Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gold and Silver Prices : સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે Good News! ભાવમાં મોટો ઘટાડો

Gold and Silver Prices : સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. મંગળવારે રેડ ઝોનમાં બંધ થયા બાદ બુધવારે MCX (Multi Commodity Exchange) પર ફ્યુચર્સ ટ્રેડિંગ ખુલતા જ ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો હતો.
gold and silver prices   સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે good news  ભાવમાં મોટો ઘટાડો
Advertisement

Gold and Silver Prices : સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. મંગળવારે રેડ ઝોનમાં બંધ થયા બાદ બુધવારે MCX (Multi Commodity Exchange) પર ફ્યુચર્સ ટ્રેડિંગ ખુલતા જ ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો હતો. એક જ દિવસમાં ચાંદી (Silver) પ્રતિ કિલોગ્રામ 4,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ હતી, જ્યારે સોનામાં પણ ઘટાડો જોવા મળ્યો અને 24 કેરેટ સોનું (24 Carat Gold) પ્રતિ 10 ગ્રામ 600 રૂપિયાથી વધુ ઘટ્યું.

સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો

છેલ્લા માત્ર 3 ટ્રેડિંગ દિવસોમાં ચાંદીના ભાવમાં કુલ 5,600 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. હાલમાં ચાંદીનો ભાવ 2,71,846 રૂપિયાથી ઘટીને લગભગ 2,66,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. આ ઘટાડા સાથે ચાંદી તેના ઇતિહાસના ઉચ્ચતમ સ્તર (All Time High)થી પણ ઘણી નીચે પહોંચી ગઈ છે. જાન્યુઆરીમાં નોંધાયેલા 4,57,328 રૂપિયાના પીક લેવલની તુલનામાં ચાંદી હવે લગભગ 1,91,000 રૂપિયા જેટલી સસ્તી થઈ ગઈ છે. સોના અંગે વાત કરીએ તો MCX પર ટ્રેડિંગ દરમિયાન 3 જુલાઈના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ (Futures Contract) ખુલતા જ સોનું 1,57,616 રૂપિયાથી ઘટીને 1,56,953 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. બજારમાં સતત દબાણને કારણે સોનું તેના 2,02,984 રૂપિયાના ઉચ્ચતમ સ્તરથી લગભગ 46,000 રૂપિયા જેટલું ઘટી ગયું છે, જે મોટો ફેરફાર ગણાય છે.

Advertisement

વૈશ્વિક તણાવ વચ્ચે Gold and Silver Prices માં મોટો ઘટાડો

સ્થાનિક બજાર એટલે કે IBJA (Indian Bullion Jewellers Association)ના ડેટા મુજબ પણ સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું અગાઉના 1,57,611 રૂપિયાથી ઘટીને 1,57,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. બીજી તરફ ચાંદી (Silver) 2,66,213 રૂપિયાથી ઘટીને 2,61,710 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. બજાર વિશ્લેષકો મુજબ આ ઘટાડાનું મુખ્ય કારણ ભૂ-રાજકીય તણાવ (Geopolitical Tensions) છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની ચર્ચાઓ નિષ્ફળ રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અંગે વધતી અનિશ્ચિતતા કારણે વૈશ્વિક બજારમાં દબાણ છે. સાથે જ અમેરિકી ડોલર (US Dollar) મજબૂત થતાં સોના-ચાંદી પર વધુ દબાણ આવ્યું છે.

Advertisement

આ ઉપરાંત રોકાણકારો દ્વારા કરવામાં આવેલ પ્રોફિટ બુકિંગ (Profit Booking) પણ ભાવ ઘટાડાનો મોટો કારણ બન્યું છે. કુલ મળીને, વૈશ્વિક અનિશ્ચિતતા અને બજારના ટેકનિકલ દબાણના કારણે સોનું અને ચાંદી બંનેમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, જે આવતા દિવસોમાં પણ બજારની ચાલને અસર કરી શકે છે.

આ પણ વાંચો : Share Market Opening Today : શેરબજારની સાવચેતીભરી શરૂઆત, જાણો તમારા પોર્ટફોલિયો પર કેવી અસર?

Tags :
Advertisement

.

×