોથ, માઈનિંગ-પાવરમાં તેજી


