Gold and silver prices: સપનામાં પણ ન ખરીદી શકાય એટલું મોંઘુ થયું સોનું, 2.50 લાખ નજીક પહોંચી ચાંદી
- Gold and silver prices: સોનાના ભાવમાં ફરી તેજી
- ગ્લોબલ માર્કેટમાં 1% નો વધારો નોંધાયો
- અઢી લાખ નજીક પહોંચી ગઈ ચાંદી
Gold and silver prices: ગયા વર્ષે વિસ્ફોટક રેકોર્ડ (Explosive record) બનાવનારા સોના અને ચાંદીના ભાવ નવા વર્ષમાં પણ આસમાને ઉંચકાયા છે. ફ્યુચર્સ માર્કેટમાં, ફેબ્રુઆરી (February) ડિલિવરી માટે સોનાના ભાવમાં પાછલા સત્રની તુલનામાં 1.13 ટકાનો વધારો નોંધાયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange) માં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ 37 હજાર 298 રૂપિયા પર પહોંચી ગયો હતો. તે જ સમયે, માર્ચમાં ચાંદીના ભાવમાં પાછલા સત્રની તુલનામાં 2.92 ટકાનો મજબૂત વધારો નોંધાયો હતો. અને તે 2 લાખ 43 હજાર 207 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો હતો.
આજે મહાનગરોમાં સોનાનો ભાવ (પ્રતિ ગ્રામ)
| શહેર | 24 કેરેટ (₹) | 22 કેરેટ (₹) | 18 કેરેટ (₹) |
|---|---|---|---|
| દિલ્હી | 13,755 | 12,610 | 10,320 |
| મુંબઈ | 13,740 | 12,595 | 10,305 |
| કોલકાતા | 13,740 | 12,595 | 10,305 |
| ચેન્નાઈ | 13,833 | 12,680 | 10,575 |
| બેંગલુરુ | 13,740 | 12,595 | 10,305 |
વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ સોમવારે 1% થી વધુ વધીને $4,400 પ્રતિ ઔંસની ઉપર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, યુએસ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની હકાલપટ્ટી પછી ભૂ-રાજકીય તણાવ વધતાં રોકાણકારો સલામત રોકાણો તરફ આકર્ષાયા હતા.
આ પણ વાંચો-------- Real Estate Report: ઘર ખરીદવું બન્યું સપનું, દિલ્લી NCRમાં બજેટ બહાર, બેંગલુરુમાં ન વેચાયેલા મકાનોનો બેકલોગ વધ્યો
આ પણ વાંચો---------જાણીતા લેખક Robert Kiyosaki ની આગાહી, કહ્યું, 'અણધારી ઘટના કટોકટીમાં ધકેલી શકે છે'


