Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લગ્નની સીઝન વચ્ચે Gold એ રચ્યો ઇતિહાસ, ખરીદવાનું વિચારો છો તો જાણી લો ભાવ

સોનાના ભાવમાં આજે એકવાર ફરી તેજી જોવા મળી રહી છે. જીહા, લગ્નની સીઝન વચ્ચે સોનાના ભાવ આજે નવી ઊંચાઈએ પહોંચી ગયા છે, જ્યાં GST વિના 24 કેરેટ સોનું 84,323 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે.
લગ્નની સીઝન વચ્ચે gold એ રચ્યો ઇતિહાસ  ખરીદવાનું વિચારો છો તો જાણી લો ભાવ
Advertisement
  • લગ્ન સીઝનમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી
  • સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો
  • 24 કેરેટ સોનું 84,323 રૂપિયા પર પહોંચ્યું
  • ચાંદી 95,421 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યું
  • સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, 23 કેરેટ સોનું 83,985 રૂપિયા
  • ચીન-યુએસ ટેરિફ યુદ્ધનો સોનાની કિંમત પર પ્રભાવ

Gold Price Hike : સોનાના ભાવમાં આજે એકવાર ફરી તેજી જોવા મળી રહી છે. જીહા, લગ્નની સીઝન વચ્ચે સોનાના ભાવ આજે નવી ઊંચાઈએ પહોંચી ગયા છે, જ્યાં GST વિના 24 કેરેટ સોનું 84,323 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે. મંગળવારે બંધ થયેલા 83,010 રૂપિયાની સરખામણીએ આજે 1,313 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં, 23 કેરેટ સોનાનો ભાવ પણ 1,307 રૂપિયા વધીને 83,985 રૂપિયા થયો છે. સોનાની જેમ આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે, જેમાં ચાંદી પ્રતિ કિલો 1,628 રૂપિયાનો વધારો થયો છે.

બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

આજે bullion markets માં ચાંદી 95,421 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલ્યા બાદ સોનાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. IBJA ના દરો મુજબ, 22 કેરેટ સોનાનો સરેરાશ હાજર ભાવ 1,203 રૂપિયા ઉછળી 77,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે 18 કેરેટ સોનું 984 રૂપિયા વધીને 63,242 રૂપિયા અને 14 કેરેટ સોનું 768 રૂપિયા વધીને 49,329 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA), જે 104 વર્ષ જૂની સંસ્થા છે, તે દિવસમાં બે વાર સોનાના ભાવ જાહેર કરે છે. નોંધનીય છે કે, વિવિધ શહેરો અનુસાર સોના અને ચાંદીના ભાવમાં 1000 થી 2000 રૂપિયાનો તફાવત જોવા મળે છે.

Advertisement

સોનાના ભાવમાં કેમ ઉછાળો થઇ રહ્યો છે?

બીજી તરફ, ચીન-યુએસ ટેરિફ યુદ્ધ વચ્ચે સલામત રોકાણ વિકલ્પ તરીકે માંગમાં વધારો થવાને કારણે વૈશ્વિક સ્તરે સોનું પણ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે. સત્રની શરૂઆતમાં $2,848.94 ની રેકોર્ડ ઊંચી સપાટીને સ્પર્શ્યા પછી, સ્પોટ Gold નો ભાવ 0.2 ટકા વધીને $2,847.33 થયો. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ $2,876.10 પર સ્થિર રહ્યો. ટ્રમ્પની ટેરિફ નીતિઓ, ડોલરની ચાલ અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરની ચાલ સોનાના ભાવમાં આગળ વધવા માટે મુખ્ય ટ્રિગર્સ રહેશે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના કોમોડિટી રિસર્ચ વિશ્લેષક માનવ મોદીએ જણાવ્યું હતું કે, "ટ્રમ્પની નીતિઓ માત્ર અનિશ્ચિતતાને જ નહીં, પણ મોંઘવારીના જોખમોને પણ વધારી રહી છે, જેના કારણે સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે."

Advertisement

સોનાના ભાવ ક્યારે ઘટશે?

સોનાના ભાવ અંગે, નિષ્ણાતો માને છે કે વૈશ્વિક તણાવ કેવી રીતે સામે આવે છે અને વ્યાજ દરો પર યુએસ ફેડરલ રિઝર્વનું વલણ શું છે તેના પર ઘણું નિર્ભર રહેશે. MCX સોનું વર્ષના અંત સુધીમાં 86,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. MCX સોનાનો ભાવ 83,440-83,100 રૂપિયા પર સપોર્ટ અને 84,050-84,400 રૂપિયા પર પ્રતિકાર ધરાવે છે, જ્યારે ચાંદીનો ભાવ 95,000-94,400 રૂપિયા પર સપોર્ટ અને 96,300-97,000 રૂપિયા પર resistance છે.

આ પણ વાંચો : Share Market સામાન્ય વધારા સાથે ખુલ્યો,સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો

Tags :
Advertisement

.

×