Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gold and silver prices: સોના-ચાંદીના ભાવે ફરી પકડી રફ્તાર, કિંમતની રેસમાં બંને એકબીજાથી આગળ

13 જાન્યુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલી રહી છે. ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ 6 હજારથી વધુ વધ્યા છે. જ્યારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે 2 હજારનો વધારો થયો છે.
gold and silver prices  સોના ચાંદીના ભાવે ફરી પકડી રફ્તાર  કિંમતની રેસમાં બંને એકબીજાથી આગળ
Advertisement
  • Gold and silver prices: સોના-ચાંદીના ફરી વધ્યા ભાવ
  • ખરીદદારોના ખિસ્સા પર ભાર
  • જાણો તમારા શહેરમાં લેટેસ્ટ રેટ
  • એક જ દિવસમાં ભાવમાં મોટો વધારો
  • પટનામાં સોનું સસ્તું તો ઇન્દોરમાં મોંઘું, ચેક કરો આજનું લિસ્ટ

Gold and silver prices: 13 જાન્યુઆરી (January 13) ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલી રહી છે. ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ (Kilogram) 6 હજારથી વધુ વધ્યા છે. જ્યારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે 2 હજારનો વધારો થયો છે.

Gold and silver prices 01_GUJARAT_FIRST

Advertisement

આ પણ વાંચો--- PF Nominee: PF ખાતામાં નોમિની નહીં હોય તો નહીં ઉપાડી શકો રૂપિયા, જાણો EPFO ઈ-નોમિનેશન કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

Advertisement

Gold and silver prices: ચાંદીનો ભાવ શું છે?

MCX પર 1કિલો ચાંદીનો ભાવ 2 લાખ 42 હજાર 923 રૂપિયા પર ટ્રેડ (Trade) થઈ રહ્યો હતો, જે પ્રતિ કિલોગ્રામે 6 હજાર 488નો વધારો દર્શાવે છે. ચાંદી અત્યાર સુધીમાં 2 લાખ 39 626 રૂપિયા પ્રતિ કિલોના નીચા ભાવ અને 2 લાખ 43 હજાર 699 રૂપિયા પ્રતિ કિલોના ઉચ્ચતમ ભાવે પહોંચી ગઈ છે.

Gold and silver prices 02_GUJARAT_FIRST

Gold and silver prices: સોનાનો ભાવ શું છે?

સવારે 10 વાગ્યાની આસપાસ, સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે (10 grams) 1 હજાર 639નો વધારો થયો. હાલમાં, 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 54 હજાર 475 રૂપિયા છે. સોનાએ અત્યાર સુધીમાં પ્રતિ 10 ગ્રામે 1 લાખ 53 હજાર 750 રૂપિયા અને 1 લાખ 54 હજાર 837 રૂપિયાની ઊંચી સપાટી બનાવી છે.

Gold and silver prices: તમારા શહેરમાં શું છે ભાવ

શહેરસોનાનો ભાવ (₹ / 10 ગ્રામ)ચાંદીનો ભાવ (₹ / કિલો)
પટના₹1,54,300₹2,43,690
જયપુર₹1,54,390₹2,43,650
કાનપુર₹1,54,400₹2,43,350
લખનઉ₹1,54,400₹2,43,350
ભોપાલ₹1,54,520₹2,43,540
ઇન્દોર₹1,54,520₹2,43,540
ચંદીગઢ₹1,54,360₹2,43,290
રાયપુર₹1,54,460₹2,42,950

ઉપર આપેલા કોષ્ટક મુજબ, પટણામાં સોનાનો ભાવ સૌથી ઓછો છે. અહીં 10 ગ્રામ સોનાનો ભાવ 1,54,300 રૂપિયા છે. ભોપાલ અને ઇન્દોરમાં સોનાનો ભાવ સૌથી વધુ છે. અહીં 10 ગ્રામ સોનાનો ભાવ 1,54,520 રૂપિયા છે. જો આપણે ચાંદીની વાત કરીએ તો, રાયપુર (Raipur)માં ચાંદી સૌથી સસ્તી (Cheap) ઉપલબ્ધ છે. અહીં 1 કિલો ચાંદીનો ભાવ 2,42,950 રૂપિયા છે. પટણા (Patna)માં ચાંદી સૌથી મોંઘી ઉપલબ્ધ છે. અહીં 1 કિલો ચાંદીનો ભાવ 2,43,690 રૂપિયા છે.

આ પણ વાંચો--- Post Office Scheme: પોસ્ટ ઓફિસની ધમાકેદાર યોજના, શૂન્ય જોખમ સાથે દર મહિને ₹17,000 કમાવાની તક!

Tags :
Advertisement

.

×