Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gold and silver prices: સોના-ચાંદીના ભાવમાં ફરી વિસ્ફોટ, ચાંદી સાડા 3 લાખને પાર, સોનીઓને મંદીનો માર

સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે MCX ખુલતા જ બંને કિંમતી ધાતુઓ ફરી એકવાર નવા ઉછાળા સાથે ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. ચાંદીના ભાવમાં અચાનક 25 હજારનો વધારો નોંધાયો છે. તો સોનું પણ અધધ ભાવે પહોંચી ગયું છે. શું છે નવા ભાવ આવો જાણીએ..
gold and silver prices  સોના ચાંદીના ભાવમાં ફરી વિસ્ફોટ  ચાંદી સાડા 3 લાખને પાર  સોનીઓને મંદીનો માર
Advertisement
  • Gold and silver prices: બજાર ખૂલતા જ સોના ચાંદીના ભાવમાં ભડકો
  • ચાંદીએ તોડ્યા અત્યારસુધીના ભાવના રેકોર્ડ
  • ચાંદીમાં તેજીનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવી સ્થિતિ
  • ભારતીય બજારમાં ચાંદીના ભાવ ઓલટાઈમ હાઈ

Gold and silver prices: સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા. સોમવારે ભારતીય કોમોડિટી બજાર(Indian Commodity Market) બંધ હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધી ગયા હતા. જેના કારણે હલચલ મચી ગઈ હતી. મંગળવારે જ્યારે મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (Multi-commodity exchange) (MCX) પર ફ્યુચર્સ ટ્રેડિંગ (Futures Trading)શરૂ થયું, ત્યારે બંને ધાતુના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. એક કિલોગ્રામ (Kilogram) ચાંદીના ભાવ અચાનક 25 હજાર રૂપિયાનો ઉછાળો થયો છે. સાથે જ સોનામાં 10 ગ્રામમાં 3 હજાર 700 રૂપિયા વધી ગયા છે.

Advertisement

Gold and silver prices: ચાંદીમાં તેજી ક્યારે ધીમી પડશે?

ચાંદીમાં તેજી ચાલુ છે અને તેની ગતિ ટૂંક સમયમાં ધીમી પડે તેવું દૂર દૂર સુધી લાગી નથી રહ્યું. મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગ દરમિયાન 5 માર્ચની સમાપ્તિ તારીખ સાથે ચાંદીનો ભાવ (Silver rate) ખુલ્યો અને 3 લાખ 59 હજાર 800 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી ગયો હતો. અગાઉ શુક્રવારે (Friday) ચાંદીનો ભાવ 3 લાખ 34 હજાર 699 રૂપિયા પર બંધ થયો હતો. અને તેને ધ્યાનમાં લેતા ચાંદીની કિંમતમાં 25 હજાર 101 રૂપિયાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

Advertisement

આ પણ વાંચો---- Digital Payment માં ભારતની મોટી છલાંગ, UPI નો ઉપયોગ 300 ટકા વધ્યો

Gold and silver prices 01_GUJARAT_FIRST

Gold and silver prices: ભાવ વધવામાં સોનું પણ પાછળ નથી

જો આપણે સોનાના ભાવની વાત કરીએ, તો તે પણ ઉછાળો બનાવી રહ્યું છે. MCX પર સોનાનો ભાવ ગયા શુક્રવારે રૂ. 1 લાખ 56 હજાર 037 ના ભાવે બંધ થયો હતો. તેની સરખામણી (Comparison)એ તીવ્ર ઉછાળા સાથે ખુલ્યો. અને 1 લાખ 59 હજાર 820 પ્રતિ 10 ગ્રામના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો. આ રીતે, તે એક જ ઝટકામાં 3 હજાર 783 રૂપિયા મોંઘું થઈ ગયું. વર્ષના પહેલા દિવસથી એટલે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધી, સોનાના વાયદાના ભાવ રૂ. 24,016 પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે.

Gold and silver prices 02_GUJARAT_FIRST

સોના અને ચાંદીના ભાવ કેમ અટકી રહ્યા નથી?

સોના અને ચાંદીના ભાવમાં સતત વધારા પાછળના કારણોની વાત કરીએ તો, યુએસ ડોલરમાં સતત નબળાઈ અને વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓએ તેમને ટેકો આપ્યો છે. મધ્યસ્થ બેંકો સતત તેમની સોનાની ખરીદી વધારી રહી છે. અને તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. વધુમાં વૈશ્વિક તણાવ ચાલુ છે. જેના કારણે રોકાણકારો (Investors) સુરક્ષિત સ્વર્ગ તરીકે સોના અને ચાંદી તરફ વળી રહ્યા છે.

Gold and silver prices 04_GUJARAT_FIRST

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. જેના કારણે ઈરાન (Iran) પર અમેરિકા (America) ના હુમલાની શક્યતા વધી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે, અમેરિકાના વિમાનવાહક જહાજો (Aircraft carriers) અને યુદ્ધ જહાજો મધ્ય પૂર્વમાં આવી ગયા છે (યુએસ વિરુદ્ધ ઈરાન). આનાથી લોકો સુરક્ષિત આશ્રયસ્થાનો શોધવા માટે પ્રેરાયા છે.

આ પણ વાંચો---- India-EU trade deal : ભારત-યૂરોપિયન યૂનિયનની ડીલથી EU ની 96.6% પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટશે કે સમાપ્ત થશે

આ પણ વાંચો---- India-EU FTA Deal: ભારત અને EU વચ્ચે 'Mother of All Deals' , PM Modi નું સંબોધન

Tags :
Advertisement

.

×